Abtak Media Google News

ભગવાન જગન્નાથની યાત્રા સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અષાઢી બીજના દિવસે કાઢવામાં આવે છે. કોરોનાનો ખતરો હજુ ગયો નથી ત્યારે સરકાર દ્વારા અમદાવાદમાં સરકારના SOP નીયમોને અનુસરીને રથયાત્રા કાઢવામાં આવશે. 12 જુલાઈએ આ રથયાત્રા કાઢવાની મંજૂરી અપાઈ છે. ત્યારે રાજકોટના રાજમાર્ગો પર આ યાત્રા કાઢવામાં આવશે નહિ.

રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે ઈસ્કોન મંદિર દ્વારા કોરોના મહામારીના કારણે રાજમાર્ગો પર રથયાત્રા નહીં કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેથી હવે વર્ષ 2021ની ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિરના પટાંગણમાં જ નીકળશે તેથી ભક્તો કોઈ આ રથયાત્રામાં ભાગ લઈ શકશે નહીં.

રાજકોટના ઈસ્કોન મંદિરમાં મંદિરના પટાંગણમાં જ નિકળનાર રથયાત્રામાં માત્ર સાધુ-સંતો જ હાજરી આપી શકશે સામાન્ય જનતાને પ્રવેશ આપવામાં આવશે નહીં. કોરોના મહામારીમાં લોકોનું હિત ઇચ્છિને ઈસ્કોન મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર ગતિ-વિધિઓ પારંપારિક રીતે જ કરવામાં આવશે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.