Abtak Media Google News

નાગરિકતા સંશોધન કાયદો લનું નોટિફિકેશન લોકસભા ચૂંટણી (2024) પહેલા લાગુ થઈ શકે છે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ’નાગરિકતા સંશોધન અધિનિયમ 2019’ના નિયમો લોકસભા ચૂંટણી પહેલા જ સૂચિત કરવામાં આવે તેવી તૈયારીઓ ચાલી રહી છે.

અધિકારીએ એ પણ જણાવ્યું કે સરકાર ટૂંક સમયમાં સીટીઝનશિપ એમેડમેન્ટ એક્ટના નિયમો જારી કરવા જઈ રહી છે. એકવાર નિયમો જારી થયા પછી કાયદો લાગુ કરી શકાય છે, જેથી પાત્ર લોકોને ભારતીય નાગરિકતા આપી શકાશે. ચાર વર્ષથી વધુ સમયના વિલંબ બાદ હવે સીએએના અમલ માટે નિયમો જરૂરી છે.

લોકસભા ચૂંટણી પૂર્વે નાગરિકતા સંશોધન અધિનિયમનું નોટિફિકેશન જાહેર કરી દેવાય તેવી શક્યતા

વરિષ્ઠ સરકારી અધિકારીને પૂછવામાં આવ્યું હતું કે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી થવાની સંભાવના છે, શું તે પહેલાં સીએએને સૂચિત કરવામાં આવશે. જેના જવાબમાં અધિકારીએ કહ્યું કે આ લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવશે.

સરકારી અધિકારીએ વધુમાં કહ્યું કે નિયમોની સાથે ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે. અરજદારોએ તે વર્ષ જણાવવાનું રહેશે કે જેમાં તેઓ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. સરકારી અધિકારીએ કહ્યું કે અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો માંગવામાં આવશે નહીં.

વાસ્તવમાં આ કાયદા હેઠળ, 31 ડિસેમ્બર 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા અત્યાચારિત હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. તમને

જણાવી દઈએ કે સીએએ ડિસેમ્બર 2019માં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. કાયદો પસાર થયા બાદ અને રાષ્ટ્રપતિએ મંજૂરી આપ્યા બાદ દેશના કેટલાક ભાગોમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા હતા.

છેલ્લા બે વર્ષમાં નવ રાજ્યોના 30થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગૃહ સચિવોને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ ભારતીય નાગરિકત્વ આપવા માટે સત્તા આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.