Abtak Media Google News

અબતક, રાજકોટ

Advertisement

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આજે છે. તા.17 સપ્ટેમ્બરના રોજ છે. ગુજરાત સરકારના મુખ્યમંત્રી તેમજ ભારત સરકારના વડાપ્રધાન તરીકે જનતાના આશીર્વાદથી આગામી તા. 07 ઑક્ટોબરના રોજ યશસ્વી 20 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. ભારતીય જનતા પાર્ટી દર વર્ષે તેમના જન્મદિનને સેવાકીય સપ્તાહ તરીકે ઉજવે છે. તેવી જ રીતે આ વર્ષે તા. 17 સપ્ટેમ્બર થી 07 ઑક્ટોબર સુધી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનાં માર્ગદર્શન તેમજ પ્રેરણાથી સેવા અને સમર્પણ અભિયાન ચલાવવાની છે જે અંતર્ગત વિવિધ સ્વાસ્થ્ય સંબંધિત કાર્યક્રમો જિલ્લા મહાનગરમાં યોજાશે.

સેવા અને સમર્પણ અભિયાનના ગુજરાતના ઇન્ચાર્જ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તેમજ સહ-ઇન્ચાર્જ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ભરતભાઇ બોઘરાના માર્ગદર્શનથી સમગ્ર ગુજરાતમાં રાજ્યસ્તરથી મંડળસ્તર સુધી અલગ-અલગ સાત કમિટી બનાવવામાં આવી છે.

ગુજરાત પ્રદેશ ભાજપ 7 ઓકટોબર સુધી
“સેવા અને સમર્પણ અભિયાન” હાથ ધરી કરશે વડાપ્રધાનના જન્મદિનની ઉજવણી

જેમાં (1) બૂથ સ્તરે થનારા કાર્યક્રમો, (2) પર્યાવરણ સંબંધી કાર્યક્રમો, (3) સ્વાસ્થ્ય સંબંધીત કાર્યક્રમો, (4) સેવાકીય કાર્યક્રમો, (5) પ્રચાર-પ્રસાર, (6) મીડિયા વિભાગ, (7) સોશિયલ મીડિયા સંબંધી કાર્યક્રમો યોજાશે.

આજે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 8500 બહેનોનો સર્વાઈકલ કેન્સર માટેના નિદાન કેમ્પ, 08 મહાનગરોમાં 170 વોર્ડમાં ગાયનેક હોસ્પિટલોમાં આયોજન કરવામાં આવેલ છે. 8500 બહેનોનો કેન્સર નિદાન કેમ્પ એ એક નવો વર્લ્ડ રેકોર્ડ થવા જઈ રહ્યો છે.

જિલ્લા મહાનગરમાં તમામ વિધાનસભા સીટોમાં 1 રક્તદાન શિબિરનું આયોજન થશે. આ કેમ્પ વિધાનસભામાં આવેલી કોઈપણ સહકારી સંસ્થાની સાથે સંયુક્ત રીતે થાશે. જેમાં યુવા મોરચો, સહકારી સંસ્થાઓ, એનજીઓ પાર્ટીના કાર્યકરો સહભાગી થશે. 71 બાળકોની ઓપન હાર્ટ સર્જરી – રાજકોટ 701 લાખ વૃક્ષારોપણ સહકારી સંસ્થાઓ સાથે 1 લાખ નોટબુક વિતરણ, 850 રેઈન વોટર હાર્વેસ્ટીંગ લોકાર્પણ, 182 વિધાનસભામાં 250 થી 1000 સાયકલ રેલીઓ યોજાશે. અમરેલી ખાતે 1 આઈ.સી.યુ. એમ્બ્યુલન્સનું લોકાર્પણ, 100 પ્રજ્ઞાચક્ષુઓને સેન્સરવાળી સ્ટીંકનું વિતરણ થશે.

PM મોદીના જન્મદિને સોમનાથમાં વિશેષ પૂજા, બીચ પર સ્વચ્છતા

એટલું જ નહી બલ્કે દરેક બુથમાં 25 લાખ નમો એપનું ઇન્સ્ટોલેશન થશે તેમજ સફાઈ કાર્યક્રમો પણ યોજાશે મેડીકલ કેમ્પ – અમદાવાદ 70 વોર્ડમાં 100 ગાયનેક અને 100 પેથોલોજી – લેબોરેટરીઓની સહાયતા દ્વારા ડરબન, સાઉથ આફ્રીકાનો પેપટેસ્ટ કરવાનો ઇ.સ.2017નો રેકોર્ડ 2000 હતો જે હવે 8500નો રેકોર્ડ થશે. આ ઉપરાંત ફ્રુટ વિતરણ, દિવ્યાંગોને સહાયતા જેવા તો અનેક સેવાકીય કાર્યક્રમો થનાર છે.

તેમની જીવનગાથા ઉપર 353 પુસ્તકોનાં 4 શહેરોમાં પ્રદર્શનો યોજાશે. અયોધ્યામાં રામમંદિરની રચના નો માર્ગ ખુલ્લો થયો છે તેવા સમયે ભાજપ કાર્યકરોએ 7100 ગામોમાં સાંજે 7 વાગે રામ મંદિરમાં આરતી મહાઆરતીઓનો સંકલ્પ. 25 સપ્ટેમ્બર પંડીત દીનદયાળજીની જન્મ જ્યંતી પ્રસંગે અલગ અલગ કાર્યક્રમો યોજાનાર છે. દરમિયાન 2 જી ઓક્ટોબરે ગાંધી જ્યંતી નિમિત્તે સામુહિક  ખાદી ખરીદી’ તેમજ સફાઈના કાર્યક્રમો આયોજીત થશે.

વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તેમજ કરોડો લોકોનાં હૃદયસમ્રાટ એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કે જેઓ વિરાટ વ્યક્તિત્વ ધરાવતા હોવા છતા સ્વયંને ‘પ્રધાનસેવક’ તરીકે ઓળખાવે છે તેમના જન્મદિવસને ‘સેવા અને સમર્પણ’ જેવા ઉમદા અભિયાન સાથે જોડવાનો ઉત્તમ વિચાર કરનાર ભારતીય પાર્ટીનું સંગઠન તેના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાજી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનાં ઉત્સાહવર્ધક માર્ગદર્શન હેઠળ અનેરા ઉલ્લાસનો સંચાર અનુભવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.