Abtak Media Google News
સર્વેશ્વર ચોક ગણપતિ મહોત્સવમાં દાદાની ધાર્મિક આરાધનાની સાથે માનવસેવાના યજ્ઞનો સમન્વય વૃદ્ધાશ્રમના મુરબ્બીઓ અને અનાથ આશ્રમના બાળકોનો સેવા યજ્ઞ

ગણપતિ આયો બાપા રીધી સીધી લાયો……. શિવ પ્રિય ગણપતિ દાદા ના આગમનના દિવસો આવી રહ્યા છે ત્યારે ગણેશ ભક્ત ભાવીકો દાદાને વધાવવા ભાવ વિભોર બની રહ્યા છે રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે જાણીતા સર્વેશ્વર ચોકગણપતિ મહોત્સવ નું આ વર્ષે છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રારંભ થઈ રહ્યો છે ,

Vlcsnap 2022 08 27 12H34M56S053

31ઓગસ્ટ સવારે પ્રારંભ થનારા આ સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મહોત્સવ અંગે અબ તકની મુલાકાતે આવેલા શૈલેષભાઈ પરમાર, બહાદુરસી કોટીલા, રાજુભાઈ જાની, જયેશભાઈ જોશી, વિપુલભાઈ ગોહેલ, અતુલભાઇ કોઠારી, દિલીપસિંહ, રાજુભાઈ કિકાણી, ગુલાબસિંહ અને સમીરભાઈ દોશી એ મહોત્સવની વિગત આપતા જણાવ્યું હતું કે સર્વેશ્વર ચોક ગણપતિ મહોત્સવ નો આ વર્ષે 31 ઓગસ્ટના રોજ સવારે 10 વાગે હીરા જડિત આકર્ષિત ઇકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના થી પ્રારંભ થશે

યાજ્ઞિક રોડ ખાતે છઠ્ઠા ગણપતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે ટ્રસ્ટની પરંપરા મુજબ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ દરમિયાન અવનવા સામાજિક , સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવશે

75ડ્ઢ55 ના વિશાળ ડોમમાં સુંદર સજાવટ સહિતના સુશોભન અને અધ્યાધુનિક લાઇટિંગ એર કુલર ની વ્યવસ્થા સાથે ગણપતિદાદાની સ્થાપના કરવામાં આવશે 31 ઓગસ્ટ સવારે 10વાગે જાગનાથ મંદિરેથી વાજતે ગાજતે શોભાયાત્રા સાથે જાગનાથ મંદિરેથી દાદા ને સર્વેશ્વર ચોકમાં ગણપતિ મહોત્સવ પંડાલમાં લઈ જવાશે અને શાસ્ત્રોકત વિધિથી સ્થાપના કરવામાં આવશે

સર્વેશ્વર ચોક માં તારીખ 31ઓગસ્ટથી 4સપ્ટેમ્બર સુધીના મહોત્સવમાં દરરોજ વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે ,મહોત્સવમાં દરરોજ સવારે સાડા સાત વાગે અનેસાંજે સાત વાગે મહા આરતી ગણપતિ મહોત્સવના પ્રમુખ કેતનભાઇ સાપરિયા ની આગેવાનીમાં ભાવિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલીઓ ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે પ્રસાદ ઘર અને બુટ ઘર ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે મહોત્સવ માં સુંદર થીમ સાથે લાઇટિંગ આકર્ષક બનાવશે,

વિવિધ પ્રકારના ફુવારા અને શંકર મહાદેવ ની સુંદર મૂર્તિ ના દર્શન નો લાભ પણ ભાવિકોને મળશે ,શિવનગરી જેવી આબેહૂબ પંડાલની થીમ માં આકર્ષક  રોશની ના માહોલ વચ્ચે ધર્મની સાથે સાથે સામાજિક કાર્ય અને સંસ્કૃતિ કાર્યક્રમમાં પણ યોજાતા રહેશે,

31 ઓગસ્ટ સવારે 10વાગે ગણપતિની સ્થાપના બાદ 1લી તારીખે રાત્રે 8 વાગે સત્યનારાયણ ભગવાનની કથા ત્રીજી તારીખે વૃદ્ધાશ્રમના વૃદ્ધ મુરબ્બીઓને મહાપ્રસાદ રૂપ રાત્રે 8 વાગે વાળુ કરાવવામાં આવશે ચોથી તારીખે સાંજે 5 વાગે બ્લડ ડોનેશન કેમ્પ પાંચમી તારીખે અનાથ આશ્રમના બાળકોને રાત્રે 8 વાગે જમણવાર છઠ્ઠી તારીખે અન્નકૂટ દર્શન સાંજે ખુલ્લા મુકવામાં આવશે સાતમી તારીખે રાત્રે 9 વાગે શ્રીનાથજી ની ઝાંખી ના દર્શન કરવામાં આવશે જેમાં અને તેમની 35 મેમ્બરોની ટીમ કાર્યક્રમ રજૂ કરશે નવમી સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યે દાદા ની વિસર્જન યાત્રા સર્વેશ્વર ચોક થી આરંભ થશે આ આખા ધર્મોમાં ભાવિકોને બોલી શક્યામાં ગણપતિ મહોત્સવ નો લાભ લેવા અનુરોધ કર્યો છે

રાજકોટમાં સતત પાંચમાં સફળ આયોજન બાદ સર્વેશ્વર ગણપતિ મહોત્સવ ના આ છઠ્ઠા મહોત્સવને સફળ બનાવવા તમામ હોદ્દેદારો અને કમિટી છેલ્લા 20 દિવસથી તેમજ ઉઠાવી રહ્યા છે ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કેતનભાઇ સાપરિયા જતીનભાઈ માનસતા અલાઉદ્દીનભાઈ કારિયાણી વિપુલભાઈ ગોહેલ સમીરભાઈ દોશી સુધીરસિંહ જાડેજા રાજુભાઈ ટીકાણી હિતેશભાઈ કારીયા દિલીપસિંહ જાડેજા રાજુભાઈ જાની બહાદુરસિંહ કોટીલા અનિલભાઈ તન્ના હિતેશભાઈ મહેતા પુષ્પરાજ સિંહ જાડેજા શૈલેષભાઈ પરમાર દીપકભાઈ ચંદારાણા જયેશભાઈ જોશી મુકેશભાઈ વાઘેલા ગોવિંદભાઈ બોરીચા અશોકભાઈ રામાણી અતુલભાઇ કોઠારી ગુલાબસિંહ સહિતના આગેવાનો ની 70 ની કમિટી જેમ જ ઉઠાવી રહી છે દિપકભાઈ સાપરિયા અને હિમાંશુભાઈ કોટેચા પણ ખબે ખંભા મિલાવીને કામ કરી રહ્યા છે આ સમગ્ર આયોજનમાં વોટરપાર્ક કમિટીના ચેરમેન દેવાંગભાઈ માકડ લાઇઝનીંગમાં પોતાની સેવા આપી રહ્યા છે મંડપની સજાવટ અશોકભાઈ લાઇટિંગ માટે જુગલબાઈ એલઇડી માટે મહર્ષિભાઈ પાઠક મહેનત કરી રહ્યા છે.

  • સર્વેશ્વર ગણપતિ મહોત્સવ માટે ક્યારેય ફાળો કરવાની જરૂર પડી નથી બધું સ્વયંભૂ થઈ જાય છે: અતુલભાઇ કોઠારી

સૌરાષ્ટ્ર ભરમા જાણીતા ગણપતિ મહોત્સવ માં કંઈક નોખા કંઈક અનોખા અંદાજથી થતી ઉજવણી માટે વર્ષોથી લોકપ્રિય સર્વેશ્વર ચોક ગણપતિ મહોત્સવનું આયોજન દર વર્ષે વધુને વધુ વિસ્તરવાની એક આગવી પરંપરા ધરાવે છે,

અબતક સાથેની વાતચીતમાં આયોજન સમિતિના મુખ્ય અગ્રણી અતુલભાઇ કોઠારી એ જણાવ્યું હતું કે ગણેશજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે, કોઈ કામમાં ન આવવા દેતા દાદાના કામમાં થોડું વિઘ્ન આવે… સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ ના ગણપતિ મહોત્સવ માં દર વર્ષે આયોજનમાં વધારો થતો રહે છે  પણ ક્યારેય ટ્રસ્ટના સભ્યોને ફાળો કરવાની જરૂર પડતી નથી, સામાજિક માનવતા અને ધર્મ કાર્યો સાથે મનાવવામાં આવતા સર્વેશ્વર ચોક ગણપતિ મહોત્સવ ના આયોજન પર જ ગણપતિ દાદા ના ચારે હાથ છે તેમાં બે મત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.