Abtak Media Google News

સૌરાષ્ટ્રના પ્રવેશ દ્વાર સમાન ઝાલાવડના

8387 નાની મોટી શરાબની બોટલ, વાહન અને મોબાઇલ મળી રૂ.44.48 લાખનો મુદામાલ કબ્જે

સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ઝાલાવડના માલવણ-બજાણા માર્ગ પર આઇસરમાંથી રૂ. 34.43 લાખની કિંમતનો વિદેશી દારુના જંગી જથ્થા સાથે ટ્રકના ચાલકની ધરપકડ કરી 8387 બોટલ દારુ વાહન અને મોબાઇલ મળી રૂ. 44.48 લાખનો મુદામાલ કબ્જે કરી દારુના મુળ સુધી પહોચવા તપાસનો ધમધમાટ આદયો છે.વધુ વિગત મુજબ ઝાલાવડ પંથકમાં દારુ બંધીનો કડક અમલ કરવા રાજકોટ રેન્જ આઇ.જી. સંદીપસિંહ અને સુરેન્દ્રનગર એસ.પી. હરેશ દુધાતે આપેલી સુચનાને પગલે બજાણા પોલીસ મથકના પી.એસ.આઇ. એન.અ. ડાભી સહીતનો સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું.

1661585956543

જીજે 16 એવી રપપ નંબરના બંધ બોડી ના આઇસર ટ્રકમાં વિદેશી દારુનો જથ્થો ચાવી રહ્યાની કોન્સ્ટેબલ રોહિતકુમાર પટેલને મળેલી બાતમીના આધારે માલવણ-બજાણા રોડ પર વોચ ગોઠવી હતી.

પુરપાટ ઝડપે આવતા ટ્રકને અટકાવી તલાસી લેતા જેમાંથી રૂ. 34.43 લાખની કિંમતનો 8387 બોટલ વિદેશી દારુ સાથે બાડમેરના ટ્રક ચાલક રામકિશન પુર્યારામ વિશ્ર્વઇની ધરપકડ કરી દારુ, વાહન અને મોબાઇલ મળી રૂ. 44.48 લાખનો મુદામાલ કબ્જે કરી દારુના મુળ સુધી પહોચવા તપાસનો ધમધમાટ આદર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.