સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લઈ કામની સમીક્ષા કરતા ડ્રેનેજ સમિતિના ચેરમેન હિરેન ખીમાણિયા

રાજકોટ મહાનગરપાલિકાના ડ્રેનેજ સમિતિના ચેરમેન હિરેનભાઈ ખીમાણિયાએ મહાનગરપાલિકાના કાર્યરત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની રૂબરૂ મુલાકાત કરી હતી. મુલાકાત દરમ્યાન તેમણે કામગીરી અંગે પ્રોગ્રેસીવ રિપોર્ટ મેળવ્યા હતા અને સંપૂર્ણ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

ચેરમેને આ મુલાકાત દરમિયાન માધાપર ખાતેના બે પ્લાન્ટ અને રૈયા તથા રૈયાધાર ખાતેના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી નિહાળી હતી. ચેરમેન ખીમાણિયાએ સમગ્ર શહેરની સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુવ્યવસ્થિત કાર્યરત રહે અને ડ્રેનેજ સંબંધી લોકફરિયાદોનો સત્વરે નિકાલ થાય તે સુનિશ્ચિત કરવા પણ અધિકારીઓને સૂચના આપી હતી. ડ્રેનેજ સમિતિના ચેરમેન સાથે મનપાના ડે.એન્જી. અશોક પરમાર અને કપિલ જોષી સાથે રહ્યાં હતા.

Loading...