અંબાજી મંદિરમાં દેશી બોમ્બ મળતા ખળભળાટ: એલર્ટ

homemade bomb
`homemade bomb

ગુજરાતના પ્રસિઘ્ધ મંદિર અંબાજીના શકિતદ્વાર પાસેથી કાગળમાં વિટેલો દેશી બોમ્બ મળી આવતા પોલીસ, ડોગસ્કવોર્ડ સહિતનો કાફલો દોડી ગયો: મંદિરની ફરતે લોખંડી બંદોબસ્ત.

મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. બનાવની જાણ થતા લોકલ પોલીસ, ડોગ સ્કવોર્ડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં પણ દોડધામ મચી ગઈ હતી.

બનાવની મળતી વિગત મુજબ દેશી બનાવટનો બોમ્બ એક કાગળમાં વીટીને મુકવામાં આવ્યો હતો. ઘટનાના પગલે ડોગ સ્કવોર્ડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે હાલ સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. અંબાજી મંદિરના શકિતદ્વાર પાસેથી પડીકામાં બંધ હાલતમાં આ દેશી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવતા ખળભળાટ મચી ગયો છે. કાગળમાં વિટેલી હાલતમાં લોખંડની સામગ્રી, છરા અને અન્ય ઘાતક વસ્તુઓ મળી આવતા બીડીએસ, ડોગ સ્કવોર્ડ, લોકલ પોલીસ, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો મંદિરમાં ધસી ગયો હતો અને સમગ્ર મંદિરને ઘેરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેથી આવી અન્ય કોઈ શંકાસ્પદ સામગ્રી બીજી કોઈ જગ્યાએ મંદિર પરિસરમાં છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં તાજેતરમાં જ આઈએસઆઈએસ સાથે સંપર્ક ધરાવતા બે આતંકીઓને એટીએસે પકડી પાડયા છે. બંને આતંકી ભાઈઓએ સૌરાષ્ટ્રના સુપ્રસિઘ્ધ ચોટીલા મંદિરને બોમ્બથી ઉડાવી દેવાનું ષડયંત્ર રચ્યું હતું. આ પહેલા પણ સૌરાષ્ટ્રના અને ગુજરાતના ધાર્મિક મંદિરો અને એસ.ટી.બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાના પત્રો મળી આવ્યા છે ત્યારે રાજકોટમાંથી આઈએસઆઈએસ સાથે કોન્ટેક ધરાવતા બે આતંકીઓને પકડી લીધાના બીજા જ દિવસે રાજયના સુપ્રસિઘ્ધ અને લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતા અંબાજી મંદિરમાં આજે સવારે દેશી બોમ્બની સામગ્રી મળી આવતા ખળભળાટ મચ્યો છે.

સમગ્ર ઘટનાની જાણ થતા જ પોલીસે મંદિરને ફરતે લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. જયારે બોમ્બની ચકાસણી દરમિયાન મંદિરમાં ઉપસ્થિત ભાવિકોને પણ તાત્કાલિક બહાર સુરક્ષિત સ્થળે મોકલી દેવામાં આવ્યા હતા. પોલીસે ડોગ સ્કવોર્ડની મદદથી સમગ્ર મંદિર પરિસરમાં સઘન ચેકીંગ કર્યું હતું. સમગ્ર પરિસ્થિતિ કાબુમાં આવ્યા બાદ દેશી બોમ્બની સામગ્રી કબજે કરી આ સામગ્રી મંદિર પરિસરમાં કોને મુકી હતી તે દિશામાં મંદિરના લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

અંબાજી મંદિર પરિસરમાં દેશી બોમ્બની સામગ્રી મળ્યા બાદ પોલીસે મંદિરના ખૂણે ખૂણે જીણવટભરી તપાસ કરી વાતાવરણ સુરક્ષિત થયા બાદ ભકતજનોને ફરી મંદિરમાં દર્શનાર્થે આવવા પરવાનગી આપવામાં આવી હતી. એકબાજુ રાજકોટમાં આઈએસઆઈએસના બે આતંકીઓ પકડાયાના બીજા જ દિવસે અંબાજી મંદિરમાં દેશી બોમ્બની સામગ્રી મળતા ખળભળાટ મચ્યો છે. રાજકોટ અને અંબાજીની ઘટના બાદ રાજયભરના ધાર્મિક અને પ્રવાસન સ્થળોને કે જયાં લોકોની મોટા પ્રમાણમાં ભીડ રહેતી હોય છે. તે તમામ જગ્યાઓ ઉપર એલર્ટ સ્વ‚પે પોલીસનો લોખંડી બંદોબસ્ત ખડકી દેવાયો છે.