આંગણવાડીઓના છ કર્મચારીઓને પાણીચુ: ૪૧૮ને નોટિસ

anganvadiworker | strike
anganvadiworker | strike

ગઇકાલે અને આજે ગેરહાજર રહેનારનું વેતન કાંપી લેવા આદેશ

રાજકોટ મહાનગરપાલિકાની ૩૫૦ આંગણવાડીઓના ૪૦૦ જેટલા વર્કરો અને હેલ્પરોના તા.૧૬થી ચાલતા આંદોલનને પગલે આંગણવાડીઓના આશરે ૧૦,૦૦૦ જેટલા લાર્ભાથી ગરીબ બાળકો માટેની પૂરક પોષણ આહાર, રસીકરણ, આરોગ્યલક્ષી તપાસ અને પૂર્વ પ્રામિક શિક્ષણ જેવી પાયારૂપ સેવાઓ ખોરવાઈ જતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આંદોલનકારીઓ સામે નોટીસ અને પગાર કાપવા જેવા પગલાંઓ લીધા બાદ હવે ફરજ પર હાજર નહી નાર આંદોલનકારીઓને ક્રમશ: છુટ્ટા કરવાનો નિર્ણય લીધો છે.

આજે કમિશનરએ છ વર્કરોને આંગણવાડીની ફરજમાંી છુટ્ટા કરવા આદેશ કર્યો હતો અને જો હજુ પણ આંદોલન ચાલુ રહેશે તો અન્ય વર્કરો અને હેલ્પરોને પણ ફરજમાંી છુટ્ટા કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

તા.૧૬ થી ૧૮ ફેબ્રુઆરી દરમ્યાન ફરજ પર ગેરહાજર રહેલા ૨૦૮ વર્કર અને ૨૧૦ હેલ્પરને કમિશનરના આદેશ અનુસાર સી.ડી.પી.ઓ. દ્વારા નોટીસ આપી માનદ વેતન કપાત શા માટે ના કરવું તેનો ખુલાસો માંગ્યો હતો. ત્યારબાદ આંદોલન ચાલુ રહેતા કમિશનરએ તા. ૨૨ ના રોજ ગેરહાજર રહેલા ૧૯૮ વર્કર અને ૧૭૫ હેલ્પર તા તા. ૨૩-૨ ની ગેરહાજરી બદલ ૨૩૫ વર્કર અને ૨૩૨ હેલ્પર, તા. ૨૫ ની ગેરહાજરી બદલ ૨૦૭ વર્કર અને ૨૧૯ હેલ્પર તા તા. ૨૭-૨-૨૦૧૭ ની ગેરહાજરી માટે ૨૨૬ વર્કર અને ૨૨૨ હેલ્પરના માનદ વેતન કપાત કરવા હુકમ કર્યો હતો. એવી જ રીતે આજે તા. ૨૮ના રોજ ગેરહાજર રહેનાર વર્કર અને હેલ્પરના માનદ વેતન પણ કપાત કરવામાં આવશે.