Abtak Media Google News

આશરે ૮૦૦૦ કરોડના ખર્ચે ૨૪૭૧ એકરમાં ટાપુ બનાવવાનો હોંગકોંગ સરકારનો માસ્ટર પ્લાન

હોંગકોંગ એક એવું શહેર છે કે જયાં હાલ વસ્તીમાં અધધધ… વધારો થવાના કારણે શહેરમાં ખુબજ ગીચતાનો માહોલ ઉદ્ભવીત થઈ ગયો છે ત્યારે રહેણાંક મકાનોની અછતના પહોંચી વળવા હોંગકોંગ સરકાર દ્વારા એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ પગલુ લેવામાં આવ્યું છે. જેમાં હોંગકોંગ આર્ટીફીશીયલ ટાપુ બનાવવા તરફનો માસ્ટર પ્લાન બનાવી રહ્યો છે. જેમાં ૮૦૦૦ કરોડના ખર્ચે ૨૪૭૧ એકરમાં આ ટાપુ બનાવવામાં આવશે.

હોંગકોંગ સરકાર લાંટવ ટાપુની પાસેની ૨૪૭૧ એકર જગ્યા પર આર્ટીફીશીયલ ટાપુ બનાવે તેવું પણ સામે આવી રહ્યું છે જેથી શહેરમાં જે મકાનોની અછતની સમસ્યા ઉદ્ભવીત થઈ રહી છે તેને નિવારી શકાય. સુત્રોના જણાવ્યાનુસાર હોંગકોંગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવા માટે જે ખર્ચો કરવામાં આવ્યો હતો તે આર્ટીફીશીયલ ટાપુ બનાવવાનો ચાર ગણો ખર્ચો થશે. ત્યારે દુબઈના પામજુમેરાને બનાવવાનો ખર્ચો ૧૨ બીલીયન ડોલર રહ્યો હતો એટલે કહી શકાય કે, હોંગકોંગમાં જે આર્ટીફીશીયલ ટાપુ બનાવવામાં આવશે તે વિશ્વનો મોટો અને મોંઘો ટાપુ બની રહેશે.

વધુમાં વાત કરવામાં આવે તો આ ટાપુ ન્યુયોર્ક સેન્ટ્રલ પાર્કથી ત્રણ ગણો મોટો ટાપુ હશે જેમાં ૨.૬૦ લાખ ફલેટો પણ બનાવવામાં આવશે. જેમાં ૭૦ ટકા માનવ વસવાટ માટે તેનો ઉપયોગ કરાશે. ત્યારે અનેકવિધ તજજ્ઞો દ્વારા એ વાત સામે આવી રહી છે કે ટાપુના નિર્માણ બાદ કુદરતને પણ ઘણી નુકશાની પહોંચશે અને દરિયાઈ જીવો કે પછી કહી શકાય કે દરિયાઈ સૃષ્ટીને આની અસર જોવા મળી શકે છે.

જયારે હોંગકોંગ સરકાર આ ટાપુની સાથો સાથ અન્ય ૭૦૦ હેકટર આર્ટીફીશીયલ આઈલેન્ડ બનાવવામાં પણ વિચારી રહ્યું છે પરંતુ તેની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ત્યારે અનેકવિધ લોકો દ્વારા આ પ્રોજેકટનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમાં પિંક ડોલફીન કે જે હોંગકોંગનું ઘરેણું માનવામાં આવે છે તે પણ લુપ્ત થઈ જશે તેવી ભીતિ હાલ સેવાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.