Abtak Media Google News

લાંબા સમયથી પડતર ઉદ્યોગકારોની માંગને સરકાર સ્વીકારે તેવી શક્યતા !!!

આવકવેરા વિભાગ કરતાઓને સહુલત મળી રહે તે માટે અનેક નીતિ નિયમોને અમલી બનાવ્યા છે એટલું જ નહીં ઘણા ખરા બદલાવો પણ કરવામાં આવેલા છે. પરંતુ ઉદ્યોગોની લાંબા સમયથી પડતર માંગણી એક એ હતી કે વિદેશમાં જે ડિસ્પ્યુટેડ વ્યવહારો થયેલા હોય અને તેનું જો સેટલમેન્ટ કરવામાં આવે તો તે ખર્ચને આવકવેરા વિભાગમાંથી બાદ મળવો જોઈએ પરંતુ હજુ સુધી સરકારે આ બાબતે કોઈપણ નિર્ણય લીધો ન હતો. પરંતુ આ લાંબા સમયથી પડતર માંગણીને સરકારે હવે વાચા પણ આપી છે એટલું જ નહીં આ અંગે એક પ્રપોઝલ પણ તૈયાર કરવામાં આવ્યું છે.

એટલુંજ નહીં બોર્ડ દ્વારા જો આ અંગે હકારાત્મક અભિગમ દાખવી નિર્ણય લેવામાં આવશે તો આ બદલાવ બજેટ માં અમલી કરાશે. અત્યાર સુધી આ નિર્ણય ન લેવાતા આંતરરાષ્ટ્રીય વ્યાપાર ખૂબ જ જટિલ બન્યો હતો. સેટલમેન્ટ માટે જે કાયદાકીય ખર્ચ કરવામાં આવ્યો હોય તેને બિઝનેસ ખર્ચ એટલે કે વ્યાપાર ખર્ચ બની બાદ મળશે. અત્યાર સુધીમાં જે પણ ખર્ચ ડિસ્પ્લેટેડ વ્યવહારના સેટલમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવતું હોય તે આવકવેરા માંથી બાદ મળતું ન હતું

પરંતુ હાલ વ્યાપારીઓને આશા છે કે આગામી બજેટમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવશે અને તેમના વ્યાપારમાં વૃદ્ધિ પણ થશે. ઉદ્યોગકારોનું માનવું છે કે વિદેશી નીતિ નિયમો ને ધ્યાને લઈ જ્યારે ભારત તરફથી કોઈપણ નાણાકીય વ્યવહાર વિદેશમાં કરવામાં આવે તો તેને યોગ્ય રીતે નહીં પરંતુ શંકાની નજરે જોવામાં આવતું હોય છે અને સ્ક્રુટીની દરમિયાન ઘણા પ્રશ્નો પણ ઊભા કરવામાં આવે છે જેના કારણે ખૂબ લાંબા સમય સુધી તે મેટર ટ્રિબ્યુનલ અથવા તો હાઇકોર્ટમાં ચાલે છે ઉદ્યોગકારોને નુકસાની વેઠવી પડે છે. અને સરકાર દ્વારા હાલ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેનાથી ઉદ્યોગકારોને ખૂબ જ સારો ફાયદો મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.