Abtak Media Google News

બપોર સુધીમાં એક જ પરિવારનાં ૬ સભ્યો સહિત કુલ ૩૪ કોરોના સંક્રમિત

રાજકોટમાં અત્યાર સુધી ૧૫,૫૯૬ ટેસ્ટીંગ કરાયા: શહેરમાં કુલ આંક ૭૭૫

કુલ ટેસ્ટ        –       ૪૪૨

રાજકોટ સીટી   –       ૩૪

રાજકોટ ગ્રામ્ય  –       ૧૩

દાખલ દર્દી     –       ૪૮૩

ડિસ્ચાર્જ         –       ૪૦

શહેરમાં કોરોનાનું આજરોજ ભયાનક સ્વરૂપ જોવા મળ્યું હતું. જુદી-જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અલગ-અલગ શહેરોનાં ૮ દર્દીઓને કોરોના ભરખી ગયો હતો જયારે બપોરે કોર્પોરેશન દ્વારા સતાવાર રીતે જાહેર થયેલા આંક મુજબ એક જ પરીવારનાં ૬ સભ્યો સહિત કુલ ૩૪ લોકોનાં રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા છે. તંત્ર દ્વારા અત્યાર સુધી કોરોનાનાં ૧૫,૦૦૦થી પણ વધુ સેમ્પલનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં શહેરી વિસ્તારમાં કોરોનાની સંખ્યા ૮૦૦ નજીક પહોંચી છે અને કુલ ૨૫ જેટલા દર્દીઓનાં મોત નિપજયા છે.

કોરોના વાયરસ દિન-પ્રતિદિન ઉછાળો મારી રહ્યો હોય તેમ પોઝીટીવ કેસની સંખ્યા દરરોજ એક નવા રેકોર્ડ સાથે નોંધાઈ રહી છે. ગઈકાલે સાંજનાં ૫ વાગ્યાથી લઈ બપોરનાં ૧૨ વાગ્યા સુધીમાં કોર્પોરેશન દ્વારા વધુ ૩૪ લોકોને કોરોના રીપોર્ટ પોઝીટીવ જાહેર કરવામાં આવ્યો છે જેમાં એસ્ટ્રોન સોસાયટીમાં રહેતા એક જ પરીવારના ૬ સભ્યોને કોરોનાગ્રસ્ત જાહેર કરાયા છે. કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી રહ્યું છે કે, શહેરીજનોને અમદાવાદ, બરોડા અને સુરત જેવી પરિસ્થિતિનો ભય લાગી રહ્યો છે.

રાજકોટમાં આજરોજ જુદી-જુદી કોવિડ કેર હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા અલગ-અલગ શહેરનાં ૮ દર્દીઓને વાયરસ ભરખી ગયો છે જેમાં જુનાગઢનાં રંજનબેન પરસોતમભાઈ ગજેરા, સુરેન્દ્રનગરનાં કમલેશભાઈ મીઠાભાઈ શાહ, સલીમભાઈ અજીઝભાઈ મકરાણી, મોરબીનાં મંજુલાબેન લાલજીભાઈ, સુરેન્દ્રનગરનાં હેમાક્ષી સતિષભાઈ શાહ, વઢવાણનાં કંચનબેન વાલજીભાઈ, જુનાગઢનાં કોર્પોરેટર અને સિંધી આગેવાન હાસાનંદભાઈ (રાજુભાઈ) નંદવાણી અને વાંકાનેરનાં મુકુંદભાઈ દોશીનું સારવારમાં મોત નિપજતા કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

રાજકોટમાં આજરોજ ૩૪ લોકો પોઝીટીવ આવ્યા હતા જેમાં રહીમ મહમદભાઈ (૫૩/પુરૂષ) જંગલેશ્વર-૫, મહેન્દ્ર બાબુભાઈ જેઠવા (૪૭/પુરૂષ) ન્યુ સાગર સોસાયટી, કેદારના પાછળ, આનંદ મહેશભાઈ ધમસાણીયા (૨૫/પુરૂષ) હમજોલી-૬૨, સીલ્વર એવન્યુ-૩, રક્ષિત અમીત કુમારગીરી (૬ માસ/પુરૂષ) ભક્તિ પાર્ક-૬૮, રેલનગર, મહમદઅલી કરીમભાઈ ચાનીયા (૪૨/પુરૂષ) બગદાદી મંઝીલ, દૂધસાગર રોડ, અતુલભાઈ ભીખુભાઈ દેવગનીયા (૪૫/પુરૂષ) જે-૧૫, નીલકંઠ પાર્ક-૩, રક્ષિત સુરેશભાઈ ભંડેરી (૨૨/પુરૂષ) ઓંમ, ૭/૨ અલ્કા સોસાયટી, ગોસાઈ વિરાજકુમાર કરશનપરી (૩૩/પુરૂષ) ફ્લેટ નં.-૧, શિવમ કોમ્પલેક્ષ, ગુરુપ્રસાદ ચોક, દોશી હોસ્પિટલ રોડ, ભટ્ટ હિતેષ મહિપતરાય (૫૨/પુરૂષ) જય હરસિદ્ધિ બજરંગવાડી, પુનિતનગર મેઈન રોડ, જામનગર રોડ, જયવીરસિંહ ચુડાસમા (૭૫/પુરૂષ) ભક્તિ સદન, ૧૨-જાગૃતિ શ્રમજીવી સોસાયટી, જામનગર રોડ, ભોમેશ્વર મંદિર પાછળ, દિવ્યા ભુવા (૩૧/) શ્રી બિલેશ્વર, કરણ પાર્ક-૨, એસ્ટ્રોન સોસાયટી, વિઠ્ઠલભાઈ ભુવા (૫૯/પુરૂષ) શ્રી બિલેશ્વર, કરણ પાર્ક-૨, એસ્ટ્રોન સોસાયટી, મોહનભાઈ ભુવા (૮૯/પુરૂષ) શ્રી બિલેશ્વર, કરણ પાર્ક-૨, એસ્ટ્રોન સોસાયટી, નિર્મળા દિલીપકુમાર શાહ (૬૦/) એ-૧, ૨૦૧, સદગુરૂ, પુજા એપાર્ટમેન્ટ, પુજારા પ્લોટ-૩, ભરતભાઈ ચંદુભાઈ વિરામગામી (૬૪/પુરૂષ) ૩૦૩, જ્યોતિ પાર્ક-૪, પરસાણાનગર, ઓટીબેન ભુવા (૮૪/ી) શ્રી બિલેશ્વર, કરણ પાર્ક-૨, એસ્ટ્રોન સોસાયટી, સુધીરભાઈ ભુવા (૩૫/પુરૂષ) શ્રી બિલેશ્વર, કરણ પાર્ક-૨, એસ્ટ્રોન સોસાયટી, ચંપાબેન ભુવા (૫૫/) શ્રી બિલેશ્વર, કરણ પાર્ક-૨, એસ્ટ્રોન સોસાયટી, યોગેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા (૪૦/પુરૂષ) બ્લોક નં. બી.-૧૭, ટોપલેન્ડ સોસાયટી, પારીજાત સોસાયટી પાસે, સાધુ વાસવાણી રોડ, અશોકભાઈ કક્કડ (૬૫/પુરૂષ) હેમપ્રભા, રામધામ સોસાયટી-૬, પરીમલ સ્કુલ પાસે, કાલાવાડ રોડ, દીપકભાઈ મનસુખભાઈ સાવલીયા (૪૨/પુરૂષ) શ્રીનાજી કૃપા, બ્લોક નં.-૩૫, પટેલ કોલોની-૧, માયાણી ચોક, મધુબેન મનસુખભાઈ અકબરી (૫૦/) બ્લોક નં.એ-૬૨, આલાપ રોયલ પામ, બાપા સીતારામ ચોક, મવડી, કમલા મનહરલાલ રામાવત (૬૦/) રઘુનંદન, દર્શન પાર્ક-૨, પેરેડાઈઝ હોલ સામે, રૈયા રોડ, હસમુખલાલ નાગરદાસ આડેસરા (૬૦/પુરૂષ) શ્રી લક્ષ્મીનારાયણ કુંજ, વર્ધમાનનગર શેરી નં.-૨, રાજ મંદિર, કેતન ભાણજીભાઈ સગપરીયા (૪૪/પુરૂષ) અંબા આશ્રિત ફ્લેટ નં.-૨૦૨, પંચવટી મેઈન રોડ, પ્રફુલભાઈ જયસુખભાઈ નિમાવત (૫૫/પુરૂષ) અવધ, ત્રિવેણીનગર, મારુતી એપાર્ટમેન્ટ શેરી, બ્લોક નં.-૧૩૧ સામે, ગુરુપ્રસાદ ચોક, વિનોદભાઈ સિધ્ધપુરા (૬૧/પુરૂષ) પિતૃદેવ કૃપા, શ્રધ્ધા સોસાયટી, સૂર્યમુખી હનુમાન શેરી, નહેરુનગર મેઈન રોડ, ડો. નિતીન માનત (૨૭/પુરૂષ) પી.ડી.યુ. મેડિકલ હોસ્ટેલ, એ-વિંગ, દેવરકી નાનકા (૩૨/પુરૂષ) સેન્ટ્રલ જેલ, બટુક વાઘજી (૫૬/પુરૂષ) બેડીનાકા ટાવર, નકલંક મંદિર શેરી, પ્રફુલ જેઠા પરમાર (૫૨/પુરૂષ) શીતલ પાર્ક, શ્યામનગર મેઈન રોડ, સંતોકી ગીરધરભાઈ વેલજીભાઈ (૭૩/પુરૂષ) એ-૩૦૧, શ્યામલ પેરેડાઈઝ, બીગ બજાર પાછળ, આર.એમ.સી. ગાર્ડન સામે, આટકોટયા હિતેષ હરીશભાઈ (૪૦/પુરૂષ) શ્રી રામકૃપા, ૯-માસ્ટર સોસાયટી, ૮૦ ફુટ રોડ, ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે અને છાંટબાર કૃપાલી સુમિત (૩૨/) ફ્લેટ-૬૦૮, બિલ્ડીંગ-એફ, મહર્ષિ દયાનંદ, સરસ્વતી ટાઉનશીપ, રેલનગરવાળા કોરોનાની ઝપટે ચડયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.