Abtak Media Google News

સદીનું સૌથી બિહામણુ હરિકેન ઈરમા કેરેબિયન ટાપુ પર ત્રાટકયું હવે અમેરિકાનો વારો કાઢશે

હરિકેન ઈરમા કેરેબિયન ટાપુ પર ત્રાટકયું હવે અમેરિકાનો વારો છે એટલાન્ટિક મહાસાગરમાં ઉદભવેલું અત્યંત ઘાતક વાવાઝોડું છે. અમેરિકાના ટેકસાસમાં ત્રાટકેલા હરિકેન હાર્વેના પાણી હજુ ઓસર્યા નથી ત્યાં બીજા તોફાનની સંભાવના છે. વાવાઝોડાના પવનની ઝડપ ૨૫૦ કિલોમીટરથી વધુ છે. ભયાનક વાવાઝોડુ ઈરમા ફલોરિડાને રવિવારે ધમરોળશે.

કેરેબિયન ટાપુ સમુહ પર એટલાન્ટિક મહાસાગરમાં ઉદભવેલું વાવાઝોડું (હરિકેન) ઈરમા હવે રવિવારે ફલોરિડાનો વારો કાઢે તેવો ખતરો મંડરાઈ રહ્યો છે. અમેરીકાના ફેડરલ હવામાન ડીપાર્ટમેન્ટ આગાહી કરે છે કે દેશના મહત્વના રાજય ફલોરીડામાં હવે રવિવારે ઈરમા કાળો કેર વર્તાવશે. જોકે ન્યુનતમ નુકસાન કે જાનહાની થાય તેવી અગમચેતી અત્યારથી જ રખાઈ છે.

ફેડરલ હવામાન વિભાગે ઈરમોને ૫ નંબરની કેટેગરીનું ગણાવ્યું છે. જેમાં પવનની ઝડપ ૨૫૦ કિલોમીટર કે તેનાથી વધુ હોય છે. ઓગસ્ટના અંતમાં અમેરીકાના કાંઠે હરિકેન હાર્વે ત્રાટકયું હતું. જોકે આ ૪ નંબરની કેટેગરીનું વાવાઝોડુ હતું તેનાથી વધુ આક્રમક છે. અહીં ખાસ વાત ઉલ્લેખનીય છે કે વાવાઝોડાના નામ અમેરીકન નેશનલ હરિકેન સેન્ટર દ્વારા આપવામાં આવે છે તે મોટાભાગે સ્ત્રીના નામ પરથી જ હોય છે. અગાઉ કેટરીના હેરીકેને પણ અમેરિકાને ધમરોળ્યું હતું. અહીં અવાર-નવાર હરિકેન હાહાકાર મચાવે છે.

ઉલ્લેખનીય છે કે એટલાન્ટીક મહાસાગરમાં દર વર્ષે ઓગસ્ટથી ઓકટોબર વચ્ચે વાવાઝોડાની સીઝન હોય છે. ઈરમાએ સાન જુઆનમાં ૧૦ના જીવ લીધા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.