Abtak Media Google News

બ્રિટનમાં સગીર વયના છોકરા-છોકરીઓ કંઇ રીતે સેક્સ શીખે છે. તેના વિશે ચોંકાવનારો ખુલાસો થયો છે. મિડિયાના અહેવાલ પ્રમાણે બ્રિટનના ટીનેજર સેક્સ પ્રત્યેની જિજ્ઞાસા શાંત પાડવા માટે પોર્ન વેબસાઇટ જોવે છે.

Advertisement

એક સ્કૂલની ૨૪ વર્ષની શિક્ષિકાએ જણાવ્યુ હતું કે તેમના કેટલાક વિદ્યાર્થીઓની ભાષા સાંભળીને તે ચોંકી ગયા હતા. કારણ કે તેઓની ભાષા અત્યંત અશ્ર્લીલ હતી. શિક્ષિકાએ જણાવ્યુ હતું કે, વિદ્યાર્થીઓ સેક્સ અને યૌન સંબંધ અંગે ખૂબ જ નીચલી કક્ષાની ભાષાનો પ્રયોગ કરતા હતા. તેના પરથી એવુ લાગતુ હતુ કે આ વિદ્યાર્થીઓને ખબર નથી કે, સેક્સ માટે વ્યક્તિની સંમતિની સાથે-સાથે પરસ્પર સન્માનની જરુર હોય છે છોકરીઓ પણ આ બાબતે કંઇ શીખતી કે સમજતી નથી કે તેમને માત્ર ભોગવવામાં જ આવે છે.

શિક્ષિકાએ જણાવ્યુ હતું કે એક ૧૪ વર્ષની વિદ્યાર્થીએ તેમને કહ્યુ હતુ તેણે ઓરલ સેક્સ કયું છે. પરંતુ તે છોકરો તેને પ્રમે કરતો નથી. વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે આ સામાન્ય બાબત છે. જેથી તેઓમાં આ પ્રકારની વૃતિ વધી રહી છે.

શિક્ષિકાના મત અનુસાર કોઇ છોકરો તમારી પાસે તમારો ફોટો ન માગે અથવા તો સાથે આવવા માટે ન કહે તો તમે આકર્ષક નથી તેવો અર્થ થાય છે. આવી માન્યતા વિદ્યાર્થીઓમાં પ્રવર્તે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.