Abtak Media Google News

ગુપ્તાનો રસ્તો ભુપેન્દ્રસિંહજીને તારસે કે ડુબાવશે તે ૩૦ તારીખની સુનાવણી બાદ જ કહી શકાશે

ગુજરાતમાં બહુચર્ચિત એવા પોસ્ટલ બેલેટનો વિવાદ વિકરતો હોય તેમ તે બેલેટને ગણતરી કરવી કે કેમ અને સાથે આજ પોસ્ટલ બેલેટની ફરી ગણતરી કરવાની માંગ વ્યાજબી તન હોય એમ ભુપેન્દ્રસિંહ દ્વારા આ અરજી યોગ્ય નથી એમ નનૈયો ભણવામાં આવી રહ્યો છે. ત્યારે આવતી ૩૦ તારીખે થનાર સુનાવણી અરજદાર માટે મહત્વની સાબીત થઇ શકે છે.

Advertisement

ગુજરાતમાં ચુંટણી દરમ્યાન રદ થયેલા મતોને ગણતરીમાં લેવાની વિપક્ષોની અદાલત સમક્ષ થયેલી ગુહારનો હાઇકોર્ટ સરકાર તરફથી રજુ થયેલ જવાબમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આ માંગને અસ્વીકાર ગણાવવામાં આવી છે.

અશ્ર્વિન રાઠોડ દ્વારા રદ કરાયેલ ગણતરીનમાં લેવાની થયેલ માંગના પગલે હાઇકોર્ટ દ્વારા આગામી ૩૦ તારીખે વધુ સુનાવણી હાથ ધરાવતા હોય, આ મામલામાં ધોળકા વિધાનસભાની ચુંટણીમાં રદ થયેલ મતોને ગણતરીમાં લેવામાં આવે તેવી માંગ કરી હતી. આ અરજી કરવાનું કારણ ઓછી બહુમતીથી જીતેલ ભુપેન્દ્રસિંહને ઘ્યાને રાખીને કરવામાં આવી છે.

ધોળકા વિધાનસભા બેઠકમાં બેલેટ પેપરના જે મતો રદ કરવામાં આવ્યા છે. આ રદ થયેલ મતોને પણ સામેલ કરવામાં આવે તો કોંગ્રેસને એવો અંદાજ છે કે જીત તેમની થઇ શકે એમ છે. જેના પગલે આ અરજી કરવામાં આવી છે.

ધોળકા વિધાનસભા બેઠક પર ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ૩૨૭ વોટના માર્જીન સાથે જીતી થઇ હોય આ મામલતે કોંગ્રેસ એકપણ સીટનું નુકશાન  જાય તેવી શકતા હોય આ મામલાને ઢીલાસથી ન લેતા તેના માટે બનતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ન્યાયીક પ્રક્રિયાના નિર્ણય કયગારે આવે અને આ પ્રશ્ન સાથે ભુપેત્દ્રસિંહ ચુડાસમાની તકલીફો કયારે હળવી બને તે આગામી ૩૦ના રોજ થનાર સુનાવણી પરથી ખ્યાલ આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.