Abtak Media Google News

માસિક ધર્મ એક સ્ત્રીની ઓળખ છે તે તેને પૂર્ણ સ્ત્રીત્વ પ્રદાન કરે છે. પરંતુ આપણા સમાજમાં મહિલાને માસિક ધર્મ આવે છે ત્યારે તેને પવિત્ર કાર્યોમાં ધર્મ દરમિયાન સ્ત્રીને અપવિત્ર માનવામાં આવે છે તો બીજી તરફ કામાખ્યા દેવીને સૌથી પવિત્ર હોવાનો દરજ્જો આપવામાં આવે છે.

કામાખ્યાનું મંદિર :

– નીલાંચલ પર્વતની વચ્ચે સ્થિત કામાખ્યા મંદિર ગુવાહાટીથી લગભગ ૮ કિલોમીટરના અંતરે આવેલું છે. આ મંદિર પ્રસિધ્ધ ૮ શક્તિપીઠોમાંથી એક છે. માનવામાં આવે છે કે િ૫તા દ્વારા કરવામાં આવી રહેલા યજ્ઞની અગ્નીમાં કુદીને સતીના આત્મદાહ બાદ જ્યારે મહાદેવ તેમના શબને લઇને તાંડવ કરી રહ્યા હતા ત્યારે ભગવા વિષ્ણુએ શિવના ક્રોધને શાંત કરવા માટે પોતાના સુદર્શન ચક્ર વડે સતીના શબના નાના ટુકડા કરી નાખ્યા હતા આ સમયે જયા સતિનો યોની અને ગર્ભ જઇને ત્યાં આજે કામાખ્યા મંદિર તરીકે ઓળખાય છે.

– ભક્તો તથા સ્થાનિક લોકોનું માનવુ છે કે અમ્બુવાચી પર્વ દરમિયાન કામાખ્યા દેવીના ગર્ભગૃહના દરવાજા આપમેળે બંધ થઇ જાય છે. તેમજ ત્રણ દિવસમાં કામાખ્યા દેવી રજસ્વલા હોય છે. અને તેમની યોનીમાંથી રક્ત પ્રવાહિત થાય છે.

માસિક ચક્ર :

Mandir– કામાખ્યા દેવીને ‘વહેતા લોહીની દેવી’ પણ કહેવામાં આવે છે તેની પાછળનું કારણએ હતુ કે દેવીનું આ એકમાત્ર એવુ સ્વ‚પ હતુ જે મુજબ પ્રતિવર્ષ માસિક ધર્મના ચક્રમાં આવે છે અને દર વર્ષે જુન મહિનામાં કામાખ્યા દેવી રજસ્વલા થાય છે. જેથી આ રક્તને કારણે બ્રહ્મપુત્ર નદીનો રંગ લાલ થઇ જાય છે. આ ઉપરાંત આ દેવીને રજસ્વલા દેવી તરીકે પણ લોકો પૂજે છે.

સામાન્ય સ્ત્રી અને દેવી :

– એક સામાન્ય સ્ત્રી સાાથે માસિક ધર્મ દરમિયાન શા માટે ખરાબ વર્તન કરવામાં આવે છે. તેમજ મહત્વના કાર્યોથી તે સમ દરમિયાન દૂર રખાય છે. જો કામાખ્યા દેવીને શક્તિ સ્વ‚પ માનવામાં આવતુ હોય તો સામાન્ય સ્ત્રીઓને શા માટે નહી?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.