Abtak Media Google News

Table of Contents

અમુક લોકો મનોરંજન, કેમ્પફાયર કે હોમવર્ક પુરૂ કરવા  આખી રાત  જાગે છે:  તબીબી વ્યાવસાયિકો જેવા લોકો વર્ષોથી તેમની નોકરીમાં આખી રાત જાગે છે: આખીરાત જાગવું શરીરના સ્વાસ્થ્ય માટે પણ સારૂ નથી

પરિવારમાં કોઈ દવાખાનામાં ગંભીર હોય ત્યારે  આપણે આખી રાત જાગતા રહ્યા હોય:  મોટાભાગના લોકોને રાત્રીના સાડાત્રણ વાગ્યે એક ઝોલુ આવી જ જતુ હોય

આખી રાત જાગવાના સંસ્મરણો આખી જીંદગી વાગોળીયે છીએ:  યુવા વર્ગને સૌથી વધુ ઉંઘની જરૂર પડતી હોય છે: આજના યુગમાં તો રાત્રીનાં 12 હવે સામાન્ય ગણાવા લાગ્યા છે: શહેરોમાં  મોડીરાત્રી સુધી જાગવાનો  ક્રેઝ વધુ જોવા મળે છે

આજનો દિવસ ‘આખીરાત જાગતા રહેવાનો’ છે ત્યારે  સમગ્ર વિશ્ર્વમાં તેના વિશે ઘણી   વાતો-કાર્યક્રમ જોવા મળી રહ્યા છે. સાવ સામાન્ય બાબત સમજીએ તો દુનિયામાં ચિત્ર-વિચિત્ર દિવસો ઉજવાય છે જેમાં એક  આખી રાત જાગતા રહ્યા હોય તેના સંસ્મરણો વાગોળવાનો  દિવસ પણ ઉજવાય છે. આપણી સંસ્કૃતિમાં જાગરણનું મહત્વ હોય છે.જેમાં મહિલાઓ-છોકરીઓ આખીરાતનું જાગરણકે ઉજાગરો કરે છે. જેની પાછળનો હેતુ પરિવારને મુશ્કેલી પડે ત્યારે તે સ્ત્રી આખી રાત જાગી શકે દુનિયામાં રહેતો દરેક માનવી તેના જીવનમાં એક વાર તો  આખી રાત જાગતો રહ્યો હોય છે. આવા દિવસને તે જીવનભર સંસ્મરણોના રૂપમાંવાગોળે છે.

આજના યુગની લાઈફ સ્ટાઈલમાં  આપણે સૌ હવે   રાત્રીનાં 12 તો સામાન્ય થઈ ગયા છે. બાળથી મોટેરા પણ આજ જીવન શૈલીમાં ઘડાય ગયા છે.  આજનો યુવા વર્ગતો મોડીરાત સુધી જાગવાનો આદી થઈ ગયો છે.  લોકોની જીવનશૈલીને  અનુરૂપ   રાત્રી બઝારો પણ આખી રાત ખુલ્લી રહે છે. પહેલા તો માણસ જમી પરવારીને રાત્રે 9 વાગે  સુઈ જતો હતો પણ આજે રાત ઉજાગરા  સૌને  કોઠે પડી ગયા છે. અમુક લોકો કેમ્પ ફાયર, મનોરંજન કે હોમવર્ક પુરૂ કરવા આખીરાત જાગે છે, તો જુગારના રસીકો  પત્તા રમવામાં આખી રાત તો શું બે રાતના ઉજાગરા પણ કરતાં જોવા મળે છે. તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો વર્ષોથી તેની નોકરીના ભાગરૂપે કે   ઈમરજન્સી વખતે   આખી રાત  જાગે છે.  અમુક લોકોની  નોકરી જ  નાઈટ શિફટ હોવાથી તેને તો રાત-ઉજાગરો ફરજીયાત કરવો પડે છે. શરીરના સ્વાસ્થ્ય માટે આખી રાત જાગવું સારી બાબત નથી, એ વાત સમજવી જોઈએ.

આપણે આપણા જીવનમાં અંગતના સારા નરસા પ્રસંગે કે મોડીરાતે  ઓચિંતુ બહારગામ જવાનું થાય  ત્યારે ફરજીયાત  કે સૌ સાથે ેક મદદની ભાવનાથી  જાગતા જ હોય છે. એક વાત નકકી છે કે ગમે તે માનવી હોય  તેને રાત્રીના સાડા ત્રણ વાગે  એક ઝોલુ  આવી જ  જતુ હોય છે. અને રાત જાગતા હોય ત્યારે આ સમય પછી સવાર પડવામાં કેમ કરીને સમય પસાર થઈ શકતો નથી. ઋતુ  ચક્રોમાં પણ કયારેય  દિવસ લાંબો ને  રાત ટુંકી હોય તો કયારેક દિવસ ટુંકોને રાત લાંબી જોવા મળે છે. આખો દિવસ કામ કરીને શરીરને  પણ આરામની જરૂર હોવાથી પૃથ્વીગ્રહ પર  વસતો દરેક માનવી   રાત્રીનામીઠી  નીંદર  માણતો જ હોય છે. દરેક  માણસે  7 થી  8  કલાક ઉંઘ લેવી જ  પડે છે, જોતેને તંદુરસ્ત  લાઈફ જીવવી હોય તો.

અનિદ્રા ના રોગીઓ પણ એક બે કલાક તો ઉંઘ  ખેંચતા જ હોય છે. આપણે   જીવનમાં  પરિવારમાં કોઈ  ગંભીર માંદગીમાં જોખમી  અવસ્થામાં  દવાખાને   હોય ત્યારે આપણ આખીરાત જાગતા જ હોય છીએ. આજની જીવન શૈલીમાં  મોડીરાત્રી  સુધી જાગવાનો ક્રેઝ  યુવા વર્ગમાં વધુ જોવા મળે છે. પહેલાના લોકો તંદુરસ્ત જીવતા તેનું કારણ  ખોરાક   અને પુરતી ઉંઘ  મહત્વની હતી, જે આજે સાવ બગડી  જવાથી નાની  ઉંમરના લોકોને હાર્ટએટેક આવવા લાગ્યા છે.  રાતની મુસાફરીમાં  પણ આપણે બસ કે  કારમાં ઉંઘ માણતા કે ઝોકા ખાઈ લેતા હોય છે.

દિવસની જેમ ‘રાત’નો પણ વૈભવ નિરાળો હોય છે, કાળાડિબાંગ  વાદળો વચ્ચે   ચમકતા તારલાઓ અને ચંદ્રમાનું અંજવાળુસૌને  ગમતુ હોય છે. અગાસીએ કે ફળીયામાં  ખાટલે સુતા હોય  તેને ખબર હશે  જ કે રાતનો વૈભવ કેવો હોય વહેલી સવારે પક્ષીઓના  અવાજ સાંભળતા જ  નીંદર ઉડી જતી હોય છે. તો રાતે આકાશમાં  નિશાચર પંખીઓનું  ટોળુ પણ   આંખોને  ઠંડક  પ્રસરાવી દે છે.નિરવ શાંતિ સાથે   અંધારામાં  દૂર કયાંક આછો પ્રકાશ   જોવાની પણ એક મઝા છે.  શહેરો  કરતાં ગ્રામ્ય વિસ્તારમાં આવા દ્રશ્યો જોવાની મઝા આવે છે.

વિશ્ર્વભરનાં સેંકડો લોકો આખી રાત  સાથે રહેવા માટે   ‘2-ટેઅપનાઈટ’ની ઉજવણી કરે છે. ખગોળ  વિષયના શોખીનો અને તારા દર્શન કે આકાશી વિજ્ઞાન જાણવા દૂરબીનની મદદથી લોકો  આખી રાત અવકાશ અને તારાઓનો  અભ્યાસ કરતા હોય છે. વિશ્ર્વના ઘણા દેશોમાં સવાર હોયં તો બીજા દેશોમાં રાત હોય જે તે ભાગ સૂર્યની સામે આવે તે મુજબ  હોય છે.

આખીરાત જાગવું  તે  ખ્યાલ નવો નથી, આપણે   સૌ જીવનમાં  તેનો એક-બે-વાર અનુભવ કરી  ચૂકયા જ હોય છે, આજે પણ ઘણા લોકો  વહેલા સુઈને સવારે 3 વાગે  જાગી જતા હોય છે, દિવસમાં   સોમથી શની કામ કરીને રવિવારની રજામાં કે   તેના આગલા દિવસે સૌ મોડે સુધી જાગતા જ હોય છે. રાત્રે કામ કરવાથી ઉંઘમાં વિક્ષેપ, સ્થૂળતા, ડિપ્રેશન કે કાર્ડિયાવેસ્કયુલર જેવી સમસ્યા ઉભી  થાય છે. આજે  પણ દુનિયામાં  એવા ઘણા માણસો છે જે રાત્રીના પણ કાળી મજુરી   કરીને પરિવારનું પેટ ભરે છે. આપણે જેવા સુઈ જઈએ એટલે શબ્દો પણ સુઈ જાય છે, રાતે સપનાઓ આવે અને જુદા જુદા  વિચારોની  વણઝારો જ ચાલુ રહે છે.

જાગતા રહેવું કે જાગૃત રહેવું !

ઓશો રજનીશે જાગરણની વાત કરી છે તો આપણે સૌ સાવચેતી માટે પણ જાગૃત રહેતા હોય છીએ. જાગતા રહેવું કે જાગૃત રહેવું તે બંને જુદી  વાત છે.  ખુલ્લી આંખે પણ માણસ ઉંઘ માણતો હોય છે, મોટાભાગના  રાત્રીનાં અકસ્માતો  રાત્રીના સાડાત્રણથી સાડા પાંચના ગાળામાં થવાનું કારણ જાગૃત અવસ્થામાં જ  એક ઝોકુ  તેનું મુખ્ય કારણ હોય છે.શેરીની ચોકી કરતો  ચોકીદાર  જાગતા રહેજોની બુમ પાડતો જોવા મળે છે. ખરેખર તો તેને રાખ્યો છે.આપણી સાવચેતી  માયે, જાગવાનીતો તેને જરૂર છે.  ડે નાઈટ દવાખાના અને મેડીકલ સ્ટોર ખુલ્લા રહેતા હોવાથી આપણને નિરાંત છે. એ  વ્યવસાયકાર પણ રાત્રે એક બે ઝોકા ખાઈ જ લેતો હોય છે. આજે તો લોકો મોબાઈલ સાથે રમતા-રમતા આખી રાત પસાર કરે છે.

“રાત ને કયાં  કયાં ખ્વાબ દિખાયે, રંગ ભરે સો જાલ બિછાયે, આંખે ખુલી તો સપને તુટે, રહ ગયે ગમ કે સાયે”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.