તબીબી વિજ્ઞાનમાં ખૂબ પ્રગતિ થઇ છે, છતાં ઘણા રોગો માટે કોઇ ઇલાજ જ નથી. શરીરમાં થતી કુદરતી દુરસ્તી સામાન્ય રીતે આપણા શરીરમાં દરરોજ હજારો-લાખો કોષો નષ્ટ થાય છે અને એટલા જ નવા સર્જાય છે. દા.ત. હાથની કે પગની આંગળીમાં બ્લેડ દ્વારા ચીરો પડે તો લોહી નીકળે અને ધીરે ધીરે તે ઘા પુરાઇ જાય છે. પણ જો ઘા મોટો હોય અથવા તો કોઇ અગત્યના અવયવોના ઘણા કોષો કોઇ કારણસર મોટા પ્રમાણમાં નષ્ટ થયા હોય તો નવા કોષોનું સર્જન જોઇતા પ્રમાણમાં ના પણ થાય. આજ કારણે આવી ઇજા અથવા રોગોનો અકસીર અને કાયમી ઇલાજ થઇ શકતો નથી.

સ્ટેમ સેલ થેરપીનો આ પાયાનો સિદ્ધાંત છે, એટલે કે નષ્ટ અથવા નિષ્ક્રિય થયેલા કોષોના બદલે સક્રિય સ્ટેમ સેલની મદદથી નવા કોષો બનાવવા. ઘણા એવા રોગો છે કે જેમાં દવા કે ઓપરેશનથી કોઇ ફેર પડતો નથી. આવી સ્થિતિમાં દર્દીની સારવાર માટે ‘સ્ટેમ સેલ’ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. માનવ શરીરમાં અનેક જાતના કોષો હોય છે, જેના દ્વારા ઇલાજ કરી દર્દીને રોગમુકત કરાય છે. શક્ય હોય તો દર્દીના પોતાના અથવા અન્ય વ્યક્તિના શરીરમાંથી સ્ટેમ સેલ લેવામાં આવે છે.  અત્યારે કેન્સર જેવી બીમારી ને નિવારવા માટે હાલ સ્ટેમસેલ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં અન્ય થેરાપી માટે પણ અત્યારે સંશોધનો ચાલી રહ્યા છે જેમાં ઓર્ગન રીજનરેશન સહિત અનેક ભાષાઓ ઉપર હાલ રિસર્ચ ચાલે છે અને આમાં જો સંશોધકોને સફળતા મળે તો મેડિકલ ક્ષેત્રે ક્રાંતિ પણ સર્જાશે. ત્યારે સ્ટેમ સેલના માત્ર એક જ પ્રકાર છે પરંતુ આ કોષમાંથી અનેકવિધ કોષનું નિર્માણ કરવામાં આવે છે. તેમ સેલ એક નહીં અનેક જટિલ બીમારીઓને નિવારવા માટે અત્યંત ઉપયોગી પણ છે.

સ્ટેમ સેલ મેળવવાની અલગ-અલગ પદ્ધતિ

જોઇતા પ્રમાણ કરતાં ઓછા કોષો નષ્ટ થાય અને વધારે કોષો સર્જાય તો કેન્સર જેવી બીમારી થાય. સ્ટેમ સેલ જે જગ્યાથી મળે છે, તેના પર આધારિત અલગ અલગ ઇલાજ પદ્ધતિઓ હોય છે.

  • ઓટોલોગસ સ્ટેમ સેલ થેરપી દર્દીના શરીરમાંથી જ સ્ટેમ સેલ કાઢવામાં આવે છે અને ઇલાજ માટે વપરાય છે. આમાં મુખ્ય ફાયદો એ છે કે આ પદ્ધતિના અંતે આડઅસર થવાની શક્યતા રહેતી નથી. એટલે આ સુરક્ષાભરી પદ્ધતિ છે.
  • એલોજેનિક સ્ટેમ સેલ થેરપી આમાં બીજી વ્યક્તિના શરીરમાંથી સ્ટેમ સેલ લેવામાં આવે છે. જ્યારે જન્મજાત ખોડખાંપણના કારણે દર્દીના સ્ટેમ સેલમાં પણ ખામી હોય ત્યારે તેના પોતાના સ્ટેમ સેલ વપરાય નહીં, એટલે બીજી વ્યક્તિના સ્ટેમ સેલ વાપરવા પડે છે.

સ્ટેમ સેલ એટલું શું?

સેલ એટલે કોષ. માનવ શરીરમાં અનેક અલગ અલગ જાતના કોષો હોય છે. આ કોષો લંબાઇ પહોળાઇમાં 1 થી 10 માઇક્રોન (1000 માઇક્રોન=1 મિલીમીટર) જેટલા મોટા હોય છે. એક્સરખા કોષો એકબીજા સાથે જોડાઇ પેશીજાળ બને અને પેશીજાળથી અવયવો બને. શરીરમાં જરૂર પડે ત્યારે નવા કોષોનું સર્જન શરૂ થાય છે અને જરૂર પૂરી થાય ત્યારે નવા કોષોનું સર્જન બંધ થઇ જાય છે. આ પદ્ધતિ દ્વારા શરીરની વૃદ્ધિ અને સાચવણી થાય છે. જો આ ક્રિયામાં કોઇ ગરબડ થાય તો બીમારી સર્જાય. કોષોનો નાશ થવો અને નવા કોષોના સર્જનની બાદબાકીમાં જો જોઇતા પ્રમાણ કરતાં વધારે કોષો નષ્ટ થાય તો શરીર ઘસાતું જાય અને બીમારી દ્વારા નષ્ટ થાય.

શું છે સ્ટેમસેલ બેન્ક ?

સ્ટેમ સેલ બેંકિંગમાં તમારા બાળકની નાળની કોર્ડ સ્ટેમ કોશિકાઓ એકઠી કરવી અને ક્રાયોજેનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેમને ફ્રીઝ કરવાનો સમાવેશ કરે છે.  આ કોષોમાં 4,5 જેવા જીવલેણ રોગોની સારવાર કરવાની ક્ષમતા છે, જેમાં

  • બોનમેરોની બીમારી જેમાં ટ્રાન્સપ્લાન્ટની જરૂર હોય છે
  • લિમ્ફોમા અથવા લ્યુકેમિયા જેવા કેન્સર
  • સિકલ સેલ રોગ
  • રોગપ્રતિકારક તંત્રની વિકૃતિઓ

સ્ટેમ સેલ બેન્કિંગ પસંદ કરીને, તમે તમારા બાળક અને પરિવારને જીવલેણ રોગોથી બચાવવા માટે જૈવિક ખાતરી મેળવી શકો છો, જો ક્યારેય જરૂર ઊભી થાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.