Abtak Media Google News
  • વોર્ડ નં. 3, 4 અને 7, 16, 17માં બેઠકમાં “અબ કી બાર 400 પાર” વિજયલક્ષી સંકલ્પને સાકાર કરવા આહવાન
  • ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, ભાજપ પ્રમુખ મુકેશ દોશી, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ઉદય કાનગડએ મોદી સરકારની દશ વર્ષની વણથંભી વિકાસ યાત્રાની સિઘ્ધીઓ વર્ણવી

લોક્સભા ચૂંટણીના પડઘમ વાગી ગયા છેઅને  ભાજપ ધ્વારા જોરશોરથી પ્રચાર-પ્રસાર કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે પ્રદેશ ભાજપની યોજનાનુસાર ગુજરાતમાં ભાજપ ધ્વારા ચાર હજારથી વધુ મોદી પિરવાર સભાનું આયોજન કરવામાં આવ્યું  છે. જેમાં 10 થી 1ર બુથદીઠ એક સભા યોજવાનુ આયોજન હોય રાજયના પ0 હજારથી વધુ બુથમાં મોદી પિરવાર સભા યોજાશે. આ મોદી પિરવાર સભામાં ભાજપ આગેવાનો ધ્વારા મોદી સરકારની અને ગુજરાત સરકારની સિધ્ધીઓ વર્ણવી જનતા સુધી પહોંચાડાઈ અને કમળ ને ચૂંટી કાઢવા અપિલ કરાઈ રહી છે.

ત્યારે રાજકોટ શહેર ભાજપ ધ્વારા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી ડો. માધવ દવે, અશ્ર્વીન મોલીયા, વિરેન્દ્રસિહં ઝાલાના માર્ગદર્શન હેઠળ પ્રચાર-પ્રસાર કાર્ય વેગવંતુ બનાવવામાં આવ્યું છે ત્યારેરાજકોટ મહાનગર ખાતે તા. 8 એપ્રિલ થી તા.16 એપ્રિલ સુધી 8પ થી વધુ મોદી પિરવાર સભાનું આયોજન કરવામાં આવેલ છે. તે અંતર્ગત  રાજકોટ મહાનગરમાં  વિધાનસભા વાઈઝ મોદી પિરવાર સભાનો વિવિધ વોર્ડમાં જોર-શોરથી પ્રારંભ કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે ઉપસ્થિત ભાજપ અગ્રણીઓ ધ્વારા  ભારતીય જનતા પાર્ટી ધ્વારા રાજકોટ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાને  જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટે અપિલ કરવામાં આવી હતી.

આ તકે વિધાનસભા-68 માં વોર્ડ 3-4 અને વોર્ડ 16 માં મોદી પરિવાર સભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં વોર્ડ-3 માં પોપટપરા, રામ મંદિર પાસે, વોર્ડ નં.4 માં ભગવતીપરા, સુખસાગર હોલ પાસે અને વોર્ડ-16 માં કેદારનાથ સોસાયટી 80 ફુટ રોડ તેમજ આ તકે વિધાનસભા-70માં વોર્ડ-7 અને વોર્ડ-17માં મોદી પિરવાર સભાનું આયોજન કરવામાં આવેલ. જેમાં વોર્ડ-7 માં રામનાથપરા ગરૂડ ગરબી ચોક ખાતે, વોર્ડ-17માં કેશવ વિદ્યાલય, હરીભાઈ ઘવા માર્ગ, કોઠારીયા રોડ  અને આનંદનગર, જનતા પાર્ક  પાસે હોલ પાસે મોદી પિરવાર સભા યોજાઈ હતી.

આ તકે  વિધાનસભા-3, 4  અને 16માં વિવિધ વોર્ડમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, મેયર નયનાબેન પેઢડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વીન મોલીયા, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડએ સંબોધતા જણાવેલ કેભાજપ સરકારની નિતી, નિયત અને નેતૃત્વ પ્રમાણિક છે. નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશીભર્યા અને મજબૂત નેતૃત્વને કારણે દેશ હકારાત્મક અને યોગ્ય દિશામાં આગળ વધી રહયો છે. મોદી સરકારની 10 વર્ષની સિધ્ધીઓ વર્ણવી, સી.એ.એ. થી માંડીને કલમ-370 નાબૂદી સહિતના મોદીના મહત્વના નિર્ણયો જેમાં નોટબંધી ,કાશ્મીરમાં અનુચ્છેદ 370ની નાબૂદી, મેક ઈન ઈન્ડિયા : ડિજિટલ ઈન્ડિયા, વડાપ્રધાન ઉજજવલા યોજના , સર્જિકલ સ્ટ્રાઈક , તીન તલાકથી છુટકારો, વિશ્ર્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત , એરસ્ટ્રાઈક , સીએએ નો અમલ , ગરીબોને આરોગ્ય સેવા, આયુષ્યમાન ભારત સહિત કેન્દ્ર અને રાજય સરકારની અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી પુરી પાડી, મોદી પિરવાર સભામાં જનતા જનાર્દનના પ્રચંડ જનસમર્થન સાથે વિજય પ્રાપ્ત કરવા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અબ કી બાર- 400 પાર ના વિજયલક્ષી સંકલ્પને સાકાર કરી રાજકોટ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતભાઈ રૂપાલાને જંગી લીડથી જીતાડી દેશના પ્રધાનસેવક નરેન્દ્રભાઈ મોદીના હાથ વધુ મજબૂત બનાવવા  આહવાન ર્ક્યૂ હતું .

તેમજ  વિધાનસભા-7 અને 17માં વિવિધ વોર્ડમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય જીતુભાઈ મહેતા, સુરેન્દ્રસિંહ વાળા, પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ભાજપ અગ્રણી દિનેશભાઈ ચોવટીયા તેમજ અનુપમભાઈ દોશીએ સંબોધતા જણાવેલ કે આજે સમગ્ર દેશને ભાજપના સુશાસનમાં અડગ વિશ્ર્વાસ છે. ભાજપ સરકારની નિતી, નિયત અને નેતૃત્વ પ્રમાણિક છે. નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશીભર્યા અને મજબૂત નેતૃત્વને કારણે દેશ હકારાત્મક અને યોગ્ય દિશામાં આગળ વધી રહયો છે.

મોદી સરકારની 10 વર્ષની સિધ્ધીઓ વર્ણવી, સી.એ.એ. થી માંડીને કલમ-370 નાબૂદી સહિતના મોદીના મહત્વના નિર્ણયો જેમાં નોટબંધી ,કાશ્મીરમાં અનુચ્છેદ 370ની નાબૂદી, મેક ઈન ઈન્ડિયા : ડિજિટલ ઈન્ડિયા, વડાપ્રધાન ઉજજવલા યોજના , સર્જિકલ સ્ટ્રાઈક , તીન તલાકથી છુટકારો, વિશ્ર્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત , એરસ્ટ્રાઈક , સીએએ નો અમલ , ગરીબોને આરોગ્ય સેવા, આયુષ્યમાન ભારત સહિત કેન્દ્ર અને રાજય સરકારની અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓની માહિતી પુરી પાડી,  રાજકોટ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતભાઈ રૂપાલાને જંગી લીડથી જીતાડી દેશના પ્રધાનસેવક નરેન્દ્રભાઈ મોદીના હાથ વધુ મજબૂત બનાવવા અપિલ કરી હતી.

આ તકે મોદી પિરવાર સભાના લોક્સભા બેઠકના સંયોજક અશ્ર્વીન પાંભર, સહ સંયોજક પુષ્કર પટેલ, માર્ગદર્શન હેઠળ વિધાનસભા-70નાસંયોજક કેતન પટેલ, સહ સંયોજક સુરેન્દ્રસિંહ વાળા તેમજ વિવિધ વોર્ડમાં વોર્ડસંગઠનએ  મોદી પિરવાર સભાની વ્યવસ્થા સંભાળી હતી. આ તકે કોર્પોરેટર દેવાંગ માંકડ, નેહલ શુકલ, વર્ષાબેન પાંધી, જયશ્રીબેન ચાવડા, વોર્ડપ્રભારી શૈલેષ હાપલીયા, વોર્ડપ્રમુખ કૌશિક ચાવડા, મહામંત્રી વિશાલ માંડલીયા, દિપક પરમાર, વોર્ડપ્રભારી જયંતીભાઈ નોંધણવદરા તેમજ ચંદુભાઈ ગરનારા, ધ્રુવભાઈ કાકડીયા, રસીલાબેન પાંભર, હસમુખભા વૈશ્ર્ણવ,વિનુભાઈ સોલંકી, ઈલાબેન સરવૈયા, શુભમભાઈ લાડવા, ચિતંનભાઈ ભાલાળા, હાર્દીકભાઈ બેલાણી, ડો. રીંકલબેન મેઘાણી, વિધાનસભા-70 ના વિસ્તારક, વોર્ડ સંગઠન, શિક્ષણ સમિતિના સદસ્યો, શહેર-વોર્ડના સંગઠના હોદેદારો, વોર્ડના બુથવાલી, બુથ ઈન્ચાર્જ, સહઈન્ચાર્જ, શક્તિકેન્દ્રના સંયોજક, પ્રભારી સહિત તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

તેમજ વિવિધ વોર્ડમાં વિશાળ સંખ્યામાં પ્રજાજનો અને સામાજિક શ્રેષ્ઠીઓ અને વિવિધ સંસ્થાના આગેવાનો  ઉમટી પડયા હતા. અને રાજકોટ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાને વ્યાપક જનસમર્થન મળેલ હતું.

વિધાનસભા-69ના મધ્યસ્થ કાર્યાલયનું કાલે ઉદ્ધાટન

રાજકોટ મહાનગર ધ્વારા આગામી લોક્સભાની ચૂંટણીમાં રાજકોટ-10 લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલા પાંચ લાખથી વધુ લીડથી વિજેતા બને તે માટે ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસાર,સાહિત્ય વિતરણ સહિતની કામગીરી વોર્ડ થી લઈ બુથ સુધી પાર્ટીના સંનિષ્ઠ કાર્યર્ક્તાઓના પિરશ્રમ થકી સજજડ માઈક્રોપ્લાનીંગથી કરવામાં આવે છે. ત્યારે શહેરની ચારેય વિધાનસભા મત વિસ્તારમાં સધન ચૂંટણીલક્ષી કામગીરી અને સંગઠનને વધુ સુદૃઢ કરી પ્રચાર-પ્રસાર કાર્ય અને લોક્સંપર્કને વધુ વેગવંતો બનાવવા  વિધાનસભા વાઇઝ કાર્યાલય કાર્યરત કરવામાં આવનાર હોય તે અંતર્ગત વિધાનસભા-69ના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના અધ્યક્ષસ્થાને અને રાજકોટ લોક્સભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોતમભાઈ રૂપાલાની  ઉપસ્થિતિમાં તા.11-4ને ગુરૂવાર સાંજે 6:1પ કલાકે શહેરના 1પ0 ફુટ રીંગ રોડ સ્થિત અમૃતસાગર પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવશે. આ કાર્યાલય ઉદઘાટન પ્રસંગે પ્રદેશ ભાજપના વિરષ્ઠ અગ્રણીઓ  અને વિધાનસભા-69ના ધારાસભ્ય ડો. દર્શીતાબેન શાહ સહીતના આગેવાનો માર્ગદર્શન આપશે. તેમજ આ પ્રસંગે વિધાનસભા-69ના પાર્ટીના તમામ આગેવાનો, તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ, વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ, વિવિધ સંસ્થાઓના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.