Abtak Media Google News
  • હથિયાર પરવાનો એક હોય તેવી વ્યક્તિઓ બે હથિયાર લઇ શકે: હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

  • જામનગરના વેપારીની ચોરાયેલા હથિયાર પોલીસે ગુનો ન નોંધતા અનિશ ઇબ્રાહીમ દ્વારા અપાતી ધમકીના કારણે બીજા લાયસન્સ વિના જ હથિયાર ખરીદ કરી શકે

કમ્મરે ફટાકડી લટકાવવાનો શોખના કારણે અને સ્વરક્ષણ માટે હથિયાર પરવાનો મેળવવા પડાપડી થતી હોય છે ત્યારે એક જ લાયસન્સ પર કેટલા હથિયાર ખરીદ શકાય તે અંગે હાઇકોર્ટમાં થયેલી અરજીની સુનાવણીમાં જીવનું જોખમ હોય તેવી વ્યક્તિ એક જ પરવાના પર બે હથિયાર રાખી શકે તેવો મહત્વનો ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરાયો છે.

જામનગરના અસરફ ખત્રી નામના વેપારીને 2017માં માફિયા ડોન દાઉદ ઇબ્રાહીમના ભાઇ અનિશ ઇબ્રાહીમ દ્વારા ધમકી આપવામાં આવી હોવાથી તેને જિલ્લા કલેકટર દ્વારા હથિયારનું લાયસન્સ આપવામાં આવ્યું હતું. પરંતુ તેઓ 2018માં અમદાવાદથી જામનગર જઇ રહ્યા હતા તે દરમિયાન તેમનું હથિયાર ખોવાયું હતું.

અસરફ ખત્રીને અન્ડર વર્લ્ડ ડોન અનિશ ઇબ્રાહીમ દ્વારા ધમકી આપવામાં આવી હતી તેની પાસે હથિયાર પરવાનો હતો પરંતુ હથિયાર ન હોવાથી બીજુ હથિયાર ખરીદ કરવા માટે કાયદાકીય જરૂરી પ્રક્રિયા મુજબ તેને પોલીસમાં એફઆઇઆર દાખલ કરાવવા પ્રયાસ કર્યા હતા. પરંતુ અશરફ ખત્રી પોતાનું હથિયાર સાચવવામાં સક્ષમ ન હોવાથી તેને બીજુ હથિયાર ખરીદ કરવાની જિલ્લા કલેકટર દ્વારા મંજુરી આપવામાં આવી ન હતી.

આથી અશરફ ખત્રીએ હાઇકોર્ટમાં પોતાના જીવનું જોખમ છે. તેને અંડર વર્લ્ડના માફિયા દ્વારા ધમકી આપવામાં આવી છે પોતાની પાસે હથિયાર પરવાનો પણ છે. પરંતુ બીજુ હથિયાર ખરીદ કરવાની જિલ્લા કલેકટર દ્વારા મંજુરી આપવામાં ન આવતા હાઇકોર્ટ દ્વારા આર્મ્સ એકટની કલમ 3(2)ની જોગવાયમાં એક જ લાયસન્સ હોવા છતાં બે હથિયાર મેળવવા હક્કદાર હોવાનું ઠેરવી બીજુ હથિયાર મેળવવાની મંજુરી આપવામાં આવી હતી.

અશરફ ખત્રીને એક જ લાયસન્સ પર બે હથિયાર રાખી શકવાની કાયદાકીય જોગવાય તંત્ર દ્વારા બતાવવામાં આવી ન હોવાનું પણ હાઇકોર્ટ દ્વારા ટાકવામાં આવ્યું છે. બીજુ હથિયાર ખરીદ કરવા માટે બીજા લાયસન્સની જરૂર નથી તે લાયસન્સ પર જ બીજુ હથિયાર ખરીદ કરી શકે છે તે અંગે હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે. 2025 સુધી રિન્યુ થયેલા હથિયાર પરવાનો હોવા છતાં ચાર વર્ષથી હથિયાર ખરીદ કરવાથી વંચિત રહેલા અશરફ અત્રીને હાઇકોર્ટ દ્વારા રાહત આપતો ચુકાદો જાહેર કરાયો છે.

હથિયાર પરવાનો કોને મળે?

હથિયારનો પરવાનો મેળવવા માટે તંત્ર દ્વારા કેટલાક નિતિ નિયમ બનાવવામાં આવ્યા છે. તેમજ પરવાનો ધરાવતી વ્યક્તિઓ માટે પણ કેટલાક પ્રતિબંધીત નિયમો લાગુ કરવામાં આવ્યો છે. જેનો અમલ કરાવવો ખરેખર બહુ જરૂરી છે. જેઓના જીવનુ જોખમ હોય, મોટી રકમની હેરાફેરીનો વ્યવસાય હોય, રાત્રી દરમિયાન પણ પેટ્રોલ પંપ ચાલુ રહેતો હોય અને ખેડુત ખાતેદારને હથિયારનો પરવાનો આપવામાં આવે છે અને સાથે સાથે કેટલીક શરત પણ લગાવવામાં આવે છે. જેવી કે પોતાની પાસે હથિયાર છે. તેનું જાહેરમાં પ્રદર્શન કરી શકાતું નથી, હથિયાર બાળકો, વૃધ્ધ અને મહિલાઓમાં ભય પેદા ન થાય તેની તકેદારી રાખવી તેમજ પોતાનું હથિયાર અન્ય વ્યક્તિને જોવા માટે પણ આપી શકાતુ નથી અને હથિયાર સાથેના ફોટા વાયરલ કરવા પર પ્રતિબંધ હોય છે.

હથિયાર કેવા સંજોગોમાં જપ્ત થાય અને ખાલસા થાય?

હથિયાર પરવાનો મેળનાર વ્યક્તિનું અવસાન થાય ત્યારે તે હથિયારનું લાયસન્સ મૃતકના વારસદાર દ્વારા ટ્રાન્સફરની કાર્યવાહી કરવી પડે છે આ કાર્યવાહી દરમિયાન હથિયાર પોલીસમાં જમા કરાવવું ફરજીયાત છે. આવા સંજોગોમાં લાયસન્સ વારસદારના નામે ટ્રાન્સફર ન થયા ત્યારે સરકાર દ્વારા હથિયાર ખાલસા કરી શકે છે. હથિયાર ધરાવતી વ્યક્તિ લાંબા સમય માટે વિદેશ જાય ત્યારે પોતાનું હથિયાર પોલીસમાં જમા કરાવવું આર્મ્સ એકટની જોગવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.