Abtak Media Google News

રેશમપટ્ટો, ડબલ રેશમ, ઘોલર અને કાશ્મીરી મરચું થયું મોઘું: જીરૂ થયું સસ્તું

ઉનાળાનો પ્રારંભ થતા ની સાથે જ ગૃહિણીને આખા વર્ષના ભરવાલાયક મસાલા તૈયાર કરવાની ચિંતા ન વિષય બની જતું હોય છે કહેવાય છે કે ભારતીય મસાલા પોતાના અનોખા સ્વાદ અને બેમિસાલ ખુશ્બુ માટે દુનિયાભરમાં મશહૂર છે.  મસાલાને કારણે જ ભારતીય વ્યંજનની દુનિયાભરમાં અનોખી ઓળખ છે.  ભોજન બનાવતી વખતે જ્યારે મસાલાની સુગંધ ઊડે છે ત્યારે ભૂખ આપોઆપ લાગે છે.એ કહેવું અયોગ્ય નહીં હોય કે મસાલા વગર કોઈ વ્યંજનની કલ્પના નહીં કરી શકીયે. કોઈ પણ મસાલા ડિશને લિજ્જતદાર બનાવી દે છે, પણ બજારોમાં મસાલાની કિંમતો ખાસ કંઈ વધારો થયો નથી.

Whatsapp Image 2024 03 22 At 11.24.00 Am

હળદર, ધાણા , મરચું, રાય વરિયાળી દરેક વસ્તુની  કિંમતો વધી છે. ગૃહિણીઓ માટે વઘાર કરવો  મોંઘો બન્યો છે.વર્ષે સૌથી સસ્તું ગણાતું દેશી મરચું રૂ. 180 જેટલી ઊંચી કિંમતે વેચાઇ રહ્યું છે. જે ગયા વર્ષે રૂ. 140થી 160માં મળી રહેતું હતું. એવી રીતે રેસમપટ્ટી, ડબલ રેસમ, ઘોલર અને કાશ્મીરી મરચું પણ મોઘું થયું છે. વિસનગરી હળદર પણ રૂ. 180ના ભાવે વેચાય છે જે ગઇ સિઝનમાં રૂ. 160 પ્રતિ કિલો હતી. તે ઉપરાંત રાજાપુરી અને સેલમ હળદરમાં પણ ભાવ વધારો ઝીંકાયો છે. જ્યારે ગયા વર્ષે 190 રૂપિયા કિલોના ભાવે વેચાયેલું ધાણાજીરું હાલ રૂ. 240 સુધી વેચાય છે. ઠેરઠેર શામિયાણા બાંધીને મસાલાનો ધંધો કરતા વેપારીઓ જોડેથી આખા મરચાં, હળદર અને ધાણાજીરું લઇને તેને દળાવવા પડે છે. જેના માટે અલગથી પ્રતિ કિલો 20 ચૂકવવા પડે છે. કમોસમી વરસાદને કારણે પાકને તો નુકસાન થયું જ સાથે તેની ગુણવત્તાને પણ થયું. તેને કારણે મરચાંના ભાવો લગભગ ડબલ થઈ ગયા.

Whatsapp Image 2024 03 27 At 18.11.18 Dc930A42

દરેક સારી ક્વોલિટીના મસાલાના ભાવ વધ્યા છે: ગૃહિણી

શ્રીરામ મસાલા માર્કેટમાં   મસાલાની ખરીદી કરતા ઉષાબેન ને જણાવ્યું હતું  કે, હું 3000ની ગણતરી કરીને મસાલાની ખરીદી માટે આવી હતી. પરંતુ સારું અને સસ્તું હવે કંઇ મળતું નથી દરેક સારી ક્વોલિટીના મસાલાના ભાવ વધ્યા છે. તેથી મારું બજેટ વધ્યું છે.મસાલા દળવાના પ્રતિ કિલો 20 થાય છે તેમજ મરચા તોડવા માટેના કિલોએ રૂ 30 થાય છે.

Whatsapp Image 2024 03 22 At 11.24.02 Am 1

અન્ય મસાલાઓમાં મરચાંના ભાવોમાં આગ ઝરતી તેજી: શ્રીરામ મસાલા માર્કેટના વેપારી

અબતક સાથે શ્રી રામ મસાલા માર્કેટના વેપારીએ વાતચીત માં જણાવ્યું હતુ કે મસાલામાં સૌથી વધુ મોંઘું થયું હોય તો તે મરચું જ્યારે અન્ય મસાલાઓમાં મરચાંના ભાવોમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે.તીખું મરચું ગત સાલ જે 180-210 રૂપિયા પ્રતિ કિલો હતું તે આ વર્ષે વધીને લગભગ ડબલ એટલે કે 240-260 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયું છે. કાશ્મીરી મરચાંના ભાવ  500-600 રૂપિયા પ્રતિ કિલો   તેમજ મરચાનો 400 થી 600 સુધી છે.જીરુંનો ભાવ બજારમાં 200થી 300 રૂપિયા પ્રતિ કિલો સુધી  છે. જોકે આ વખતે ધાણાંનો પાક સારો છે અને તેના ભાવ ગત વર્ષ કરતા થોડા ઘટ્યા છે. ધાણાના ભાવ જે ગત વર્ષે 100-180 હતા આ વર્ષે ધાણા ના ભાવ 150 સુધી જોવા મળી રહ્યો છે.જોકે રાઈની કિંમત પર બહુ ખાસ વધારો થયો નથી.માર્કેટમાં રાઈનો ભાવ પ્રતિ કિલો 55થી 70 રૂપિયા છે. ગત વર્ષ કરતા રાઈના ભાવમાં બહુ ઝાઝો વધારો થયો નથી.જોકે જીરુંમાં જે સટ્ટાકિય સ્થિતિને કારણે ભયંકર સ્થિતિ બની છે  જીરુનું ઉત્પાદન વધતા આ વર્ષે જીરાના ભાવ નીચે ગયો છે સૌથી વધુ મસાલાના ભાવો વધ્યા હોય તો તે મરચાંના છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.