Abtak Media Google News

શહેરના અગ્રગણ્ય પ્રબુધ્ધ નાગરીકો, ઉદ્યોગકારો તેમજ ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ સહિતના ઉપસ્થિત રહેશે

પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ઉત્કૃષ્ટ સેવા મેડલ પ્રાપ્ત થતા ખાસ અભિવાદન કરાશે

ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા શનિવારના રોજ સાંજના 6:30 વાગ્યે સિઝન હોટલ , અવધ રોડ , રાજકોટ શહેરના વિકાસ દ્વારા સને 2035 ના વર્ષ સુધીમાં રાજકોટ કેટલુ વિકસીત થશે તે અંગે રાજકોટ શહેરના અગ્રગણ્ય પ્રબુધ્ધ નાગરીકો , ઉદ્યોગકારો અને લાગતા વળગતા ઉચ્ચ અધિકારીઓ તેમજ લોકપ્રતિનિધિઓ , લોકસભાના સભ્ય મોહનભાઇ કુંડારીયા , સાંસદસભ્ય રામભાઇ મોકરીયા તેમજ ગુજરાત રાજયના કુંવરજીભાઇ બાવળીયા તથા ભાનુબેન બાબરીયા,  પ્રદીપડવ રા.મ્યુ.કો તથા રાજકોટ જિલ્લાના જુદા જુદા મતવિસ્તારના ધારાસભ્યઓ રમેશભાઇ ટીલાળા , ે ઉદયભાઇ કાનગડ ,ડો . દર્શીતાબેન શાહ ,  જયેશભાઇ રાદડીયા ,  પ્રકાશભાઇ વરમોરા , મહેન્દ્રભાઇ પાડલીયા વગેરે હાજર રહેશે.

Advertisement

તેમજ રાજકોટના વિકાસના પાયામાં કાર્યરત અધિકારઓ  પ્રભવ જોશી- કલેકટર ,  રાજુ ભાર્ગવ કમીશ્નર રાજકોટ શહેર પોલીસ ,  આનંદ પટેલ- મ્યુ . કમીશ્નર અશોક યાદવ રાજકોટ રેન્જ જયપાલસિંહ રાઠોડ એસ.પી. રાજકોટ રૂરલ ડિવીઝન  એ.કે. જૈન  ડિવીઝનલ રેલવે મેનેજર ,  દિગંત બોહરા- ડાયરેકટર એરપોર્ટ એવીએશન રાજકોટ , ચીફ કમીશ્નર ઓફ ઇન્કમટેક્ષ. મદનમોહન  કમીશ્નર   રીધ્ધેશ રાવલ જોઇન્ટ કમીશ્નર  વગેરે ઉચ્ચ અધિકારીઓ ચર્ચામાં સક્રીય ભાગ લેવા હાજર રહેનાર છે.

આ તકે ગ્રેટર રાજકોટ ચેમ્બરની પ્રણાલીકા મુજબ રાજકોટ શહેરને સેવા આપનાર અધિકારીઓને જયારે ઉચ્ચ સ્તરેથી એવોર્ડ પ્રાપ્ત થતા હોય છે ત્યારે તેઓનું અભિવાદન કરી પ્રોત્સાહીત કરવાની રીત મુજબ રાજકોટ શહેરના કાર્યરત અને સક્રીય પોલીસ કમીશ્નર  રાજુ ભાર્ગવ  ની આગેવાનીમાં તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રાપ્ત થયેલ ઉચ્ચ કક્ષાનો એવોર્ડ મળવા બદલ તેઓનું અભિવાદન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે . આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા અંગે આમંત્રીતોને આમંત્રણ પાઠવી રહેલ છે . તેથી આમ ગીતોએ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે. ત્યારે   કાર્યક્રમ અંગેની વધુ વિગત  આપવા ગ્રેટર ચેમ્બરના  ધનસુખભાઈ વોરા ચેરમેન, રાજીવભાઈ દોશી પ્રમુખ, રમેશભાઈ ઝાલાવાડીયા ઉપપ્રમુખ, ઉપેનભાઈમોદી માનદ મંત્રી, ઈશ્વરભાઈ બાભોલીયા  ઉપપ્રમુખ, અજીતિંસંહ જાડેજા ખજાનચી એ અબતક મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.