Abtak Media Google News

હગ ડે માત્ર વેલેન્ટાઈન વીક દરમિયાન જ આવે છે. હગ ડે શા માટે, કેવી રીતે અને ક્યારે ઉજવવામાં આવે છે તે જાણવું રસપ્રદ છે?

હગનો અર્થ છે આલિંગન. હગ ડે એ વેલેન્ટાઈન સપ્તાહનો ખૂબ જ ખાસ દિવસ છે. તે સમગ્ર વિશ્વમાં 12 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. પ્રેમીઓ માટે આ ખૂબ જ ખાસ દિવસ છે, કારણ કે આ દિવસે બધા પ્રેમીઓ એકબીજાને ગળે મળીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. ભારતમાં તેને જાદુ કી ઝપ્પી પણ કહેવામાં આવે છે.

Loving Young Couple Hugging While Walking In Park 2023 11 27 05 08 55 Utc

કોઈને ગળે લગાડવું સામાન્ય વાત છે, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં વેલેન્ટાઈન વીકમાં હગ ડે પર કોઈને ગળે લગાડવું ખૂબ જ ખાસ છે. હગથી વિશ્વાસ અને પ્રેમ વધે છે.

હગ ડે વેલેન્ટાઇન વીકના છઠ્ઠા દિવસે એટલે કે 12મી ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. વાસ્તવમાં પ્રેમ કરનારાઓ માટે આખો ફેબ્રુઆરી મહિનો ખાસ હોય છે.

T2 26

તે શા માટે ઉજવવામાં આવે છે

જ્યારે આપણે કોઈને ગળે લગાવીએ છીએ ત્યારે આપણા શરીરમાં ઘણા હોર્મોન્સ નીકળે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે. આમ કરવાથી આપણે જેને પ્રેમ કરીએ છીએ તેના પ્રત્યે આપણો પ્રેમ અને વિશ્વાસ વધુ વધે છે. જ્યારે આપણે હગ ડે પર આપણા પ્રેમીને ગળે લગાડીએ છીએ ત્યારે આપણે તેના માટે અપાર પ્રેમ અનુભવીએ છીએ.

Happy Couple In Love Bonding And Hugging At Home 2023 11 27 05 27 41 Utc

તમારા પ્રિયજનોને કેવી રીતે હગ કરવું?

જો તમે તમારા પ્રેમીને અથવા તમારી પત્નીને એકાંતમાં ગળે લગાડો છો તો તેને જોરથી પકડીને હગ કરો. પછી તેને પોતાની બાહોમાં ભરી લ્યો અને થોડા સમય માટે હગ કરીને રાખો. જો તમે તમારા પ્રેમીને સાર્વજનિક સ્થળે ગળે લગાવી રહ્યા છો, તો થોડીક સેકન્ડ માટે જ હગ કરો.

જો તમે તમારા ખાસ મિત્રને હગ કરો છો તો એક નાની અમથી જપ્પી આપી શકો છો. જો તમે મિત્રોને હગ કરવા માંગતા હોય તો તમારે તેમની સાથે સાઇડ હગ કરવું જોઈએ.

જો તમે તમારા દૂરના મિત્રો અથવા તમારા પરિવારના કેટલાક ખાસ લોકોને ગળે લગાડવા માંગો છો, તો તમે ઔપચારિક સાઈડ હગ કરી શકો છો. જેમાં તમારો ખંભો એકબીજાને સ્પર્શે છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.