Abtak Media Google News

કોઈપણ સબંધમાં જ્યાં સુધી બે વ્યક્તિ વચ્ચે પ્રેમ હોય છે ત્યાં સુધી જગડાઓ અને વિવાદો થવા છતાં પણ એ સંબંધને બચાવી શકાય છે. પરંતુ પ્રેમ વગર સંબંધોને નિભાવવા મુશ્કેલ હોય છે.

જો તમે કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં હોય, લગ્ન થયેલા હોય, લીવ ઇનમાં રહેતા હોય આ બધા સંબંધો ફક્ત પ્રેમ ઉપર જ ટકેલા હોય છે. તો બે વ્યક્તિ વચ્ચે પ્રેમ હશે તો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરી શકાશે. સંબંધોમાં જ્યાં સુધી લાગણી હશે ત્યાં સુધી જગડા થશે તો પણ સંબંધ જળવાઈ રહેશે. પણ પ્રેમ ઓછો થવા પર નાની નાની વાતોમાં પણ એકબીજાની ભૂલો દેખાશે અને એ ભૂલો મોટું સ્વરૂપ લઈ લેશે.

ભૂલો દેખાવી : જ્યારે તમારા બંને વચ્ચે પ્રેમ હશે તો તમે એકબીજાની ભૂલોમાંથી પણ સારું શોધી લેશો. તેનાથી વિપરીત જ્યારે તમારા બંને વચ્ચે પ્રેમ ઓછો થવા લાગશે ત્યારે તમને નાની વાતોમાં પણ ભૂલ દેખાવા લાગશે.

લાગણી ના દેખાવી : જો તમે બંને એકબીજાની ભાવના અને લાગણીને ના સમજી શકતા હોય અને દરેક વાતમાં પોતાને જ મહત્વ આપતા હોય તો સમજી લો કે તમારો પ્રેમ હવે અંત પર છે.

એકબીજાના સપના પૂરા કરવા : જ્યારે તમે પ્રેમમાં હોય ત્યારે તમને તમારા પ્રિય વ્યક્તિના સપના પૂરા કરવા માટે મહેનત કરો છો પણ જ્યારે તમારા બંને વચ્ચે પ્રેમ ના રહે તો એકબીજાના સપનાઓની પણ કોઈ કિંમત રહેતી નથી.

ખોટું બોલવું : સંબંધોમાં વિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે. કોઈપણ સંબંધ વિશ્વાસ વગર ટકતો નથી અને વિશ્વાસ ત્યારે જ ટકી રહે છે જ્યારે તમે સંબંધોમાં ક્યારેય ખોટું ના બોલતા હોય. જ્યારે બે વ્યક્તિ વચ્ચે પ્રેમ ઓછો થઈ જાય છે ત્યારે તેઓ એકબીજાને ખોટું બોલવા લાગે છે અને વાતો છુપાવવા લાગે છે. આવું કરવાથી સંબંધોમાં વધારે ખટાશ ઊભી થાય છે આને આખરે સંબંધનો અંત આવી જાય છે.

વાતોમાં ધ્યાન ન આપવું : ક્યારે તમે એકબીજાને કોઈ વાત કરી રહ્યા હોય તો એ શાંતિથી સાંભળો અને તે વાતમાં પૂરું ધ્યાન આપો. એવું ના બનવું જોઈએ કે એ વ્યક્તિ તમને કોઈ વાત કરી રહ્યો હોય અને તમારું ધ્યાન બીજે કશે હોય કે તેની વાતમાં તમે ધ્યાન જ ના આપો.

સમય ના આપવો : એક સારા સંબંધ માટે સૌથી વધારે જરૂરી છે કે એકબીજાને પૂરતો સમય આપો. બહાર મિત્રો સાથે કે એકલા રહેવા કરતાં વધુ સમય તમારા પાર્ટનરને આપો જેથી કરીને તમારા વચ્ચે ક્યારેય અંતર ના આવે અને સંબંધ મધુર રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.