હાઈડ્રોજનનું અર્થતંત્ર “જમાવશે સરકાર..!!

મુંબઈ, અબતક

આજના સમયે ઔદ્યોગિક વિકાસ તો ઝડપભેર વધ્યો છે. પરંતુ આ સો “પર્યાવરણનું રક્ષણ” પણ એક મહત્વનું અને અવગણી ન શકાય તેવું પરિબળ બન્યું છે.  આી ગ્રીન ડેવલપમેન્ટ પણ એક મહત્વનો મુદ્દો બન્યો છે. ત્યારે હાલમાં પર્યાવરણને પ્રદૂષિત તા બચાવવા અને સો ઉદ્યોગો પણ ધમધમાવવા ગ્રીન હાઈડ્રોજનનો મુદ્દો વધુ મહત્વપૂર્ણ બન્યો છે. ત્યારે હાલ સરકારે પણ ગ્રીન હાઇડ્રોજનનું ર્અતંત્ર જમાવવા પર ભાર મૂકયો છે.

દેશના સર્વાંગી વિકાસ માટે બીન પરંપરાગત ઉર્જા સ્ત્રોત પર ભાર મૂકવો અનિવાર્ય, ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદકોને PLI સ્કિમનો લાભ આપવા સરકારની તૈયારી

ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી જેમાં રિફાઈનરીઓ અને ફર્ટિલાઈઝર પ્લાન્ટ્સ દ્વારા ગ્રીન હાઇડ્રોજનની ખરીદી માટે લક્ષ્યાંક નક્કી કરવા  પ્રસ્તાવ મુકાયો છે. જેની મંજૂરીની રાહ છે. પાવર અને રિન્યુએબલ એનર્જીના મંત્રી આર કે સિંહે આ અંગે માહિતી આપતા જણાવ્યુ કે સરકાર ગ્રીન હાઇડ્રોજનને પ્રોત્સાહન આપવા માટે વાહનો દ્વારા સ્વચ્છ ઇંધણના ઉપયોગ માટે ઉત્પાદન સો જોડાયેલી પ્રોત્સાહન યોજના ( PLI)  પર વિચાર કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ’ગ્રીન હાઇડ્રોજન’ રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ોડા સમય પૂર્વે દેશની અગ્રણી કંપની રિલાયન્સ દ્વારા પણ ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ અંગે મોટી જાહેરાતો કરવામાં આવી હતી. ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદન માટે કરોડો રૂપિયાનું ભંડોળ ફાળવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, સરકાર રિફાઈનરીઓ અને ખાતર પ્લાન્ટ્સ માટે ગ્રીન હાઇડ્રોજન ખરીદીની જવાબદારીઓ પર વિચાર કરી રહી છે. જે ૧૦ ટકાી શરૂ કરીને બાદમાં ૨૦-૨૫ ટકા કરવામાં આવશે. અમે ભારે ગતિશીલતામાં ગ્રીન હાઇડ્રોજન માટે વાયેબિલિટી ગેપ ફંડિંગ  સો આવવાની દરખાસ્ત કરી રહ્યા છીએ અને સ્ટીલ જેવા અન્ય ક્ષેત્રો (હાઇડ્રોજન ખરીદ જવાબદારી માટે) પર પણ વિચારી રહ્યા છીએ.