Abtak Media Google News

ગ્રીન હાઈડ્રોજન પોલિસીના પ્રથમ તબક્કાની કામગીરી ટૂંક સમયમાં જ શરૂ કરાશે.

અબતક, નવીદિલ્હી

હાલ સરકાર ભારત દેશને પ્રદૂષણ મુક્ત બનાવવા માટેના અનેક કાર્યો હાથ ધરી રહ્યું છે ત્યારે સરકારે બજેટમાં ગ્રીન હાઈડ્રોજન પોલીસી અને અમલી બનાવી છે ત્યારે સૌથી મોટી વાત તો એ છે કે આ પોલીસી કેવી રીતે ભારત માટે ઉપયોગી નીવડશે. પહેલાના સમયમાં એક ગીત ખૂબ જ પ્રખ્યાત થયું હતું જેમાં ગીતની કડીઓ હતી કે ‘પાણી રે પાણી તેરા રંગ હે કેસા ?’ પાણી દ્વારા અનેકવિધ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે ત્યારે ભારત અને ગુજરાત રાજ્ય પાસે સૌથી મોટો દરિયો કિનારો છે જે ખરા અર્થમાં સરકારની આ નવી નીતિ માટે ઉપયોગી નીવડશે.

સરકારનો જે લક્ષ્યાંક છે કે પાણીમાંથી હાઇડ્રોજન ને અલગ કરવું તે ખૂબ જ જરૂરી છે સરકારના લક્ષ્યને ધ્યાને લેતા જે દરિયાઇ પાણી છે તેમાંથી સરકાર પદ્ધતિ પર ઓક્સિજન અને હાઇડ્રોજન ને અલગ કરી ગ્રીન ઉર્જા નુ ઉત્પાદન કરશે તેવું સ્પષ્ટ સાબિત થઇ રહ્યું છે. આ તબક્કે ભારત દેશ માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગ્રીન ઉર્જાના ઉત્પાદન માટે જે ખર્ચ થઈ રહ્યો છે તે થોડો વધુ છે ત્યારે તેના પર જો અંકુશ મૂકવામાં આવે તો સરકારને ખૂબ મોટો ફાયદો થઈ શકશે અને પુનઃપ્રાપ્ય ઉર્જા તરફ ભારત દેશ નું પ્રયાણ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે હીરો કાર બંધ ભારત દેશને બનાવો ત્યારે જે વર્ષનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તેને પૂર્ણ કરવા માટે નવનિર્મિત ગ્રીન એનર્જી પોલીસી મહત્વપૂર્ણ ભાગ ભજવશે.

સરકાર ગ્રીન હાઇડ્રોજન પોલિસી માટે પહેલા તબક્કાની ઘોષણા કરી શકે છે. ગ્રીન હાઈડ્રોઝન એક એવું ઈંધણ હોય છે, જેમાં કાર્બન ઉત્સર્જન ઝીરો હોય છે. એટલે કે તેને કેટલુ પણ જલાવામાં આવે, તો તેનાથી પૉલ્યુશન નહીં થાય. ભારત આ સ્વચ્છ ઊર્જા ના પ્રોડક્શન માટે રાષ્ટ્રીય ગ્રીન હાઈડ્રોઝન મશિનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ઉર્જા મંત્રીએ કહ્યુ કે સરકાર નાણાકીય વર્ષ 2013 સુધી 229 ગીગા વૉટ નવીકરણીય સ્થાપિત ક્ષમતા સ્થાપિત કરવા ઈચ્છે છે. અહીં દાવો કરતા કહ્યુ કે સરકાર હજુ કંપનીઓને ગ્રીન એનર્જી પ્રોડક્શન માટે મફત ટ્રાંસમિશન સુવિધાઓ પ્રદાન કરશે. સિંહે કહ્યુ કે સરકાર ઈચ્છે છે કે દરેક ઉદ્યોગ રિન્યુબલ ઊર્જા ક્ષમતા સ્થાપિત કરો.

કેન્દ્ર સરકાર હાલ ગ્રીન હાઈડ્રોજન નો જે ખર્ચ છે તેને ઘટાડવા તરફના તમામ પગલાઓ ભરી રહ્યું છે હાલના તબક્કે પ્રતિ કિલો સરકારને ગ્રીન હાઈડ્રોજન નો ખર્ચ 3 થી 6.5 ડોલર સુધી જોવા મળે છે જે સરકાર 1 ડોલર સુધી કરવા માટે પ્રયત્નો હાથ ધરી રહ્યું છે. નહિ સરકાર ૧૫,૦૦૦ કરોડ રૂપિયા ની પ્રોડકશન લિંક ઈન્સેન્ટિવ સ્કીમ ને પણ અમલી બનાવી રહ્યું છે જેથી ઇલેક્ટ્રોલાઈઝર નું ઉત્પાદન થઈ શકે. રાજ દ્વારા જે નીતિ નિર્ધારિત કરવામાં આવી છે અને તે યથાયોગ્ય રીતે ચાલે તો સરકાર આગામી વર્ષ 2029-2030 સુધી 11.7 મિલિયન ટન નું હાઈડ્રોજનની માંગને પૂરી કરી શકવામાં સક્ષમ સાબિત થશે.

સરકાર દ્વારા જે હાઈડ્રોજન નું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે તેમાંથી 6.7 મિલિયન પેટ્રોલિયમ રિફાઇનરી અને ફર્ટિલાઇઝરના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાય છે. ત્યારે આગામી સમય ને ધ્યાને લઇ રિલાયન્સ,અદાણી,ગ્રીન કો સહિતની કંપનીઓ પોતાના હાઈડ્રોજન પ્લાન બનાવવા માટે તૈયાર થઈ રહ્યા છે. એનર્જી ક્ષેત્રે જો સરકારની નીતિ સફળ થાય તો સરકાર જે રીતે ખૂબ મોટી માત્રામાં પેટ્રોલિયમ ચીજવસ્તુઓની આયાત કરી રહ્યું છે તેમાં પણ રોક લાગશે અને ત્યાર બાદ હવે નીકાસ તરફ પણ આગળ વધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.