આજે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે. આજના દિવસે સમગ્ર દેશ શિક્ષક દિન તરીકે ઉજવણી કરે છે. વિદ્યાર્થીઓ આખુ વર્ષ આ દિવસની રાહ જોવે છે. વિદ્યાર્થીઓ શિક્ષકો બની પોતાનો રસપ્રદ વિષય ભણાવે છે. આજ દિવસે લગભગ બધી સ્કુલોમાં વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ દ્વારા એક દિવસીય શિક્ષક બની અન્ય વિદ્યાર્થીઓને ભણાવે છે. શહેરની કસ્તુરબા સ્કુલમાં પણ આજે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીનીઓ સાડી પહેરી શિક્ષીકા બની હતી અને અન્ય વિદ્યાર્થીઓને પાઠ ભણાવ્યા હતા.