Abtak Media Google News

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા “આ ગુજરાત મેં બનાવ્યુ છે” કરાયુ લોન્ચીંગ

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે સંકલ્પપત્ર જાહેર કરતા પહેલા જનતા જર્નાદનના અભિપ્રાય લેવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા “અગ્રેસર ગુજરાત કેમ્પેઇન” ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન ગુજરાત ચૂંટણી જાહેર થયા બાદ રાજ્યમાં પ્રથમ વખત સભા સંબોધી રહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે વલસાડના કપરાડામાં “આ ગુજરાત મેં બનાવ્યુ છે” તેવો નારો આપ્યો હતો. સભા દરમિયાન પીએમ દ્વારા 19 વખત આ નારો પોકારવામાં આવ્યો હતો. દરમિયાન પીએમના નારાને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અભિયાન તરીકે લેવામાં આવ્યો છે અને આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આ અભિયાનનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગઇકાલે કપરાડામાં જાહેર સભા દરમિયાન ગુજરાતના અદ્વિતીય વિકાસ માટે કોઇ પાર્ટી કે નેતાનો નહી પરંતુ ગુજરાતની જનતાનો સિંહ ફાળો છે. તેવો મેસેજ આપવા માંગતા હોય તેમ 19 વખત “આ ગુજરાત મેં બનાવ્યુ છે” તેવો નારો પોકાર્યો હતો. જેને વિધાનસભાની આગામી ચૂંટણીમાં એક સુવ્યવસ્થિત પ્રચાર મુદ્ા તરીકે લેવાનો ભાજપ દ્વારા વ્યૂહ ઘડી કાઢવામાં આવ્યો છે.

પ્રત્યેક ગુજરાતી બોલે છે, પ્રત્યેક ગુજરાતીના અંતરનો અવાજ બોલે છે. પ્રત્યેક ગુજરાતીના હૈયામાંથી નિકળી રહ્યો છે. એક જ નાદ “આ ગુજરાત મેં બનાવ્યુ છે” તે અભિયાનનું લોન્ચીંગ આજે સવારે કમલમ ખાતેથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યુ હતું. વિધાનસભાની આગામી ચૂંટણીમાં આ અભિયાનને એક પ્રચાર મુદ્ા તરીકે સામેલ કરવામાં આવશે. ઘર-ઘર સુધી આ નારો પહોંચાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.