Abtak Media Google News

કાનુની-શિક્ષણ ક્ષેત્ર વિશિષ્ટ  પ્રદાન અર્થે કમલેશ જોશીપુરાને બાર એસોસીએશન ઓફ ઈન્ડીયાનો એવોર્ડ એનાયત

પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદજીનાં જન્મદિન 4 ડિસેમ્બર – બાર એસોસીએસન ઓફ ઈન્ડીયા દ્વારા લોયર્સ ઓફ ઈન્ડીયા ડે ઉજવાય છે અને વિરષ્ઠતમ્ ધારાવિદો અને કાનુની શિક્ષણક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવોને લોયર્સ ઓફ ઈન્ડીયા ડે – વિશિષ્ટ પ્રદાન અર્થે ખાસ એવોર્ડ આપવામાં આવે છે, તે અંતર્ગત કાનુની શિક્ષણક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન અર્થે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનાં પુર્વ કુલપતિ અને કાનુન વિદ્યાશાખાનાં વિરષ્ઠ પ્રોફેસર ડો.કમલેશ જોશીપુરાને નવી દિલ્હી ખાતે આ ક્ષ્ોત્રનાં સર્વોચ્ચ સન્માન સમાન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

ર016 થી શરૂ કરવામાં આવેલ આ પ્રતિષ્ઠિત એવોર્ડ આ પૂર્વે પ્રાપ્ત કરનાર મહાનુભાવમાં વિશ્ર્વ વિખ્યાત કાનુની શિક્ષાણવિદશ્રી એન.આર. માધવમેનન, શ્રી ફલી નરીમાન,   સોલી સોરાબજી,  અનીલ દિવાન, અશોક દેસાઈ,   ગોપાલ સુબ્રમન્યમ, આર. કે.પી. શંકરદાસ, કે.કે. વેનુગોપાલ, કે. પરાશરનનો સમાવેષ થાય છે.

ર0ર0-ર1 નાં વર્ષ માયે જયુરી દ્વારા જાહેર કરાયેલ આ એવોર્ડ ન્યુ મહારાષ્ટ્ર સદનનાં જાજરમાન ઓડીટોરીયમમાં સર્વોચ્ચ અદાલતનાં ન્યાયમૂર્તિ   હિમા કોહલીનાં વરદ હસ્તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવ્યો હતો. બાર એસોસીએસનનાં અધ્યક્ષ્ા વિરષ્ઠ ધારાશાસ્ત્રી પ્રશાંતકુમાર, પ્રેસીડેન્ટ ઈલેકટ  અમરજીતસીંઘ ચંડીયોક સહિત વિરષ્ઠ ન્યાયમૂર્તિઓ, સર્વોચ્ચ અદાલતનાં ટોચનાં ધારાશાસ્ત્રીઓ, દેશભરનાં તમામ રાજયોની વડિ અદાલતનાં ધારાશાસ્ત્રીઓ, કુલપતિ ઓ તેમજ બંધારણ વિદોની હાજરીમાં આ એવોર્ડ સમારોહ આયોજીત કરાયો હતો.સર્વોચ્ચ અદાલત અને રાજયોની વડિઅદાલતોનાં વિરષ્ઠ ધારાશાસ્ત્રીઓ, ન્યાયમૂર્તિઓની ઉપસ્થિતિમાં આયોજીત સમારોહમાં, આ સન્માનનાં પ્રત્યુતરમાં શ્રી કમલેશ જોશીપુરાએ જણાવ્યું હતું કે, અગાઉ આ બહુમાન મેળનારા મહાનુભાવોની કાર્યશૈલીમાં પ્રેરણા લઈ અને આ સન્માન ારા કાનુની શિક્ષ્ાણ ક્ષ્ોત્રે વધુ સક્રિય થઈશ, બેશક આ મહાનુભાવો જેટલી ઉંચાઈ નથી પણ તે દિશામાં પ્રમાણીક પ્રયત્નો કરવાની તમન્ના જરૂર છે.બાર એસોસીએસન ઓફ ઈન્ડીયા (ન્યુ દિલ્હી) ની સ્થાપનાં ર જી એપ્રિલ 1960 માં પ્રથમ રાષ્ટ્રપતિ  રાજેન્પ્રસાદજીનાં હસ્તે, તત્કાલીન પ્રધાનમંત્રીશ્રી જવાહરલાલ નહેરૂ અને પ્રથમ ચીફ જસ્ટીસશ્રી એસ.આર. દાસની ઉપસ્થિતિમાં થયેલ, શ્રી કનૈયાલાલ મુન્સીજીનું પણ અમુલ્ય યોગદાન હતું, એવું આ ભારતનાં બારનું કેન્વર્તિ એસોસીએસન છે.પ્રો.ડો.કમલેશ જોશીપુરા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સતત બે ટર્મ અને ટીચર યુનિવર્સીટીમાં પ્રથમ કુલપતિની જવાબદારી સફળ રીતે વહન ર્ક્યા બાદ વર્તમાનમાં પ્રતિષ્ઠિત એવી ભારત સરકાર આઈ.સી.એસ. એસ.આર. પુરસ્કૃત સંસ્થામાં ડાયરેકટર જનરલ એમેરીટસ તરીકે વિશિષ્ટ સેવા આપી રહેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં પ્રોફેસરનાં કાર્યકાળ દરમ્યાન ઉત્કૃષ્ટ સંશોધનો અભ્યાસ હાથ ધરાયેલ છે. તેઓની પ્રધાનમંત્રી ારા નહેરૂ મેમોરીયલ મ્યુઝીયમમાં પણ નિયુક્ત થયેલી છે, અને ગુજરાત રાજયની ાચહ (ટેકનીકલ) નાં તેઓ સભ્ય પણ છે.પ્રો.કમલેશ જોશીપુરાનાં માર્ગદર્શન અંતર્ગત અનેક વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ સંશોધનો કરેલ છે, ડો.જોશીપુરાએ પણ લીગલ રીસર્ચ ક્ષ્ોત્રે સતત સક્રિય રહી અને ત્રણ જેટલા મેજર રીસર્ચ  પ્રોજેકટ પૂર્ણ કરેલ છે. રાષ્ટ્રીય શિક્ષ્ાણનિતિનાં અમલીકરણ અર્થે રચાયેલ ટાસ્ક ફોર્સમાં પણ શ્રી જોશીપુરાએ વિશિષ્ટ યોગદાન આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.