Abtak Media Google News

આત્મનિર્ભર ભારતનું અભિયાન સાકાર કરવા રાજકોટની ભૂમિકા

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના એન્જીનીયરીંગ ઉઘોગના દાયકાઓના દબદબા બાદએ રાજકોટનું નામ સંરક્ષણ ઉત્પાદનમાં ચમકવા લાગ્યુ છે. ચીમુડા, બરફના મશીન અને ઓટોપાર્ટસ બનાવતા રાજકોટના ઉઘોગો એ સેના સંરક્ષણના સાધનો બનાવી રહ્યું છે.

‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા હંસરાજભાઇ ગજેરા, જયભાઇ માવાણી, દિપકભાઇ પટેલ વિગેરેએ વિશેષ વિગતો આપી હતી. રાજકોટ અને આસપાસના ઉદ્યોગકારોખ ે વ્યવસાયના નવા દ્વાર ખોલતાં સેમિનારનું લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા તા. 15ને ગુરૂવારે રાજકોટમાં આયોજન કરાયું છે.રાજકોટ અને આસપાસના ઉઘોગકારોને વ્યવસાયના નવા દ્વાર ખોલતા સેમીનારનું લધુ ઉઘોગ ભરતી દ્વારા તા. 1પને ગુરુવારે રાજકોટમાં આયોજન કરાયું છે.લધુ ઉઘોગ ભારતીય સૌરાષ્ટ્ર સંભાગના પ્રમુખ હંસરાજભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે આપણા પ્રદેશમાં ઉત્પાદિત  વિવિધ ચીજ-વસ્તુઓ કે ઉપકરણો દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત છે. અહીના ઉત્પાદિત મશીન કે પાર્ટસના પ્રોડકશનમાં રાજકોટની મોનોપોલી છે.

રાજકોટમાં તૈયાર થયેલ પાર્ટસનો ઉપયોગ મંગળયાનમાં થયો છે. આપણા ઉઘોગકારો ડિફેન્સમાં ઉપયોગી પાર્ટસ બખુબી બનાવી જાણે છે પરંતુ માહીતીના અભાવે ડિફેન્સ વિભાગની સાથે વ્યવસયા કરી શકાતા નથી. આ સમસ્યાના ઉકેલ અર્થે, નાના અને મઘ્યમ ઉઘોગના વિકાસ માટે સદાય સક્રિય લધુ ઉઘોગ ભારતી દ્વારા ખુબ જ ઉપયોગી સેમીનારનુ: આયોજન કરેલ છે. અને આ સેમીનારમાં ડિફેન્સને ઉપયોગી ઉપકરણો સપ્લાય અંગે જરુરી માર્ગદર્શન ડિફેન્સ વિભાગના રિટાયડ ત્રણ અધિકારીઓ ઉ5સ્થિત રહેશે અને વિશેષ માહીતી આપશે. આ સેમીનાર આત્મનિર્ભર ભારત સાકાર કરવા માટે મહત્વનું કદમ છે.

આ સેમીનારમાં ડિફેન્ટ વિભાગના રિટાયર્ડ મેજર જનરલ અશોકકુમાર, રિટાયર્ડ બ્રિગેડડીયર અરવિંદસિંહ, રિટાયર્ડ કર્નલ સંજય ડઢાણીયા ઉ5સ્થિત રહેશે. આ અધિકારીઓ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ડિફેન્ટસની જરુરીયાતની માહીતી આપશે અને ઉપકરણો સપ્લાય કરવામા લધુ ઉઘોગ ભારતી સાથે રહી મદદરુપ થશે.તા. 1પમે ગુરુવારે સવારે 9.30 થી 1ર.30 દરમિયાન રાજકોટ એન્જીનીયરીંગ એસો., ઓડીટોરીયમ, ભકિતનગર ખાતે યોજાશે.ઉઘોગ સાહસિકો માટે વ્યવસાયની નવ તક સમાન આ સેમીનારમાં ભાગ લેવા માટે મો. નં. 63557 47394 ઉપર અગાઉથી રજીસટ્રેશન કરવું જરુરી છે.

ભારત સરકારના અભિગમ મુજબ વિદેશી દેશોમાંથી જે કંઇ સંરક્ષણના સાધનોની ખરીદી થશે. શસ્ત્ર અને સાધનોના આ વિદેશી સપ્લાયરોએ માત્ર ભારતીય કંપનીઓ દ્વારા ઉત્પાદિત સ્પેરપાર્ટસ મેળવવાનું ફરજીયાત છે. તેને પાર્ટસનું ઉત્પાદન દેશમાં જ થવું જોઇએ આ ઉપરાંત આગામી પાંચ વર્ષ માટે સંરક્ષણ શસ્ત્રો અને સાધનોની ખરીદી માટે દેશમાં જ વાતાવરણ ઉભું થાય તેવા રુપરેખા તૈયાર કરી છે. આ માટે સ્પેરપાર્ટસની આયાત માટેની નેગેટીવ યાદી પણ બહાર પાડી છે.

મેજર જનરલ (ડો.) અશોકકુમાર વીએસએમ રિટાયર્ડ ડિફેન્સ ફોસીઝમાં કાર્ય કરવાનો 37 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે.રિટાયર્ડ બ્રિગેડીયર અરવિંદસિંહએ 37 વર્ષ સુધી સેનામાં કાર્ય ભરેલું છે. તેઓને પીએસયુ, ડીઆરડીઓ અને  અન્ય સંકલિત સંસ્થાઓની કામગીરી અંગે ઉડુ જ્ઞાન ધરાવે છે.રાજકોટના પનોતા પુત્ર રિટાયર્ડ કર્નલ સંજયભાઇ ડઢાણીયા ભારતીય આર્મીમાં ઓફીસર તરીકે 31 વર્ષ ધનિષ્ઠ કામગીરી કરી છે. તેઓ ભારતીય વાયુસેનામાં સલાહકાર તરીકેની ભૂમિકા બજાવીછે. તેઓ એર ડિફેન્સ મિસાઇલ સીસ્ટમના નિષ્ણાંત છે. ગુજરાતના ઉઘોગોને સેના માટે શસ્ત્રો સપ્લાય માટે જરુરી માહીતી ધરાવે છે. તેઓ આ સેમીનારમાં પોતાના અનુભવો અને માર્ગદર્શન આપશે.

રાજકોટના ઉઘોગકારો દરેક આઇટમ બનાવવા સક્ષમ: હંસરાજભાઇ ગજેરા

નાના ઉઘોગ માટે સૌરાષ્ટ્રમાં વિપુલ તકો રહેલી છે. રાજકોટ ઉઘોગ હબ બની ચુકયું છે. પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે તે ઘણી આઇટમો બનાવી શકવા સક્ષમ હોવા છતાં બનાવી શકતા નથી. રાજકોટના ઉઘોગકારો યોગ્ય માર્ગદર્શન મેળવી અન્ય દેશોમાં સપ્લાય યોગ્ય વસ્તુઓ બનાવી સારો વ્યવસાય કરી શકશે. આ માટે અમોએ ઉઘોગકારોની ઉજવી તકો પ્રાપ્ત થાય એ માટે આ સેમીનારનું આયોજન કરેલ છે. આત્મ નિર્ભર ભારત અભિયાન સાકાર કરવા માટે મહત્વનું કદમ ઉઠાવી રહ્યા છીએ. તેને ઉઘોગકારોમાંથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.