Abtak Media Google News

કોટડાસાંગાણી તાલુકાના રામોદમાં માતાએ રૂ.2 હજાર આપવાની ના પાડતા બેરોજગાર કપુત્રએ માતા-પિતાને ઈંટનો ઘા ઝીંકી હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે.

Advertisement

રામોદ ગામે રહેતી પ્રભાબેનએ પોતાના પુત્ર પ્રકાશ કિશોરભાઈ રાઠોડે ઇંટના ઘા માર્યાની કોટડા સાંગાણી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

પ્રકાશ કોઈ કામધંધો કરતો નથી અને વારંવાર પૈસા માંગી અવારનવાર ઝઘડા કરે છે.શનિવાર બપોરે પ્રકાશે રૂ.2 હજાર વાપરવા માટે માંગ્યા હતા.તને સવારે આપ્યા હવે નથી એમ કહેતા પુત્ર પ્રકાશે ઉશ્કેરાઈ જઈને ઈંટ મારતા તેને બચાવવા જતાં પિતા કિશોરભાઇ ગાળો દઈ મારી પર ઈંટનો ઘા ઝીંકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.

પ્રભાબેનને ગંભીર ઇજા થતાં ગોંડલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.કોટડા સાંગાણી પોલીસ મથકનાં હેડ કોન્સ્ટેબલ પી.બી મકવાણાએ પ્રકાશ કિશોરભાઈ રાઠોડ વિરૂદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.