Abtak Media Google News

ઓરિસ્સાની એકલવ્ય સ્કૂલ મોડેલ રેસિડેન્સી સ્કૂલના ટેન્ડરના બદલામાં લાંચની ઓફર થઇ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન દ્વારા રૂપિયા 20 લાખની લાંચના મામલે રાજકોટના બિલ્ડર હેતલ રાજ્યગુરૂની કોલકત્તામાં આવેલી કેન્દ્ર સરકારની બ્રીજ એન્ડ રૂફ કંપનીના CMD સહિત કુલ સાતની ધરપકડ કરવામાં આવી છે. ઓરિસ્સામાં આવેલી એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલનો કોન્ટ્રાક્ટ હેતલ રાજ્યગુરૂને આપવાના બદલામાં વચેટિયાની મદદથી કંપનીની સીએમડીએ લાંચની માંગણી કરતા સીબીઆઇએ આ મામલે રાજકોટ સહિત દેશના અન્ય સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરીને કુલ 26 લાખની રોકડ અને કંપનીમાં ચલાવવામાં આવતા ભ્રષ્ટ્રાચાર અંગેના મહત્વના પુરાવા પણ એકત્ર કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ ઓરિસમાં આવેલી એકલવ્ય મોડલ રેસીડેન્સી સ્કૂલમાં વિવિધ કામો કેન્દ્ર સરકારની કોલકત્તામાં આવેલી બ્રીજ એન્ડ રૂફ કંપની દ્વારા કરવામાં આવતા હોવાથી કંપનીએ આ કેટલાંક કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. જે અનુસંધાનમાં રાજકોટમાં એચ.પી.રાજ્યગુરૂ કંપનીના માલિક હેતલ રાજ્યગુરૂની કંપનીએ બ્રીજ એન્ડ રૂફ કંપનીના સીએમડીના એક્ઝીક્યુટીવ સેક્રેટરી આશિષ રાઝદાન વતી કામ કરતા મળતિયાઓએ સાથે મળીને આ ટેન્ડર મેળવ્યું હતું.

જેના બદલામાં 20 લાખની લાંચ આપવાની ઓફર કરવામાં આવી હતી. આ બાબતને જાણ સીબીઆઇને થતા અલગ અલગ ટીમ બનાવીને પુરાવા એકત્ર કર્યા બાદ રાજકોટથી હેતલ રાજ્યગુરૂ, બ્રીજ એન્ડ રૂફ કંપનીના સીએમડીના સેક્રેટરી આશિષ રાઝદાન, તેમજ શંશાક જૈન (રહે. મુંબઇ), સોમેશચંદ્ર (રહે. નોઇડા), વીર ઠક્કર (રહે. મુંબઇ) અને તરંગ અગ્રવાલ નામા વચેટિયાઓની ધરપકડ કરી હતી. આ સાથે સીબીઆઇએ અલગ અલગ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરીને 26 લાખની રોકડ અને આશિષ રાઝદાન દ્વારા કંપનીમાં કરવામાં આવતા ભ્રષ્ટાચારને લગતા મહત્વના પુરાવા પણ મળી આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.