Abtak Media Google News

“બુટલેગર રાજુ ઉંઝાથી માઈગ્રેટ તો યો પણ વાયા પાટણ અમદાવાદ જઈ શહેરનો ડોન બુટલેગર બન્યો!”

ઉંઝામાં આઝાદી પછી પરંતુ અમુક વર્ષો અગાઉ એક પછાત જાતીની વ્યકિતએ કુવામાં પડી આત્મહત્યા કરેલી, પરંતુ જ્ઞાતિવાદના ધોરણે વાંધાવચકામાં બદલાની અને હીસાબ ચુકતે કરવાની વૃતિને કારણે પ્રથમ રાજકીય આક્ષેપો-પ્રતિ આપેક્ષો અને વાત આગળ વધતા ખુનનો ગુન્હો નોંધાયેલો અને ઉંઝાની મુખ્ય વસ્તીવાળી કોમના ઘણા નામાંકિત આગેવાનો અને પૈસાદાર લોકોને લાંબો સમય જેલવાસ વેઠવો પડેલો. ત્યારથી આ મોટીવસ્તીવાળી કોમ પેલી પછાત કોમથી ડરતી રહેતી.

તે વાતને તો વર્ષો થયા પરંતુ તાજેતરમાં આ પછાત જ્ઞાતિમાં એક રાજુ નામની વ્યકિતએ ગુનાખોરી અને દાદાગીરીમાં સારૂ એવુ કાઠુ કાઢયુ હતુ. આધુનિક કાયદા અને તેની સાથે સ્થાનીક ખટપટ ભળે વળી તેમાં રાજકારણ પણ ભળે પછી શું બાકી રહે ?

આ રાજુથી આમ જનતા તો ડરતી પણ જ્ઞાતિના ખાસ રક્ષણાત્મક કાયદાના કારણે પોલીસદળ પણ ફફડતુ રહેતુ કે કયાંક ખોટા આક્ષેપો ન ઝીંકી દે ! આ કારણોસર રાજુને ધીરે-ધીરે મેદાન મોકળુ થતુ ગયુ, આથી તેણે આ સંજોગોનો લાભ આર્થિક ઉપાર્જનમાં ફેરવવા માટે યુકિત કરી. જયદેવે ઉંઝાના નામાંકિત બુટલેગર વાલીયા મારવાડીને પાસા કાયદા તળે સુરત જેલમાં મોકલતા ઉંઝાનું બુટલેગર મેદાન ખાલી પડયુ હતુ. રાજસ્થાનના ઈંગ્લીશ લીકર કીંગો આવડુ મોટુ મેદાન અને વેપારનો ફાયદો જતો કરે તેમ ન હતા. આથી રાજુએ ઈંગ્લીશ દારૂ રાજસ્થાનથી પોતાના ઘરે પોતાનું કાર્યક્ષેત્ર ગઢ એવા વાસમાં જ મંગાવી ધંધો ચાલુ કર્યો અગાઉ જણાવ્યા પ્રમાણે રૂા.૩૦ની બોટલના એક જ રાત્રીમાં જો રૂપીયા ૩૦૦ ઉપજતા હોય તો આવા નફાવાળો ધંધો કર્યો ? વળી ઉંઝા સમૃધ્ધ અને વિશાળ વ્યાપારીક મજાક એટલે બાપ કમાઈ વાળા શોખીનો, રસીયાઓનું પ્રમાણ ખુબ વધી ગયેલુ આથી ઈંગ્લીશ દારૂના જથ્થાના લેવાલ પણ જથ્થાબંધ જ હોય. માલ રાજસ્થાનથી આવે એટલે ચપોચપ ઉપડી જતો અને રૂપીયાની ટંકશાળ પડતી.

પીઆઈ જયદેવને આ ખબર પડતા તેણે રાજુના ઘેર રેઈડનું આયોજન કર્યુ. થાણાના જુના અનુભવીઓએ વાસમાં રેઈડ કરવાના ભય સ્થાનો દર્શાવ્યા કે બીજા આક્ષેપો તો ઠીક પણ નવા કાયદા અને લેડીઝ દ્વારા પોલીસને ભુંડા લગાડે તેવા આક્ષેપો કરવાની પુરી શકયતા છે. જયદેવે કહ્યુ તે બધુ જોયુ જશે આપણે મહિલા પોલીસને સાથે રાખીશુ, છતાં ઉંઝા પોલીસદળમાં અજંપો તો જણાતો જ હતો અને તેમ છતા જયદેવે તો રાજુના ઘેર વાસમાં રેઈડ કરી જ દીધી. મોટા પાયે લાખો રૂપીયાની કિંમતનો ઈંગ્લીશ દારૂના જથ્થો રેઈડમાં મળ્યો. આથી વાસમાં રહેતા આજુબાજુના સજજન લોકો ખુશ થયા અને જયદેવને ખાનગીમાં મળીને કહ્યુ કે સાહેબ હવે તો માલ આવશે તો આવ્યાની અને કયાં રાખ્યો છે તેની પુરી માહિતી અમે તમને ફોનથી આપતા રહીશુ. આથી પોલીસનું કામ વધુ સરળ બન્યુ. દારૂબંધીના ગુન્હા તો જામીન લાયક હોય આરોપીઓ સહિત તમામ થોડા દિવસમાં જ સ્વતંત્ર થઈ ગયા અને ફરીથી ઈંગ્લીશ દારૂનો વેપલો ચાલુ કરી દીધો.

એફકેઝેડ

એક દિવસ વાસમાં રહેતા સજજન પડોશીઓએ વળી ફોનથી જયદેવ ને માહિતી આપી કે માલ તો આવ્યો છે. પરંતુ આ વખતે રાજુએ કપટથી માલ તેના ઘરની બાજુમાં જ રહેતા એક નીરાધાર અને એકલા જ રહેતા વૃધ્ધ માજીના ઘરમાં આ માજીની અનિચ્છા હોવા છતા જબરદસ્તી ઉતાર્યો છે અને વેચાણ ચાલુ છે.

જયદેવ ફરી તેની ટીમ લઈને આવ્યો રેઈડ કરી મોટા પાયે ઈંગ્લીશ દારૂ કબ્જે કર્યો. વૃધ્ધ મહિલા અશકત હોઈ રાજુ એ આ માલ દાદાગીરીથી ઉતાર્યો હોવાનું નીવેદન વૃધ્ધાએ આપતા જયદેવે શ્રી સરકાર તરફે એફ.આઈ.આર. તો રાજુ અને તેના સાગ્રીતો સામે જ નોંધાવી. આથી રાજુ ભડકયો પણ કાયદો તો કાયદો જ છે. ફરીથી રાજુ આણી ટોળકીની ધરપકડ થઈ , રીમાન્ડ ઉપર રહ્યા અને વળી બે ચાર દિવસમાં જામીન ઉપર છુટી ગયા.

રાતોરાત રૂપીયાની રંકશાળ પડતી હોય અને રાજસ્થાનના બુટલેગરો ઈંગ્લીશ દારૂનો જથ્થો ફક્ત શાખ અને નામ ઉપર જ ઉધાર આપતા હોય અને છેક ઘર સુધી ડીલીવરી કરી જતા હોય પછી લાલચ રોકવાનું કામ રાજુનું ન હતુ , હવે તો તેનેડોન જ થવુ હતુ જે થવુ હોય તે થાય !

રાજુએ વળી દારૂ ઉતારવા માટે નવો નુસ્ખો શોધી કાઢયો, નગરપાલીકાની ગટરમાં !  ઉંઝા નગરપાલીકાની વિશાળ ગટર વાસમાં નીચે જમીનમાંથી પસાર થતી હતી વળી ચોકમાં રાજુના ઘર પાસે જ આ ગટરનું ઢાંકણુ હતુ. આયોજન કરીને વળી રાજસ્થાનથી માલ મંગાવીને જથ્થા બંધ રીતે માલ ગટરમાં ઉતાર્યો. વાસમાં રહેતા પેલા સજજન લોકો પૈકી કોઈ એ વળી પાછો જયદેવને ફોન કર્યો કે સાહેબ ગામના શ્રીમંત નબીરાઓની સેવા માટે આ વખતે રાજુએ દારૂને ગામની ગંદી ગટરમાં ઉતાર્યો છે જે ગટરનું ઢાંકણુ તેના ઘરની સામે જ છે.

વળી પાછો જયદેવ તેની ફોજ લઈને વાસમાં આવ્યો અને સાથે બે ચાર નગર પાલીકાના મજુરોને પણ લેતો આવેલો. વાસમાં રાજુના ઘર પાસેનું ચોક માનું ગટરનું ઢાંકણુ ખોલતા જ અલ્લાઉદ્ીનના ચિરાગ, “ખુલ જા સીમ સીમ માફક ગટરમાંથી ઈંગ્લીશ દારૂ રૂપી વિશાળ ખજાનો મળ્યો. જયદેવે શ્રી સરકારે તરફે એફઆઈઆર તો રાજુ અને તેના સાગ્રીતો સામે જ આપી. સહજ રીતે રાજુ છંછેડાઈને કાળો નાગ બન્યો. પોલીસે ફરીથી તેની ધરપકડ કરી ફરી કોર્ટમાંથી જામીન, પરંતુ આ વખતે તેના વિરૂધ્ધ ટુંકા સમયગાળામાં જ ઈંગ્લીશ દારૂનો ત્રીજો કવોલીટી કેસ થતા હવે તે પાસાની લાંબી જેલયાત્રા માટે લાયકાત ધરાવતો થઈ ગયો હતો. જયદેવે પાસા દરખાસ્ત કલેકટરને મોકલી આપતા તેમણે તુર્ત જ પોરબંદર જેલનું ડીટેઈન વોરંટ મોકલી આપ્યુ. જયદેવે પણ આ વોરંટનો અમલ તાત્કાલીક કરી રાજુને પોરબંદર ખાસ જેલમાં લાંબી જેલ યાત્રામાં મોકલી દિધો !

કુતરાની પુછડી જેમ વાંકીને વાંકી તેમ રાજુ છ એક મહિને પોરબંદર જેલમાંથી છુટીને આવી ગયો પણ આવીને ફરી એ જ ઈંગ્લીશ દારૂનો જ ધંધો ચાલુ કર્યો. આ વખતે તેણે પોતા ઉપર કેસ જ ન થાય તેની તકેદારી રાખેલી અને કાંઈક બારોબાર જ માલ સપ્લાયનો ધંધો શરૂ કર્યો. પરંતુ “પાપ પીપળે ચડીને પોકારે તે ન્યાયે રાજુની જ કાર મોટા ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે જયદેવના હાથે ઝડપાઈ અને તેની વિરૂધ્ધ જ ગુન્હો નોંધાયો ફરી તેને ધ્રુજારી ઉપડી કે હવે પાછા પાસામાં જવુ પડશે કે શું ? પરંતુ આ વખતે તેણે ધરપકડ ટાળીને જિલ્લા બહાર પાટણ શહેરમાં મુકામ કર્યો અને ઉંઝા શહેર પહેલા પાટણ જિલ્લામાં હતુ તેથી ત્યાંના લોકો અને પોલીસ પણ રાજુની ન્યુસન્સવેલ્યુ જાણતી હતી તેથી તેને કોઈ વતાવવા વાળુ ન હતુ. અને પાટણ વાસમાં જ જુગારનો અડ્ડો ચાલુ કર્યો. અહિ પાટણમાં તેના મદદનિશો અને સલાહકારો નવા આવ્યા અને તેને તેના જ્ઞાનમાં એટલે કે જ્ઞાતિ આધારીત રક્ષણો અને લાભોથી વાકેફ તો કરાયો.પરંતુ  જ્ઞાતિ આધારીત રાજકારણનો પણ રંગ ચડાવવામાં આવ્યો. આની અસરરૂપે તેણે ગાંધી છાપ ટોપી અને સફેદ લેંધો ઝબ્બો ધારણ કર્યા. જાણે કાગડાએ હંસની ખાલ ચડાવી અને આ રીતે વેશભુષા પોતાના મદદનિશોને પણ ધારણ કરાવી તેમને લઈ રાજકીય કાર્યકર તરીકે ગાંધીનગર ઉપડયો. ધંધાદારી રાજકારણીઓએ તેને પ્રથમ ગાંધીનગર રેન્જ આઈ.જી.ઓફ પોલીસની કચેરીમાં લઈ ગયા. ત્યાં તેણે એક આક્રમક નેતા તરીક્ે ખેલ પાડી ઉંઝામાં પોલીસ દ્વારા રાજુ ભાઈને થતી હેરાનગતી અને ખોટા કેસો અંગે રજુઆત કરી. જેમ સામાન્ય રીતે બને છે તેમ અધિકારીઓએ તેને આશ્ર્વાસન આપેલુ પણ કાયદેસરની કાર્યવાહી નહિ કરવાની તો કોઈ બાંહેધરી આપે નહિ ! તે પછી તે સચિવાલય માંગયો જયાં તેણે આક્રમક ગાંધીવાદી નેતા તરીકે રજુઆત કરી. સાકોટો પાડી દીધો. એવી હલકી અને ગલીચ ભાષાનો પ્રયોગ થયો કે સચિવે આવો વાણી વિલાસ કયારેય સાંભળ્યો નહિ હોય. અન્ય કર્મચારીઓએ આ ટોળકીને જેમ તેમ રવાના કરી પણ સચિવે રેન્જ આઈ.જી.પી. ગાંધીનગરને કહ્યુ  કે આનો મામલો ગમે તે રીતે પતાવજો હવે ફરી આ નમુનો આવવો જોઈએ નહિ. પરંતુ આઈ.જી.પી. કઈ રીતે ઉંઝા પોલીસને કાયદેસર ની કાર્યવાહી નહિ કરવાનું જણાવી શકે ? તેમ છતા આઈ.જી.પી.ના રીડર પીઆઈ જયવંતસિહે જયદેવ ને કહ્યુ કે બાપુ “એક ઘર તો ડાકણ પણ મુકે આનું કાંઈક કરજોને  ! પણ જયદેવ ને તો કોઈ ઘર મુકાય તેમજ  ન હતુ. રાજુને થયુ કે હવે આપણે ખરેખર રાજા. તે પાછો પાટણ તો આવ્યો પણ ઉંઝાના ધંધાની જે મજા હતી તે પાટણ ધંધામાં ન હતી. તેણે પાટણ બેઠા બેઠા જ ઉંઝામાં દારૂનો કારોબાર ચાલુ કર્યો. વળી જયદેવના હાથે તેના નામ જોગ કેસ થયો તેના ટાયા પકડાયા પરંતુ જયદેવે કાવત્રાની પ્રોહીબીશન એકટ કલમ ૮૩ લગાડીને પણ તેનું નામ એફ.આઈ.આર.માં મુકયુ જ. આથી રાજુ બરાબર છંછેડાયો પણ શું કરે ? તેણે તેના વિદ્વાન વકીલ દ્વારા હૈયા વરાળ કાઢી ખરેખર અનુભવી અને જ્ઞાની ઉંઝાના વકીલે વ્યવહારીક ભાષામાં રસ્તો કાઢવા કહ્યુ, પરંતુ જયદેવે તેમને નમ્ર ભાષામાં કહ્યુ કે કાયદો તો કાયદાનું કામ કરે જ ને ? અમે આ કેસો કરીએ છીએ તો તે તમારી પાસે આવે છે ને ?

એફકેઝેડ

આમ આ બુટલેગર રાજુ વિરૂધ્ધ  સઘન ઝુબેશ ચાલુ હતી. પરંતુ રાજયની ઝાંબા જ નશાબંધી શાખા હજુ જાણે કે અંધારામાં હતી. પરંતુ રાજુએ જે રીતે ગાંધીનગરમાં ખેલ પાડયો અને સચિવને અહક કરાવ્યુ તેના પડઘા પડયા અને પાટણના નશાબંધીના જુના અને અનુભવી પીઆઈને સખ્ત સુચના આવી ગઈ કે ઉંઝામાં દારૂ બંધ થવો જોઈએ. અનુભવી અને અહિંના જુના અને જાણીતા આ નશાબંધીના પીઆઈ મનમાં તો સમજતા જ હતા કે રાજુ એટલે “મોટી તોપ આપણે આ સળગતામાં કયાં પડવુ ?

પરંતુ જે થયુ તે એક દિવસ બપોરના નશાબંધીના જમાદાર ઉંઝા પીએસઓને જાણવા જોગના કાગળો સાથે વિશાળ જથ્થામાં ઈંગ્લીશ દારૂ આપી ગયા કે ઉંઝા વાસના સ્મશાનમાંથી રેઢો બીનવારસી આ ઈંગ્લીશ દારૂ મળી આવ્યો છે ! જયદેવે પોલીસ સ્ટેશનમાં આવીને જોયુ અને જાણ્યુ અને તેને થયુ કે આ શુ ? અરે ભલા માણસ દારૂ એટલે ગુનો જ, ભલે રેઢો પડયો હોય નામ નમુદ વગર પણ અજાણ્યા લોકો સામે એફ.આઈ.આર. આપવી જ જોઈએ. તે જે હોય તે પરંતુ અનુભવી અને ઉંઝા અને રાજુથી જાણકાર નશાબંધીના પીઆઈને થયુ હશે કે જો એફ.આઈ.આર થાય તો પાછી પાટણ નશાબંધી પોલીસ સ્ટેશનમાં જ થાયને  ? વળી તેની તપાસ પણ તેમણે કરવી પડે તો ભવિષ્યે આ બાબરા ભુતને પકડવાની પણ નોબત આવે તો ભારે થાય.

આથી જયદેવે આ જાણવા જોગ નોંધતા કાગળોની તપાસ જાતે થી જ સંભાળી અને પંચનામુ જોયુ તો માલ મળ્યાની જગ્યા વાસના જ સ્મશાનમાં જે વાસની નજીક હતુ ત્યાં રેઢો બીનવારસી ઈંગ્લીશ દારૂ મળી આવેલો. જયદેવે તુર્તજ સ્મશાનમાં જઈ તપાસ શરૂ કરી આજુબાજુ વાળાના નીવેદનો લેતા, આ સ્મશાનમાં હમણાથી રાજુની અવર જવર વધી ગયાનું જાણવા મળ્યુ, જયદેવે તે અંગે નિવેદનો નોંધીને રાજુના એક ટાયાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરતા તેણે રાજુના પણ વટાણા વેરી નાખ્યા, જયદેવે તેનું પણ નીવેદન નોંધ્યુ. તે પછી જયદેવે શ્રી સરકાર તરફે એફ.આઈ.આર. લખી ઝીરો નંબર થી નોંધી જેમાં પ્રોહીબીશન એકટની કાવત્રાની કલમ ૮૩ અને આરોપી તરીકે આ રાજુનું નામ પણ હતુ.

જયદેવે આ એફ.આઈ.આર. જાણવા જોગના કેસ કાગળો જેમાં તેણે નોધેલા નીવેદનો સહિતનાં મહેસાણા પોલીસવડા મારફતે નશાબંધી ખાતામાં મોકલ્યા. ટુંકનાં જયદેવે સંદેશો એવો મોકલ્યો કે નશાબંધી ખાતુ આ રીતે કામ કરે તો ખરેખર રાજયમાં દારૂબંધી થાય.

ત્યારબાદ એક વખત બપોરના દોઢ બે વાગ્યે જયદેવ ઉપર ગાંધીનગર રેન્જ આઈ.જી.પી.ના રીડર પીઆઈ જયવંતસિંહનો ફોન આવ્યો, તેમણે મીઠા ઠપકા સાથે સલાહ આપી કે બાપુ આ સૌરાષ્ટ્ર નથી, અહિંના ગુનેગારો તો ગમે તે ખોટુ નાટક કરે અને તમે તો હજુ નવા નવા પીઆઈ છો કયાંક કુંડાળામાં ફસાવી દેશે.

આ તો જાણીતા છો એટલે ફોન કર્યો બાકી આ ગુનેગારના ગલીચ વાણીવીલાસ ને કારણે આજે સચિવ પણ આ રજુઆત કરનારને મળ્યા સીવાય તેમની ચેમ્બરમાંથી બીજે ચાલ્યા ગયા છે.

બેનલુ એવુ કે જયદેવે પેલી નશાબંધી જાણવા જોગ નોંધ ની તપાસ ઉપરથી રાજુ ઉપર જ ગુન્હો દાખલ કરેલો તેથી તે કાળા નાગ માફક છંછેડાયેલો કેમ કે હવે તેની બીજી પાસા યાત્રાની તૈયારીઓ થવા લાગી હતી. આથી તે ગાંધી ટોપી પહેરી પોતાના સાગ્રીતોનું સામાજીક કાર્યકર રૂપે ટોળુ લઈને ફરી ગાંધીનગર સચિવાલયમાં ગયેલો. પરંતુ સચિવની ચેમ્બરમાં જાય તે પહેલા જ આ કાળોનાગ ઝેર ઓકવા લાગતા અગાઉના અનુભવે સચિવ રાજુને મળ્યા સિવાય અન્યત્ર જતા રહેલા. આથી રાજુ રેન્જ આઈ.જી.પી. ની કચેરીએ આવેલો અને અહિ પણ ફુંફાડા મારેલા તેથી આ કાળઝાળ ગરમી જોઈને રીડર પીઆઈએ જયદેવને ફોન કરેલો. જયદેવે રીડર પીઆઈને કહ્યુ કે આ કોઈ મોટી વાત નથી તમે જે વર્ણન કરો છો તે જ આ બેડી દડી શ્યામ વર્ણનો ટુંકા નાકવાળો વ્યકિત ઉંઝા અને નશાબંધી પો.સ્ટે પાટણનો વોન્ટેડ આરોપી રાજુ છે તે કોઈ રાજકીય કે સામાજીક આગેવાન નથી. તમે ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરો તાત્કાલીક પોલીસ આવશે. તેથી ત્યાંથી ન્યુસન્સ દુર થશે અને પોલીસને આરોપી પકડયાનું કામ થઈ જશે અને કાયમી શાંતિ થશે. પરંતુ “ઢીલા પોદળામાં કોઈ ઢેખાળો નાખતુ નથી તે ન્યાયે રાજુ ને ગાંધીનગરથી નાસી જવાનો મોકો મળેલો.

એફકેઝેડ

પરંતુ  તે પછી તે પાટણ જ માં જુગાર નો અખાડો ચલાવતો અને રહેતો અને આ બે નંબરી નાણાના જોરે તે ઉંઝામાં પોતાના વાસના જ વિરોધીઓ સાથે અથડાયા કરતો અને વાસના સજજન લોકો ઉપર દાદાગીરી ગુંડાગીર્દી કર્યા કરતો. આવી એક રકઝકમાં તેની જ જ્ઞાતિના એક યુવક ઉપર તેેણે ખુની હુમલો કર્યો અને લાંબો સમય આગોતરા જામીન નહિ મળતા ભાગતુ રહેવુ પડેલુ અને ઉંઝા વાસમાં તેનો ખુબ વિરોધ થતા તેણે ઉંઝામાં બે નંબર ની પ્રવૃતિ સદંતર બંધ કરેલી અને પાટણરમાં જ ફાલેલો ફુલેલો. પરંતુ પાટણ ખાતે જે કપટજ્ઞાન મળ્યુ પછી તેણે જે રીતે ગાંધીનગર સચિવાલય અને આઈ.જી.પી. કચેરીમાં તેનો ઉપયોગ કર્યો તેથી જે સફળતા અને કુપ્રેરણા મળી તેનાથી તે પછી તેને પાટણ પણ નાનું ક્ષેત્ર લાગવા માંડેલુ આથી પાટણને અલવીદા કરી તે અમદાવાદના અમરાઈ વાડી વિસ્તારમાં સ્થળાંતર થયેલો. તેની જ્ઞાતિ આધારીત અને ગલીચ વાણી વિલાસના કારણે તેની શરૂઆત થી જ અમરાઈવાડીમાં જોરદાર ધાક જામી ગઈ , પછી તો રાજુ અમદાવાદમાં એવો તો પેધી ગયો અને એવી તો પાલી ચલાવી કે તે કરોડપતિ તો થઈ ગયો પરંતુ સમગ્ર શહેરનો એવો ડોન બન્યો કે સમગ્ર અમદાવાદ શહેરના બુટલેગરો તેનાથી ફફડવા લાગેલા અને તમામ તેને હપ્તા આપવા લાગેલા જેમાં પોલીસ પણ કાંઈ કરી શકતી નહિ. અમદાવાદમાં તેનું એક ચક્રી શાસન બુટલેગરોમાં જામી ગયેલુ;  અને કરોડો રૂપીયા કમાયેલો ! જયદેવ નીવૃત થયા પછી પાંચેક વર્ષે એટલે કે બનાવ પછી પંદર સોળ વર્ષ પછી તે એક વખત ઉંઝા કોર્ટ મુદતે આવેલો. મુદત આ રાજુના કેસની જ હતી કે જે તેણે પંદર સોળ વર્ષ પહેલા ઉપર વર્ણવેલા કેસો કરેલા હતા તે જયદેવે સાહેદી તો આપી પરંતુ કેસમાં હયાત ફકત તેનો એક સાગ્રીત જ હતો. રાજુ  હજુ પંદર દિવસ પહેલા જ કેન્સરથી મૃત્યુ પામ્યો હતો.  અને તેના પંદર દિવસ પહેલા તેનો યુવાન પુત્ર અકસ્માતે મૃત્યુ પામ્યો હતો. જયદેવની અદાલતમાં સાહેદી તો થઈ ગઈ પરંતુ તે વિચારતો હતો કે આ જીંદગી મળી તેનો મતલબ શું  ? શું આ ધરતી ઉપર આવ્યા અને શું ગયા ? શું સાથે લઈ ગયા ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.