Abtak Media Google News

‘પારિવારિક શાંતિ અભિયાન’ એ વિશ્વશાંતિ તરફની એક હરણફાળ

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણે બી. એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છેલ્લા ૯દિવસથી દર્શન અને સત્સંગલાભ આપી રહ્યા છે.

Advertisement

ગઈકાલેપરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે એક સુંદર અભિયાનનો શુભારંભ કર્યો, એ અભિયાન પારિવારિક શાંતિ અભિયાનથ. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે બી. એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા વિશ્વભરમાં ચાલી રહેલી ૧૬૨ થી પણ વધુ સામાજિક પ્રવૃતિઓ અંતર્ગત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ, રાજકોટમાં પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે ‘પારિવારિક શાંતિ અભિયાન’નો શુભારંભ દીપ પ્રાગટ્યથી કર્યો  હતો.

2019 11 05 038 Rajkot

આ ‘પારિવારિક શાંતિ અભિયાન’ એ વિશ્વશાંતિ તરફની એક હરણફાળ છે. પારિવારિક શાંતિના ત્રણ મૂલ્યો છે: મિલન, મદદ અને માફી.પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પારિવારિક શાંતિ અને વિશ્વશાંતિ પ્રત્યેની જીવન ભાવના વ્યક્ત કરતા કહેતા કે, પબીજાના સુખમાં આપણું સુખ છેથ. પબીજાનાભલામાં આપણું ભલું છે. સૌરાષ્ટ્રમાં કુકડ અને ઓદરકા વગેરે ૪૫ ગામોના ક્ષત્રિયોમાં, દોઢસો વર્ષ પહેલાં ચરિયાણ જમીનના વિવાદમાંથી વેરની જ્વાળાભડકી હતી. તેમાંથી સતત દોઢસો વર્ષ સુધી હિંસા અને વસૂલાતઆગ પેઢી દર પેઢી વધુને વધુ વેગ પકડતી રહી હતી.

Untitled 1

ભાવનગરનામહારાજા કૃષ્ણકુમારસિંહજીથી લઈને બ્રિટીશ અમલદાર અને સ્વતંત્રભારતના અધિકારીઓએ પણ આ વેરઝેરને સમાવવા અનેક પ્રયાસોકર્યા હતા. પરંતુ નિષ્ફળતા પીછો છોડતી નહોતી.૧૯૮૦ના દાયકામાં સ્વામીએ આ ક્ષત્રિયોના માથાભારેસૂત્રધાર રામસંગ બાપુનું જીવન પરિવર્તન કર્યું ત્યારે દોઢસો વર્ષપુરાણી વેરની વસૂલાતને ઠારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. સ્વામીએ સતત પ્રયત્નો કરીને સૌને ક્ષમાભાવનાનું અમૃત પાયુંહતું.આવી રીતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમ્યાન અનેક ભક્તો-ભાવિકોના પ્રશ્નો, સમસ્યાઓ, અને મૂંઝવણોને પત્રો દ્વારા, ફોન દ્વારા, મુલાકાતો દ્વારા ઉકેલો આપી ઘર પરિવારમાં શાંતિ સ્થાપી હતી.

Img 2229 1

આ પપારિવારિક શાંતિ અભિયાનથ અંતર્ગત બી.એ. પી.એસ. સ્વામિનારાયણ મંદિર રાજકોટના સંતો અને દરેક પુરુષ મહિલા હરિભક્તો ‘વસુધૈવ કુટુંબકમ્’ની ભાવનાથી દરેક પરિવારમાં સંપ વધે, એકતા વધે અનેઘર પરિવારમાં શાંતિ થાય. પરિવારમાં દરેકના સ્વાસ્થ્ય સારા રહે, બધા તને-મને-ધને કરીને ખુબ જ સુખી થાય તેના માટે ભગવાનને ધૂન અને પ્રાર્થના કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.