Abtak Media Google News

સ્વ.પુજીત રૂપાણીના જન્મદિવસ નિમિેતે બાળ સંગમ કાર્યક્રમ યોજાયો

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે તારક મહેતા કા ઉલટા ચશ્માં ફેમ નેહા મેહતા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોને મનોરંજન પૂરૂ પાડ્યું

દરેક બાળકોના આનંદના પુજીતનો વસવાટ છે: નેહા મેહતા

સ્વ. પુજીત રૂપાણી ના જન્મદિવસ નિમિત્તે પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા રેસકોર્સ મેદાન ખાતે બાળકો મોજ મજા માણી શકે. પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ ગરીબ બાળકો અને આર્થિક પછાત વર્ગના લોકો માટે અને તેમના ઉત્થાન માટે સતત કાર્યરત રહેતું ટ્રસ્ટ છે. જે અંતર્ગત દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ ફનવર્લ્ડ ખાતે આર્થિક ગરીબ બાળકો માટે ફન વર્લ્ડ ખુલ્લું મૂકવામાં આવે છે જેમાં આવેલા બાળકો વિવિધ રાઈડ્સની મજા માણે છે અને લઝીઝ ખોરાક પણ માણતા હોય છે. માત્ર એટલું જ નહીં વિવિધ રંગારંગ કાર્યક્રમો પણ આજના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે 8 ઓક્ટોબર 2021 ના રોજ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના કલાકાર ખાસ પ્રસંગો પાત હાજરી આપી હતી અને બાળકોનું મનોરંજન પણ કર્યું હતું.

પોતાનું વક્તવ્યમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ જણાવતા કહ્યું હતું કે બાળ સંગમ છેલ્લા 25 વર્ષથી ઉજવાઈ છે જેમાં બાળકોને બાળપણ મડી રહે તેજ ઉદેશ્ય હોઈ છે. આજે બાળકોને  મોજ મજા નો દિવસ છે, આજનો દિવસ જીવનના શ્રેષ્ઠ દિવસો તરીકે મનાવવામાં આવે છે અને બાળકો તેનું બાળપણ પણ માણતા નજરે પડે છે. ત્યારે આજના દિવસે પુજીતના દર્શન બાળકોમાં થાય છે. વિજયભાઈએ કહ્યું હાથ કે, જેનું બાળપણ સારું રહે  તેજ સારો નાગરિક બને છે અને જેનું બાળપન ખરાબ જાય તો તે સારો નાગરિક નથી બનતો. ત્યારે ટ્રસ્ટ બાળકોને લક્ષ્યમાં રાખી બાળકો માટે કામ કરે છે. આ બાળ સંગમનો કાર્યક્રમનો હેતુ એટલો જ છે કે, બાળકો આનંદ કરે અને કાર્યક્રમ વાઇબ્રન્ટ બને.

બાળ સંગમ દિવસ છેલ્લા 25 વર્ષથી ઉજવાઈ છે,જેમાં બાળકોને તેનું  બાળપણ માણવાનો અવસર મળે છે જેનો આનંદ અનેરો હોઈ છે: વિજયભાઈ રૂપાણી

બાળ સંગમ કાર્યક્રમને અનુલક્ષી ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અબતક સાથે વિશેષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, 8 ઓક્ટોબર એ પુજીતનો જન્મદિવસ છે ત્યારે છેવાડાના બાળકો અને ગરીબ બાળકોને ખૂબ જ આનંદ મળે તે માટે સારુ ભોજન અને સારી ગિફ્ટ આપવામાં આવે છે.

બાળકો માટે કલ્યાણકારી યોજનાઓ અને કમલી બનાવી પૂજિત સર્વે માટે અમર થઇ ગયો છે. વધુમાં વિજયભાઈ રૂપાણીએ જણાવતા કયું હતું આજના દિવસે તમામ નાના બાળકો આર્થિક રીતે પછાત બાળકો અને કચરા વીણતા બાળકો પોતાનું બાળપણ હસી ખુશી થી માણી શકે તે માટેના આ તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.

નામ કેટલું મધુર છે પુજીતનું કે તે આજે પૂજાઈ છે: નેહા મેહતા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના કલાકાર નેહા મહેતાએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે આજે ખરા અર્થમાં પુજીત સાથે મળવાનો મોકો મળ્યો છે પુજીત નામ જ કેટલું મધુર છે કે જે આજે દરેક લોકોના હૃદયમાં પૂજાય છે. વધુમાં તેમને જણાવતા કહ્યું હતું કે ઊંચી તે ભગવાનની જેમ દરેક બાળકોને તેનું બાળપણ આપ્યું છે જેનો લાભ ખરા અર્થમાં બાળકો ઉઠાવી રહ્યા છે

બીજી તરફ બાળકો માટે આજે ભગીરથ કાર્ય પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ અનેરું છે જેનો સંપૂર્ણ શ્રેય રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમના ધર્મપત્ની અંજલીબેન રૂપાણીના સિરે જાય છે. નેહા મહેતાએ પૂજિત નો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બાળ સંગમ દિવસ નિમિત્તે મને ખૂબ જ વંદનીય અને આદરણીય લોકો વચ્ચે રહી બાળકોને જે આનંદ કરવાનો મોકો મળ્યો છે તે માત્રને માત્ર ઉર્જિત દ્વારા મળ્યો છે જેથી પુજીતને વંદન કરું છું. અંતમાં તેઓએ કુતરુ પાણી ટ્રસ્ટ આ અંગે જણાવતા કહ્યું હતું કે આ ટ્રસ્ટ ખરા અર્થમાં પૂજિતને કેન્દ્ર સ્થાનમાં રાખી ગરીબ બાળકોની સેવા કરી રહ્યું છે તે કાર્ય ખુબ જ સરાહનીય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.