કોરોના વાયરસના સંક્રમણની પેટર્ન બદલાય: ઈટાલીની જેમ ભારતમાં પણ સંક્રમણના કેસ વધ્યા: એક દિવસમાં ૭૫૦ પોઝિટિવ કેસથી ફફડાટ

લોકડાઉન વચ્ચે પણ ભારતમાં વાયરસના સંક્રમણના કેસ સતત વધ્યા છે. ઈટાલીની જેમ ભારતમાં પણ કેસ નોંધાવાની પેટર્ન બદલાઈ છે. પરિણામે આગામી પાંચ દિવસ ભારત માટે  ખુબજ મહત્વના છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના પોઝિટીવની સંખ્યા ૭૫૦ની છે. દર ૨૪ કલાકે નોંધાતા કુલ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

અગાઉ પોઝિટીવ કેસની સંખ્યા ૫૦૦ થી ૬૦૦ વચ્ચે રહેતી હતી પરંતુ પેટર્ન બદલાતા કેસ ૭૫૦ થી વધુ થઈ ગયા છે. તામિલનાડુમાં ૯૬, રાજસ્થાનમાં ૮૦, ગુજરાતમાં ૭૬ અને દિલ્હીમાં ૫૧ કેસ નોંધાતા સરકાર ચિંતામાં મુકાઈ ગઈ છે. બદલાતી પેટર્નના કારણે જો આગામી પાંચ દિવસમાં કોરોના કાબુમાં નહીં આવે તો ભારતના હાલ બેહાલ થઈ જાય તેવી દહેશત આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો વ્યકત કરી રહ્યાં છે.

દેશમાં અત્યાર સુધી કોરોનાના કારણે મોતની સંખ્યા ૨૩૨ પહોંચી ગઈ છે. આગામી સમયમાં જો કોરોના કાબુમાં નહીં આવે તો મોતની સંખ્યા ત્રણ આંકડેથી વધુ ચાર આંકડે થઈ જશે. લોકડાઉનમાં કોરોના વાયરસના સંક્રમણની સાયકલ તોડવાનો આત્મવિશ્ર્વાસ વ્યકત થયો હતો પરંતુ કેટલાક સંજોગોમાં લોકડાઉન કારગત નિવડયું ન હોવાનું પણ સામે આવ્યું છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ જો લોકડાઉનનો અમલ કરવામાં ન આવ્યો હોત તો એક અઠવાડિયામાં જ ૧૭૦૦૦ પોઝિટીવ કેસ ભારતમાં જોવા મળ્યા હોત. અલબત લોકડાઉનના કારણે લોકો ઘરમાં રહેતા સંક્રમણના કેસ ઘટ્યા છે.

મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધી છે. કેરળ અને આંધ્રપ્રદેશમાં પણ સ્થિતિ ખરાબ થઈ રહી છે. આવા સંજોગોમાં અર્થતંત્રની ડામાડોળ પરિસ્થિતિ પણ કેન્દ્ર સરકાર માટે ચિંતાનો વિષય બની ચૂકી છે.

એક દિવસમાં ૭૫૦ કેસ અને ૨૦ લોકોના મોતથી આગામી સમયમાં કોરોના વાયરસ કેટલું ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે તેનો અંદાજ લગાવી શકાય છે. અમેરિકા, ઈટાલી અને સ્પેન જેવા વિકસીત દેશોની હાલત પરથી એક વાત ફલીત થાય છે કે, ભારત જેવા વિકસીત દેશમાં કોરોના વિકસીત દેશો કરતા વધુ કોહરામ મચાવી શકે છે. જો આગામી પાંચ દિવસમાં કોરોનાની પેટર્ન નહીં તૂટે તો ભારતમાં મોટાપાયે જાનહાની થઈ શકે છે.

તમને કોરોના થાય તો શું-શું થઇ શકે?

કોરોના વાયરસ માનવ શરીરમાં પ્રવેશે એટલે સૌ પ્રથમ શ્ર્વસનતંત્ર પર અસર કરે છે. જેના કારણે એકદમ તાવની સાથે શરદી, સુકી ખાંસી, શ્ર્વાસ લેવામાં તકલીફ વગેરે જેવા લક્ષણો સામાન્ય રીતે ચેપ લાગ્યાના પાંચથી લઈને ચૌદ દિવસ સુધીમાં જોવા મળે છે. ઉપરાંત, ગળામાં દુ:ખાવો, શરીરમાં દુ:ખાવો, અને માથાનો દુ:ખાવાની ફરિયાદ જોવા મળે છે. કોરોના વાયરસ ગળા અને ફેફસાના પર સૌ પ્રથમ ચેપ લગાડતા હોય છે. જેથી બંને અંગો ધીમેધીમે કોરોના વાયરસના કારખાનામાં ફેરવાઈ જઈને વધુને વધુ વાયરસને ઉત્પન્ન કરવા લાગે છે. જે લોકોની રોગ પ્રતિકારક શકિત સારી

હોય તેમાં કોરોની પોઝીટીવના લક્ષણો ધીમેધીમે દર્શાય છે. વાયરસ ચેપ સામે માનવ શરીરમાંથક્ષ સૌયટોકીન્સ નામનું રસાયણ ઉત્પન્ન થઈને રોગ પ્રતિકારક શકિત વધારે છે. જેથી કોરોના પોઝીટીવનો શિકાર બનેલા દર્દીને તેની સારી રોગ પ્રતિકારક શકિતના કારણે પ્રાથમિક લક્ષણો દેખાય ત્યાં સુધીમાં તે અનેક લોકોને ચેપ લગાડી ચૂકયો છે. કેટલાક દર્દીઓમાં પ્રારંભમાં સૂકી ઉધરસ આવે તેની સાથે લાળ પણ જોવા મળ છે. આ લાળ સામાન્ય નથી હોતી પણ વાયરસના

કારણે માર્યા ગયેલા કોષોની હોય છે. આ તબકકામાં દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી. ફકત આરામ કરીને કે વધારે માત્રામાં પ્રવાહી લેવાની જરૂર હોય છે. આ સમય દરમ્યાન માનવ શરીરની રોગ પ્રતિકારક શકિત વાયરસ સામે લડે છે. જયારે કોરોના વાયરસ ફેફસાન પર અસર કરે તેના કારણે દર્દીને શ્ર્વાસમાં તકલીફ ઉભી થાય છે. ત્યારે દર્દીને વેન્ટીલેટર પર મૂકવાની જરૂર પડે છે. લગભગ ૧૪ ટકા કેસો આ તબકકે પહોચતા જોવા મળે છે.

જયારે કોરોનાના ૬ ટકા કેસો અત્યંત જટીલ કક્ષાએ પહોચી જાય છે. જેમાં શરીરની રોગપ્રતિકારક શકિત બેકાબુ બનીને વાયરસના બદલે શરીરને જ નુકશાન પહોચાડવાનું શરૂ કરે છે. આ સ્થિતિમાં બ્લડ પ્રેશર ખૂબજ નીચુ થઈ જાય છે. અને ઓર્ગન ફેલ થઈ જવાની સ્થિતિ ઉભી થાય છે. આ તબકકામાં દર્દી તીવ્ર શ્ર્વાસન તકલીફથી પીડાવવાના કારણે ફેફસામાં તીવ્ર બળતરા થાય છે. જેના કારણે શરીરને પૂરતા પ્રમાણમાં ઓકિસજન મળી શકતુ નથી. આવી સ્થિતિમાં કૃત્રિમ ફેફસાના ઉપયોગ કરી શકાય છે. પરંતુ આ સમય સુધીમાં શરીરના મોટાભાગના ભાગોને એટલી હદેનું નુકશાન થઈ ચૂકયું હોય છે કે માનવ જીવન બચવું મુશ્કેલી હોય છે.

મુંબઇમાં કોરોના ૧૦ દિવસમાં કંટ્રોલમાં નહીં આવે તો ન્યૂયોર્ક જેવા હાલ થશે

કોરોના વાયરસના સંક્રમણની સાયકલ તોડવા માટે દેશભરમાં લોકડાઉનની અમલવારી થઈ છે. જો કે, લોકડાઉન છતાં મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યા સતત વધી છે. ત્યારે આગામી ૧૦ દિવસમાં મુંબઈમાં કોરોના કાબુમાં નહીં આવે તો જે રીતે ન્યુયોર્ક અને ઈટાલીમાં મોત થયા તેવા ગંભીર પરિણામો મુંબઈમાં પણ જોવા મળી શકે તેવી દહેશત નિષ્ણાંતો વ્યકત કરી રહ્યાં છે. આરોગ્ય મંત્રાલયના સંશોધન મુજબ આગામી ૫ થી ૬ દિવસમાં મુંબઈમાં દરરોજ ૨૦૦ થી ૩૦૦ કેસ પોઝિટીવ જોવા મળે તેવી શંકા છે. જો ૧૦ દિવસમાં કોરોનાના કેસ મુંબઈમાં કાબુમાં નહીં આવે તો ત્યારબાદ બે ગણા અથવા ત્રણ ગણા કેસ વધી શકે છે. એકંદરે મુંબઈની હાલત પણ ન્યુયોર્ક જેવી થઈ જાય તો મોતનો ભયાનક તાંડવ જોવા મળશે. આગામી સમયમાં દરરોજ ૧૫૦૦ ટેસ્ટ મુંબઈમાં કરવામાં આવશે.  આગામી સમયમાં મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં જો સ્થિતિ કાબુમાં નહીં આવે તો ઈટાલીની જેમ મોત થશે. ધારાવી જેવા વિસ્તારોમાં

કોરોના વાયરસના ફેલાવા મુદ્દે થોડા સમય પહેલા ચિંતા વ્યકત કરવામાં આવી હતી. ધારાવી જેવા વિસ્તારોમાં જો કોરોના વાયરસનું સંક્રમણ વધે તો કરોડો લોકોના જીવ ઉપર જોખમ ઉભુ થઈ શકે છે. વર્તમાન સમયે ધારાવી અને બાંદ્રા (ઈસ્ટ) સહિતના વિસ્તારોમાં બોમ્બે મ્યુનિ. કમિશનર પ્રવિણ પરદેશી દ્વારા કોરોનાના સંક્રમણને રોકવાના પ્રયત્નો થઈ રહ્યાં છે.

કોરોનાથી મૃત્યુઆંક ૧ લાખને આંબુ આંબુ!

ચીનના વુઆનમાંથી ઉભી થયેલી કોરોના વાયરસની ભુતાવળ વૈશ્ર્વિક માનવ ખુવારી માટે દિવસેને દિવસે વધુ ગોજારી બનતી જાય છે. અત્યાર સુધી આ મહામારીમાં મૃત્યુઆંક ૯૦ હજાર સુધી પહોંચી ગયો હતો. ૯૦૯૩૮ મૃત્યુમાંથી અડધીથી વધુ ઇટાલી, સ્પેન અને અમેરીકામાં નોંધાયો છે. ઇટાલીમાં સૌથી વધુ ૧૮૨૭૭ અત્યાર પછી બીજા ક્રમે સ્પેન ૧૫૨૩૮, અમરેકા ૧૪૮૩૦ અને ફ્રાન્સમાં ૧૦૮૬૪ મૃત્યુ નોંધાઇ ચુકયા છે. આજની તારીખે આ લખાઇ રહ્યું છે. ત્યારે વિશ્ર્વભરમાં સંક્રમિત દર્દીઓની સંખયાનો સત્તાવાર આંકડો ૧૫૩૪૨૬ પર પહોચ્યો છે. વિશ્ર્વમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ દિવસે દિવસે જોખમી તબકકામાં પ્રવેશી રહી છે. સંક્રમણનું પ્રમાણ વધતું જાય છે અને સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવનારા લોકોના ટેસ્ટ પોઝીટીવ આવવાનું પ્રમાણ વધી રહ્યું છે. અમેરિકાની પરિસ્થિતિ વધુ ખરાબ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરાના માટેની સારવાર માટે ઉપયોગી હાઇટ્રોકસી કલોરોકવાઇન દવાનો જથ્થો પુરો પાડવાની વિનંતી સ્વીકારવા બદલ ટ્રમ્પે ભારતનો આભાર માની જણાવ્યું હતું કે અમે આ ઉપકાર કયારેય નહિ ભૂલી એ અમેરિકામાં છેલ્લા ર૪ કલાકમાં થયેલ મૃત્યુઆંક ર૦૦૦ નો આંકડો વટાવી ચુકયો છે.

કોરોનાને કાબૂમાં લેવામાં ભારત મહદઅંશે સફળ: આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધન

HARSH VARDHAN

ભારતમાં કોરોનાના કેસ કાબુમાં લેવામાં મહદઅંશે સફળતા મળી હોવાનો દાવો કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન દ્વારા થયો છે. તેમણે કહ્યું હતું કે, કોવિડ-૧૯ના અતિગંભીર પરિણામો દેશને ભોગવવા પડશે નહીં. સરકારે લીધેલા વિવિધ પગલાના કારણે વાયરસની અસર ભયંકર જણાશે નહીં તેવું તેમણે કહ્યું હતું. વર્તમાન સમયે એક્ટિવ સ્ક્રીનીંગ, કોમ્યુનિટી સર્વેલન્સ, આશા વર્કર અને હેલ્થ ઈન્ફાસ્ટ્રકચરમાં કરેલા સુધારાના કારણે દેશમાં સંક્રમણના કેસને કાબુમાં લેવામાં સફળતા મળી હોવાનો દાવો તેમણે કર્યો હતો. મહામારીને રોકવા વિદેશ પ્રવાસ કરનાર દરેક મુસાફરની હિસ્ટ્રીને તપાસી તેમનું સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું હોવાનું પણ તેમણે કહ્યું હતું. આગામી સમયમાં

૪૮૦૦૦ વેન્ટીલેટર તૈયાર કરવામાં આવશે. ગઈકાલે બેનેટ યુનિવર્સિટીની આંતરરાષ્ટ્રીય ઓનલાઈન કોન્ફરન્સ દરમિયાન તેમની સાથે હાજર રહેલા પૂર્વ ચીફ ઈકોનોમીક એડવાઈઝર ડો.વિરાણીએ કહ્યું હતું કે, લોકડાઉનના કારણે જીડીપી ૨.૮ ટકાની છે. પરંતુ જો લોકડાઉન એપ્રીલના અંત સુધી ખેંચાશે તો તેમાં વધુ નુકશાન થશે.

શિક્ષિકાએ પુત્રને ઘરે લાવવા સ્કૂટર પર ૧૪૦૦ કિ.મી.ની સફર ખેડી

મા તે મા બાકી બધા વગડાના વા…

SCOOTER TRAVEL 1400 KM

લોકડાઉન દરમિયાન ફસાઇ ગયેલા પુત્ર માટે શિક્ષિકાએ સ્કૂટર પર ૧૪૦૦ કી.મી. ની સફર ખેડી હતી અને પોતાના પુત્રને ઘર લાવી હતી. ભારતમાં કોવિંદ-૧૯ના લોકડાઉનમાં સામાજીક જનજીવનની અનેરું આશ્ર્ચર્યજનક ઘટનાઓ સામે આવી રહી છે. અત્યારે જો સોરઠી રસધારની રચના કરનાર સાહિત્યકાર ઝવેરચંદ મેધાણી હયાત હોત તો ફરીથી તે સોૈરાષ્ટ્ર નહીં ગુજરાત અને દેશભરનું પરિભ્રમણ કરીને લોકડાઉન દરમિયાનની સેંજલ વાતો પર સૌરઠની રસધારને બદલે કદાચ ‘ભારતની રસધાર’નું સર્જન અવશ્ય પણ કરી લેત

ભારતીય સમાજ જીવનમાં લોકડાઉન દરમિયાન અનેક આશ્ર્ચર્યજનક ઘટનાઓ સામે આવી રહી છે. આવીજ એક ઘટના આંધ્રપ્રદેશમાં બહાર આવી છે.

લોકડાઉનના નિયમો અને સાહસની એક સામે આવેલી ઘટનામાં આંધ્રપ્રદેશની શાળાની એક શિક્ષિકા પોતાના પુત્રને સ્કુટર પર ૧૪૦૦ કી.મી. ની સફર ખેડીને ઘરે લાવી હતી. આંધ્રપ્રદેશના જિઝામબાદના બોધનની શિક્ષિકા રજીયાબેગમે પોતાના પુત્રને ઘરે લાવવા આ લાંબી મુસાફરી કરીને આંધ્રપ્રદેશના નિલોર શહેર સુધી પહોંચી હતી. શિક્ષિકાએ પોલીસ પાસેથી મંજુરીનો પત્ર મેળવ્યો હતો.  તેને અનેક જગ્યાએ પોતાની જરુરીયાત માટે રજા આપવા માટે ગળે ઘુંટડો ઉતરાવ્યો હતો આ સફર દરમિયાન તેને કોઇ મુશ્કેલી પડી ન હોવાનું તેણે ઘરે પહોંચીને પત્રકારોને જણાવ્યું હતું.

રજીયાનો પુત્ર નિઝામુદ્દીન હૈદરાબાદમાં ડોકટર બનવા માટે કોચીંગ કલાકસમાં જોડાયો હતો. નિઝામુદ્દીન ગયા મહિને મિત્રો સાથે નેલોરથી બોધાન મિત્રના પિતાની ખબર પૂછવા ગયા હતા. બીજા મિત્રો ૧ર માર્ચે નેલોર જવા રવાના થયા હતા. પરંતુ લોકડાઉનના પગલે નિઝામુદ્ીન ઘેર આવી શકયા ન હતા. નિઝામુદ્ીન માટે ઘરે આવવાના તમામ રસ્તાઓ બંધ થઇ ગયા હતા. ત્યારે તેની શિક્ષિકા માતા રઝીયા બોધાનના એસીપી જયપાલ રેડ્ડી પાસે મદદ માટે ગઇ હતી. અને તેણે મઁજુરીનો પત્ર હાથો હાથ મેળવ્યો હતો.

રજીયા બેગમને ૩ બાળકો છે બે પુત્ર અને એક પુત્રીની માતાએ સ્કુટી ઉપર સફર કરવાનું નકકી કર્યુ અને ૭ એપ્રિલે નેલોર પહોંચી હતી. પુત્રને લઇને તાત્કાલીક વળતી સફર શરુ કરી અને ૮ એપ્રિલે બોધાન પહોંચી હતી મેં જંગલ વિસ્તારના રસ્તાઓ પરથી પણ મારી સફર પસાર કરી હતી મને કોઇ બીક લાગી ન હતી હું અંતે મારા પુત્રને સલામત રીતે ઘરે લાવવામાં સફળ થઇ છે. તેના માટે આપણા કાયદા અને તંત્રના માનવતા વાદી અભિગમની આભારી છું.

જામીન પુરા થાય તો પણ ૨૭મી સુધી ન ફરકવા જેલ સત્તાધીશોનો આદેશ

JAIL

અમદાવાદની સાબરમતિ જેલના સત્તાવાળાઓએ જામીનની મુદત પૂર્ણ થતાં જેલમાં રજુ થવા માટે આવેલા રોશનીબેન વિઠ્ઠલાણીને ર૭મી એપ્રિલ પછી આવવા જણાવી જેલમાં પ્રવેશ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. રોશનીબેન વિઠ્ઠલાણી ઘાટલોડીયા રહે છે અને બે વર્ષની સજા કાપી છે છતાં જેમની ધોરણ-૧૦ ની પરિક્ષા આપતા પુત્ર સાથે રહેવા ગયા મહિને જામીન મળ્યા હતા. રોશનીબેન વિઠ્ઠલાણી જેવા અનેક કૈદીઓ છે કે જેઓને જેલ સત્તાવાળાઓએ અંદર કરવાનો ઇન્કાર કરી દીધો છે.

જેલ સત્તાવાળાઓ જામીન પર રહેલા અને થોડો સમય બહાર રહીને આવેલા કેદીઓને હાલમાં અંદર ન લેવાની નોટીસ દરવાજા ઉપર જ લગાવી દેવામાં આવી છે. સાથે જાહેરાત કરી છે કે જેલના જે જે કેદીઓએ હંગામી જામીન કે ગુજરાત હાઇકોર્ટમાંથી પેરોલ મેળવીને બહાર ગયા છે. તેમને ર૭મી એપ્રિલે સાંજે પ વાગ્યા સુધીમાં હાજર થઇ જવું.

ગયા મહિને હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજીના પગલે સુઓમોટોના આધારે કોર્ટે તમામ જામીન અને તમામ કેદીઓના પેરોલની મુકત લંંબાવી દીધી છે. હાઇકોર્ટે કોવિંદ-૧૯ ની પરિસ્થિતિ અને રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને લઇને આ નિર્ણય લીધો હતો. દરેક કેદીઓ આવા નસીબદાર હોતા નથી અને દરેક કેદીઓના સારા નસીબ હોતા નથી. હત્યાના આરોપી મહમદ આસિફ અન્સારીને હાઇકોર્ટમાંથી પુત્રના લગ્નમાં હાજરી આપવા માટે જામીન મળ્યા હતા. તેણે પુત્ર સાથે વધુ સમય વિતાવવા માટે જામીન લંબાવવા માટે અરજી કરી હતી. કોર્ટે તેની અરજી ખારી જ કરીને બે દિવસમાં હાજર થઇ જવા આદેશ  કર્યો હતો. કોર્ટે પોલીસને પણ હિમાયત કરી હતી કે અન્સારીને સમયસર જેલ સુધી પહોચાડી જેલ સુધી પહોચાડી દેવો હાઇકોર્ટે એવા નિર્દેશ પણ જારી કર્યા છે કે કોઇપણ વ્યકિતને જેલમાં કોરોના વાયરસ સંક્રમણના પોઝેટીવ અસર ન હોવાની ખાતરી બાદ જ જેલમાં પ્રવેશ આપવાની વ્યવસ્થા કરવી.

કોઇપણ વ્યકિતને આ ખાતરી વગર જેલમાં પ્રવેશ આપવો નહિ તમામ કેદીઓની આરોગ્ય ચકાસણી નવા કેદીઓની સાથે સાથે જે કેદીઓ જોડો સમય જામીન પર છુટીને બહારથી આવ્યા હોય તે તમામને આરોગ્ય ચકાસણી બાદ જ જેલમાં પ્રવેશ આપવો. અમદાવાદની સાબરમતિ જેલમાં રહેલી મહિલા કેદીને જામીનની મુદત પુરી થયે જેલમાં પ્રવેશ આપવાનો જેલ સત્તાવાળાઓએ ઇન્કાર કરી દેતા મહિલા કેદીને પરિવાર સાથે રહેવાની વધુ મુદત મળી હતી. જયારે પુત્રના લગ્નમાં પેરોલ પર છુટેલા કેદી પિતાને પરિવાર સાથે વધુ સમય વિતાવવા જામીન લંબાવા કોર્ટે ઇન્કાર કરી દઇ તાત્કાલીક જેલમાં હાજર થઇ જવા તાકીદ કરી છે.

હાઇકોર્ટે કોરોનાને લઇ જામીન અરજી ફગાવી!

બહાર કરતા જેલમાં સુરક્ષિત!

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારી કોરોનાની મહામારી માયાવી નગર મુંબઈ અને તેમાં પણ વિશ્ર્વની સૌથી મોટી ગણાતી ઝુપડપટ્ટી ધારાવીમાં પણ બેફામ બનવા લાગ્યા છે. આ સ્થિતિમાં કોરોના આપત્તિનું કારણ બતાવી જામીન માંગનારને મુંબઈ હાઈકોર્ટે હંગામી જામીન આપવાનો ઈન્કાર કરી ને જણાવ્યુંં હતુકે અત્યારની પરિસ્થિતિમાં અરજદારને જામીન પર મૂકત કરીને કોરોના સંક્રમણના જોખમમાં ન મૂકી શકાય.

છેલ્લા ૧૮ મહિનાથી નવી મુંબઈની તલોજા જેલમાં રાખવામાં આવેલા હત્યાના આરોપીએ કરેલી જામીન અરજીની સુનાવણીમાં મુંબઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જી.એસ. પટેલે જણાવ્યું હતુ કે મુંબઈ શહેર કરતાં જેલની પરિસ્થિતિ સારી છે. કોરોના કટોકટીને પગલે ઘાટકોપરનાં પરા વિસ્તારમાં રહેતા આરોપી જીતેન્દ્ર મિશ્રાએ હંગામી ધોરણે જામીન પર છૂટવાની અરજી કરી હતી. વિડિયો કોન્ફરન્સના માધ્યમથી હાથ ધરેલી આ સુનાવણીમાં ન્યાયમૂર્તિ જીએસ પટેલે અરજદારના વકીલ શૈલેન્દ્રસિંગને જણાવ્યું હતુ કે આવી પરિસ્થિતિમાં અરજદારને મૂકત કરવા કરતા તે જેલમાં વધારે સલામત રહેશે. અરજદારને ખબર નથી કે શહેરમાં શું થઈ રહ્યું છે. કોર્પોરેશનની વ્યવસ્થા ખાસ કરીને સવરલીનાકા વિસ્તાર કરતા જેલ સતાવાળાઓએ જેલમાં કેદીઓ માટે સારી વ્યવસ્થા કરી છે. વરલીનાકા અત્યારે રોગચાળાનું એપી સેન્ટર બની ગયું છે. મધ્ય મુંબઈમાં વરલી કોવિદ-૧૯ના સંક્રમણનું સ્થાન બની ચૂકયું છે. હાઈકોર્ટે વધૂમાં જણાવ્યું હતુ કે સુપ્રિમ કોર્ટે એવો દિશા નિર્દેશ આપ્યો છે કે શકય હોય ત્યાં સુધી કેદીઓને છોડીમૂકવા પર અદાલત માટે શહેરની હાલતને ધ્યાનમાં રાખવી પણ જરૂરી બની છે.

અત્યારે લોકડાઉનની સ્થિતિમાં શહેરનાં કેટલાક વિસ્તારોની હાલત સારી નથી એટલે અરજદારને છોડી ન શકાય આ પરિસ્થિતિને લઈને આ આરોપીને તલોજા જેલ છોડીને ઘાટકોપર જઈને કોરોનાના ચેપ અને સંક્રમણના જોખમમાં ન મૂકી શકું સાથે સાથે તેનું સંક્રમણ બીજા માટે પણ જોખમી બની શકે તેમ ન્યાયમૂર્તિ પટેલે જણાવ્યું હતુ

સુપ્રીમ કોર્ટે જેલ સતાવાળાઓને અને ન્યાય તંત્રને વર્તમાન સ્થિતિમાં જેલની ભીડ ઓછી કરવા માટે કેદીઓને શકય હોય એટલી વધુ સંખ્યામાંક જામીન મૂકિતની હિમાયત કરી છે. ત્યારે મુંબઈના પરા વિસ્તારમાં ઉભી થયેલી કોરોના સંક્રમણની જોખમી પરિસ્થિતિ વચ્ચે હત્યાના આરોપીએ કરેલી જામીન અરજી મુંબઈ હાઈકોર્ટે માત્રને માત્ર કેદી એવા અરજદારની સલામતી અને અન્ય કેદીઓ પરના સંક્રમણના જોખમને લઈને રદ કરીને ન્યાય તંત્રએ અરજદારનું હિત અને સાર્વજનીક હિતની ખેવના કરીને ન્યાયતંત્રની જવાબદારી ભર્યા અભિગમનો અકે આગવો દાખલો ઉભો કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.