Abtak Media Google News

રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, હોટસ્પોટ વિસ્તારોમાં ઘરે-ઘરે જઇને ચકાસણી અને ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યાં હોવાથી પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં 46 નવા કેસ નોંધાયા છે અને 2ના મૃત્યુ થયા છે જ્યારે 4 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Advertisement

રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 308 થયા છે અને કુલ મૃત્યાંક 19 થયો છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા હજુ વધશે. ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં અમદાવાદમાં નવા 11 કેસ, વડોદરામાં 17, રાજકોટમાં 5, ભરૂચમાં 4, ભાવનગરમાં 4, પાટણમાં 2, કચ્છમાં 2 અને ગાંધીનગરમાં એક નવો કેસ નોંધાયો છે.

અમદાવાદમા આરોગ્ય વિભાગના એક ડૉક્ટરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાનું આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.