Abtak Media Google News

દિલ કો દેખો ચહેરા ન દેખો, ચહેરેને લાખો કો લૂંટા 

ભારતભરમાંથી રૂપિયા ઉસેળનાર ફેસબુકે હવે 200 શહેરોમાં નાના અને મધ્યમ વેપારીઓને 5 લાખથી લઈને 50 લાખ સુધીની લોન આપવાની જાહેરાત કરી 

અબતક, નવી દિલ્હી : દિલ કો દેખો ચહેરા ન દેખો, ચહેરેને લાખો કો લૂંટા…ગીતની આ પંક્તિ મુજબ જ દેશભરમાંથી પૈસા ઉસેળનાર ફેસબુક હવે વેપારીઓને પૈસા વિતરણ કરવાની યોજના લાવી રહ્યું છે. ફેસબુકે ફેસલિફ્ટ માટે 200 શહેરોના નાના અને મધ્યમ વેપારીઓને રૂ. 5થી 50 લાખ સુધીની લોન આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.

સોશિયલ મીડિયામાં દિગ્ગજ ગણાતા ફેસબુકે નાના વેપારને પ્રોત્સાહન આપવા માટે ખાસ પ્રોગ્રામની શરુઆત કરવાની જાહેરાત કરી છે. ફેસબુક ભારતમાં નાના વેપારીઓના વેપારને પ્રોત્સાન આપવા માટે મદદ કરશે. સોશિયલ મીડિયા કંપની એસએમઆઈ લોનની રજૂ કરી રહ્યું છે. જેની મદદથી નાના અને મધ્યમ વ્યવસાયો ને સરળતાથી બિઝનેસ લોન મળી શકશે. ફેસબુક દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે હવે નાના અને મધ્યમ કારોબારને 5 લાખ રૂપિયાથી લઈને 50 લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે. આ લોન દેશના 200 શહેરોમાં ઉપલબ્ધ હશે.

દેશમાં નાના અને મધ્યમ ઉદ્યોગના સામે લોન એક મોટી સમસ્યા છે. જોકે, આ પહેલા ભારતના નાના કારોબારીઓને ખુબ જ મદદ મળશે. આ લોન 5 દિવસમાં પાસ થઈ જશે અને તેનું વ્યાજ 17-20 ટકાની આસપાસ હશે. મહિલા કારોબારીઓને ખાસ છૂટ આપવામાં આવી છે. જ્યાં વ્યાજદરમાં પણ 0.2 ટકાની છૂટ મળશે. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે કહ્યં હતું કે દેશની ઈકોનોમિક ગ્રોથમાં એમએસએમઈની ખાસ ભૂમિકા હોય છે. આવી સ્થિતિમાં આ વચ્ચે ફેસબુકના આ અભિયાનથી એમએસએમઈ સેક્ટરને આગળ વધારવા માટે મદદ મળશે.

ફેસબુક અને ઇન્ડિફી વચ્ચે લોન માટે ભાગીદારી 

ફેસબુકે પોતાની આ પહેલ માટે લોન વહેંચણી કરનાર કંપની ઇન્ડિફીની સાથે ભાગીદારી કરી છે. ભારત પહેલો એવો દેશ છે જ્યાં આ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે. ગઈકાલે શુક્રવારે  ફેસબુક ઈન્ડિયાના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર અજીત મોહને લોન્ચ કરી હતી. ઉલ્લેખનીય છે કે ફેસબુકનું વૈશ્વિક સ્તર ઉપર લગભગ 200 મિલિયન વ્યવસાય છે. જેમાં ભારતમાં સૌથી વધારે કારોબાર છે. એકલા વોટ્સએપ ઉપર કંપનીએ ભારતમાં 15 મિલિયન વ્યવસાયિક ઉપયોગકર્તા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.