Abtak Media Google News

દેશભરમાં પોઝિટિવિટી રેટ 4% ના દર સાથે તળિયે !!

કોરોના કેસોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તહેવારોની મોસમમાં કોરોના ઉથલો મારશે તેબી અટકળો વચ્ચે તહેવારોમાં ભીડ તો ચોક્કસ વધી પણ કોરોના ભીડમાં વકરવાની જગ્યાએ ઘટતો નજરે પડી રહ્યો છે. છેલ્લા 8 અઠવાડિયા એટલે કે બે માસમાં પ્રથમવાર કોરોનાના કેસ 1 લાખથી નીચે આવ્યા છે. તેમજ છેલ્લા 7 દિવસમાં પોઝિટિવિટી રેટ પણ 4%ના દર સાથે તળિયે આવી ગયો છે.

રવિવારે દેશમાં 11,539 નવા દર્દીઓ નોંધાયા હતા અને સક્રિય કેસ ઘટીને 99,879 થઈ ગયા હતા.  શનિવારે દેશમાં 13,272 નવા કોરોના સંક્રમિત મળી આવ્યા હતા.  આ રીતે છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટાડો થઈ રહ્યો છે.

દેશમાં કોરોનાના નવા કેસમાં સતત વધઘટ થઈ રહી છે.  છેલ્લા 24 કલાકમાં 9531 નવા સંક્રમિત મળી આવ્યા છે. તે જ સમયે, સક્રિય કેસ પણ એક લાખથી ઓછા થઈ ગયા છે. 24 કલાકમાં કોરોનાથી 26 લોકોના મોત થયા છે.  આમાં ભૂતકાળમાં કેરળમાં 10 મૃત્યુનો સમાવેશ થાય છે, જે હવે ઉમેરવામાં આવ્યા છે.

સોમવારે સવારે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસ ઘટીને 97,648 થઈ ગયા છે.  રવિવારે દેશમાં 11,539 નવા દર્દીઓ નોંધાયા હતા અને સક્રિય કેસ ઘટીને 99,879 થઈ ગયા હતા.  શનિવારે દેશમાં 13,272 નવા કોરોના સંક્રમિત મળી આવ્યા હતા.  આ રીતે છેલ્લા ત્રણ દિવસથી સતત ઘટાડો થઈ રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 26 મૃત્યુમાંથી રાજસ્થાન, પશ્ચિમ બંગાળમાં ચાર, યુપી, પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર, મણિપુર, કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં બે-બે મૃત્યુ થયા છે.

અમેરિકામાં ચેપ વધારતા કોરોના વાયરસનું બીએ.5 સ્વરૂપ ભારતમાં નબળું પડ્યું છે. જિનોમ સિક્વન્સિંગ દ્વારા વાયરસના બદલાવ પર નજર રાખનાર ઈન્સાકોગએ સત્તાવાર રીતે આની પુષ્ટિ કરી છે. બીએ.5 ભારતીય કોરોના સંક્રમિત દર્દીઓમાં છ મહિનાથી જોવા મળ્યું હતું, પરંતુ છેલ્લા 30 દિવસમાં તેની હાજરી નહિવત છે. ઈન્સાકોગ સાથે સંકળાયેલ પુણે મેડિકલ કોલેજના ડીન ડો. રાજેશે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ’બાય-બાય બીએ.5.’

ઈન્સાકોગ વેબસાઈટ અનુસાર, આ વર્ષે ફેબ્રુઆરી અને એપ્રિલ વચ્ચે, ઓમીક્રોનના બીએ.5 વેરિઅન્ટમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા પરંતુ તે પછી તેમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. ગયા અઠવાડિયે, દેશમાં 15 ટકા દર્દીઓએ બીએ.5 વેરિઅન્ટ, 6.5 ટકાએ બીએ.2.38 વેરિયન્ટનો સામનો કર્યો છે.

દેશમાં રિકવરી રેટ 98.59%ના સ્તરે !!

દેશભરમાં કોરોનાની પરિસ્થિતિ પર નજર કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 9531 નવા કેસોનો ઉમેરો થયો છે. હવે કુલ કેસ વધીને 4,43,48,960 થઈ ગયા છે. હાલમાં કુલ સક્રિય કેસ 97,648 છે. છેલ્લા 24 કલાકમાં 26 મૃત્યુની સાથે કુલ મૃત્યુઆંક 5,27,368 એ પહોંચ્યો છે.  કુલ કેસોમાં સક્રિય કેસની સંખ્યા 0.22 ટકા છે. દેશમાં રિકવરી દર 98.59 % એ પહોંચી ગયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.15 ટકા છે. હાલ સુધીમાં કુલ 88.27 કરોડ ટેસ્ટ થયા છે. અત્યાર સુધીમાં 4,37,23,944 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કુલ 210 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

અમેરિકામાં કહેર મચાવનારું બીએ.5 વેરિયન્ટ ભારતમાં નબળો પડ્યો !!

અમેરિકામાં ચેપ વધારતા કોરોના વાયરસનું બીએ.5 સ્વરૂપ ભારતમાં નબળું પડ્યું છે. જિનોમ સિક્વન્સિંગ દ્વારા વાયરસના બદલાવ પર નજર રાખનાર ઈન્સાકોગએ સત્તાવાર રીતે આની પુષ્ટિ કરી છે. બીએ.5 ભારતીય કોરોના સંક્રમિત દર્દીઓમાં છ મહિનાથી જોવા મળ્યું હતું, પરંતુ છેલ્લા 30 દિવસમાં તેની હાજરી નહિવત છે. ઈન્સાકોગ સાથે સંકળાયેલ પુણે મેડિકલ કોલેજના ડીન ડો. રાજેશે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, ’બાય-બાય બીએ.5.’

રાજ્યમાં કોરોનાના વળતાં પાણી: નવા કેસ 61 દિવસના તળિયે !!

રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 230 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 496 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું નથી. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.95 ટકા થઈ ગયો છે. આ સાથે રાજ્યમાં 61 દિવસ એટલે કે બે મહિના બાદ 230 આસપાસ કેસ નોઁધાયા છે.

અગાઉ 21 જૂને 226 કેસ નોંધાયા હતા. 20 મી ઓગસ્ટે અમદાવાદ શહેરમાં 2 અને રાજકોટ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું.રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 2287 એક્ટિવ કેસ છે. જેમાંથી 22 ડર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 2265 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,54,494 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,999 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 230 નવા કેસ નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.