Abtak Media Google News

ગુલામ નબી આઝાદ બાદ આનંદ શર્માએ પણ હિમાચલ ચૂંટણી સંચાલન સમિતિનું ચેરમેન પદ છોડ્યું

આગામી વર્ષ 2024 માં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાશે તેને ધ્યાને લઈ અત્યારથી જ રાજકીય પક્ષોમાં ભારે ઊથલપાથલ જોવા મળી રહી છે ત્યારે વાત કરવામાં આવે કોંગ્રેસ પક્ષની તો કોંગ્રેસનો હવે પ્રમુખ કોણ તે અંગે ઘણી અટકડો સામે આવે છે તેના ભાગરૂપે રાહુલ ગાંધીને ફરી એક વખત કોંગ્રેસના પ્રમુખ બનાવવાના તખ્તામાંથી G-23 આઉટ થઈ ચૂક્યું છે. એટલું જ નહીં કોંગ્રેસ પક્ષના જે જુના ઘેર ખાઓ છે તે પણ પાર્ટીના વિવિધ પદો માંથી રાજીનામું આપી રહ્યા છે જે સ્પષ્ટ સૂચવે છે કે આવનારા સમયમાં કોંગ્રેસમાં અનેક નવાજૂની સર્જાય તો નવાઈ નહીં.

ગુલામ નબી આઝાદ બાદ આનંદ શર્માએ પણ હિમાચલ ચૂંટણી સંચાલન સમિતિનું ચેરમેન પદ છોડ્યું છે. વધુમાં તેઓ ઉમેર્યું હતું કે ચૂંટણીને લઈને જે વિવિધ મીટીંગ નો દોર કોંગ્રેસ પક્ષ દ્વારા યોજવામાં આવ્યો હતો તેમાંથી અનેક વખત તેઓને આમંત્રણ પણ આપવામાં આવ્યું નહોતું જાણે તેમની અવગાણા કરવામાં આવેલી હોય. ત્યારે સૂત્રો  દ્વારા મળતી માહિતી મુજબ હાલ કોંગ્રેસમાં જે ખેરખા નેતાઓ છે તેમની સતત અવગણા થતી હોવાનું સામે આવે છે અને પાર્ટીમાં જે એકતા હોવી જોઈએ તેનો પણ અભાવ હોવાના કારણે જુના અને તમનેતાઓ પોતાનું પદ છોડી રહ્યા છે. તેની માંથી અસર કોંગ્રેસ પક્ષ ઉપર સતત જોવા મળે છે.

હાલ કોંગ્રેસના જે ખેરખા નેતાઓ છે તેઓએ સંગઠનમાં ફેરબદલ કરવાની અનેકવિધ ભલામણો ગાંધી પરિવારને કરી હોવા છતાં પણ યોગ્ય ઉકેલ ન આવતા તેઓ ક્યાંકને ક્યાંક નાખું જ થયા હોય તેવું ચિત્ર પણ સામે આવે છે અને પરિણામે હાલ બે ઉચ્ચ કદના નેતાઓએ પોતાનું પદ છોડ્યું છે. બીજી તરફ કોંગ્રેસનું ભાવિ કોના હાથમાં હશે અને તેનું સંચાલન કોના દ્વારા કરવામાં આવશે તે અંગે અનેક વિટાભણાઓ ઊભી થઈ છે.

રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ ન બનવા માટેની જીદ પકડીને બેઠેલા છે તો સામે સોનિયા ગાંધીની તબિયત પણ નાદુરસ્ત હોવાના કારણે તેઓ પદ છોડશે ત્યારે હાલ જે નામ સામે આવી રહ્યું છે તે પ્રિયંકા ગાંધીનું છે પરંતુ જે કોંગ્રેસના અડીખમ નેતાઓ છે તેમનું માનવું એ છે કે ગાંધી પરિવાર માંથી નહીં પરંતુ કોઈ અન્ય વ્યક્તિ કોંગ્રેસનું સુચારું રૂપથી સંચાલન કરે અને પક્ષને મજબૂત બનાવે.  પરિણામે જ રાહુલને ફરી વખત પ્રમુખ બનાવવાના સત્તામાંથી G-23 આઉટ થઈ ચૂક્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને વિવિધ નેતાઓ દ્વારા કોંગ્રેસના  અધ્યક્ષ પદની જવાબદારી સ્વીકારવા માટે રાહુલ ગાંધીને મનાવવાના તમામ પ્રયત્નો અસફળ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.