Abtak Media Google News

પૃથ્વીવાસીઓની નજર હંમેશા પરગ્રહ પર જ રહી છે, હવે વૈજ્ઞાનિકોએ પ્રચંડ ઠંડા વાતાવરણમાં જીવનની શકયતા પર સંશોધન હાથ ધર્યું છે અને પરગ્રહ પર ઘર બનાવવાનું જોયેલું સપનું ક્યારે પૂરું થશે તે જોવાનું રહ્યું

‘ચલો દિલદાર ચલો… ચાંદ કે પાર ચલો…’ ફિલ્મ ગીતની પંક્તિઓમાં પરગ્રહના વસવાટની કૃતુહલતા હવે વાસ્તવિકરૂપ લે તેમ વિશ્ર્વની અવકાશ સંશોધન સંસ્થાઓ દ્વારા મંગળ સહિતના ગ્રહો પર જીવનની શકયતા અંગે સંશોધન હાથ ધર્યું છે. મંગળ ઉપર માઈનસ 90 ડિગ્રી સેલ્સીયસ તાપમાન છે અને તેમનું બમણું કરો તો માઈનસ 180 ડિગ્રી તાપમાન થાય શનિના ઉપગ્રહ ટાઈટનનું આ તાપમાન નાસાના સંશોધનની આંખે ચડ્યું છે.

દુનિયાથી દૂર એવા આ ગ્રહ પર જીવન શક્ય છે. એક ઈમેઈલ ઈન્ટરવ્યુમાં નાસાના અધ્યક્ષે જણાવ્યું હતું કે, આગામી સમયમાં કદાચ સૂર્યમાળાનો સૌથી મોટો ચંદ્ર માનવીઓ માટે નવું ઘર બની શકે.

મંગળ નજીકના ટાઈટાન ગ્રહ પર પૃથ્વી જેવું જ વાતાવરણ સર્જી શકાય તેમ છે. જો કે, હજુ પૃથ્વીથી બહાર જીવ શક્ય છે કે કેમ ? તેનું પૂરું પૃથકરણ થયું નથી પરંતુ ઓર્ગેનિક રજકણો અને પૃથ્વીની જેમ ટાઈટન ચંદ્ર પર જીવાસમીના પુરાવા મળ્યા છે જે માનવજાતની બીજી વસાહતની શકયતાનો નિર્દેશ આપે છે.

ટાઈટન જેવા સૂર્યમાળાના અન્ય ચંદ્ર પર જ્યાં તાપમાન ખુબજ નીચુ છે ત્યાં પ્રવાહી, હાઈડ્રો કાર્બન અને અન્ય વાયુથી પૃથ્વી જેવું વાતાવરણ અને હવામાન અને વાદળા સર્જાય શકે તેમ છે. ટાઈટન અને શનિના ભ્રમણકક્ષમાં આવેલા ચંદ્રો પર શીત હિમયુગના વાતાવરણમાં માઈનસ 180 ડિગ્રી તાપમાન પ્રવર્તી રહ્યું છે. કોઈપણ સંજોગોમાં સૂર્ય કે મંગળની જેમ તાપમાનમાં ઘટાડો થાય તો ત્યાં પણ જીવન શક્ય બને તેમ છે. ટાઈટન પ્રતી નમુનાઓ મેળવવા ખુબજ અઘરા છે.

1.5 બીલીયન કિલોમીટરનું સૂર્ય વચ્ચેનું અંતર ખુબજ દૂર ગણી શકાય અને મંગળ કરતા છ ગણુ દૂર થાય. ટાઈટન સૂર્યથી દૂર હોવાથી વાતાવરણ ખુબજ ઠંડુગાર છે. ત્યાં પહોંચવા માટે ઈંધણ પણ પુષ્કળ જોઈએ જે અત્યારની ટેકનોલોજીમાં શક્ય નથી. પૃથ્વી પરથી ટાઈટન સુધી પહોંચવા લાંબુ અંતર કાપવું પડે પરંતુ ટેકનોલોજીમાં હવે વાતાવરણ અને અવકાશમાંથી ઈંધણ મેળવવાની દિશા પર સંશોધન થઈ રહ્યું છે.

અત્યારે કલ્પનાના ઘોડા પર બેસીને વૈજ્ઞાનિકો ટાઈટન જેવા ગ્રહો સર કરવાની કવાયત કરી રહ્યાં છે. ટાઈટન સુધી પહોંચવા માટે અને વિગતો મેળવવા માટે નાસાને અનેક દેશોએ સહકાર આપવાની અપીલ કરી છે. આવતા દિવસોમાં માઈનસ 180 ડિગ્રી જેવા થ્રીજી ગયેલા હિમના વાતાવરણમાં પણ ઘર બનવાનું સપનું કદાચ સાકાર થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.