Abtak Media Google News

સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એ પૃથ્વીની ગતિ પર આધારિત છે. ચંદ્ર સૂર્ય અને પૃથ્વી વચ્ચે આવવાની ખગોળીય પરિસ્થિતિથી જેના લીધે સૂરજનો પ્રકાશ પૃથ્વી પર પહોંચી શકતો નથી. આ ઘટનાને સૂર્ય ગ્રહણ કહેવામાં આવે છે. આ વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ 10 જૂને દેખાય ગયા બાદ હવે વર્ષ 2021નું પ્રથમ સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યું છે. આ વર્ષનું આ પ્રથમ સૂર્યગ્રહણ ભારતમાં આંશિક રૂપે દેખાશે. પંચાગ મુજબ આ વર્ષે 2 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ થશે. પ્રથમ સૂર્યગ્રહણ જેઠ મહિનામાં અમાસના દિવસે જોવા મળશે . આ વખતે સૂર્યગ્રહણ અને શનિ જયંતિ બંને સાથે હોવાને કારણે આ દિવસને વધુ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં, આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણ વિશેની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. તો ચાલો જાણીએ આ સૂર્યગ્રહણમાં શું ખાસ બનવાનું છે:

પંચાંગ અનુસાર, આ વખતે સૂર્યગ્રહણ જેઠ માહિનામાં અમાસના દિવસે જોવા મળશે. શનિ જયંતિની સાથે જ આ દિવસે વટ સાવિત્રી વ્રત પણ છે. ગ્રહણના દિવસે સુતકકાળથી લઈને ગ્રહણના અંત સુધી શુભ કાર્યો કરવા પર પ્રતિબંધ છે અને તેની સાથે પૂજાપાઠ પણ કરી શકશો નહીં. માનવામાં આવે છે કે આ વખતનું સૂર્યગ્રહણ એક કંકણ સૂર્યગ્રહણ હશે જે વૃષભ અને મૃગાશીરા નક્ષત્રમાં લાગશે.Sun G
ક્યાં વિસ્તારોમાં જોવા મળશે આ સૂર્યગ્રહણ ??

વર્ષનું પહેલું સૂર્યગ્રહણ અંશત. ભારતમાં દેખાશે. કેટલાક પૂર્વોત્તર રાજ્યો ઉપરાંત, આ ગ્રહણ અરુણાચલ પ્રદેશ અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાં દેખાશે. આ સિવાય, આ સૂર્યગ્રહણ થોડા સમય માટે જમ્મુ-કાશ્મીરના તે ભાગમાં દેખાશે, જ્યાં પાકિસ્તાને પોતાનો હક જમાવ્યો છે. ભારતમાં તેની અસર ન હોવાને ને બરાબર હશે તેથી ભારતમાં આ ગ્રહણ માન્ય રહેશે નહીં.

આ ગ્રહણ ભારતમાં ખૂબ જ ભાગ્યે જ જોવા મળશે, આને કારણે જ્યોતિષ દ્વારા એવું માનવામાં આવે છે કે ગ્રહણનો સ્પર્શકાળ, મોક્ષકાળ સામાન્ય જનતા જાણવું મુશ્કેલ હશે તેથી આવા ગ્રહણનો સુતક પણ માન્ય રહેશે નહીં . તેથી, આ વખતે સૂર્યગ્રહણનો સુતકકાળ ભારતમાં માન્ય રહેશે નહીં.

Moon
ભારત ઉપરાંત આ ગ્રહણ આંશિક રીતે ઉત્તર-પૂર્વ અમેરિકા, યુરોપ, એશિયા, એટલાન્ટિક મહાસાગરના ઉત્તરીય ભાગમાં જોવા મળશે. જ્યારે ગ્રીનલેન્ડ, ઉત્તર કેનેડા અને રુસમાં સૂર્યગ્રહણ સંપૂર્ણપણે જોવા મળશે. આ દેશોમાં રીંગ ઑફ ફાયર સ્પષ્ટ પણે જોઇ શકાશે.

ભારતીય કેલેન્ડર મુજબ ગ્રહણ બપોરે 1:42 વાગ્યે શરૂ થશે અને કંકણ ગ્રહણ બપોરે 3.20 વાગ્યે શરૂ થશે. ગ્રહણનો મધ્યમકાળ સાંજે 4: 12 વાગ્યાનો રહેશે કંકણ ગ્રહણ સાંજે 5:03 વાગ્યે સમાપ્ત થશે. ગ્રહણ સંપૂર્ણ રીતે સમાપ્ત સાંજે 6.41 વાગ્યે થશે. એટલે કે, આ ગ્રહણ કુલ 5 કલાક ચાલશે.

ડિસેમ્બરમા વર્ષનું છેલ્લું સુર્ય ગ્રહણ

આ વર્ષનું બીજું કે છેલ્લું સૂર્યગ્રહણ 4 ડિસેમ્બરે થશે. તે દક્ષિણ આફ્રિકા, એન્ટાર્કટિકા, દક્ષિણ અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં દેખાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.