Abtak Media Google News

સીબીએસઇનું ૮૮.૭૮ ટકા, જયારે રાજકોટ જિલ્લાનું ૧૦૦ ટકા પરિણામ

સીબીએસઇ ધો.૧રના પરિણામમાં અનેક વિઘાર્થીઓએ ધો.૧રની પરીક્ષામાં ૯૫ ટકા માર્ક મેળવીને ૨૦૧૯ સરખામણીએ આ વર્ષે બે ગણા  વિઘાર્થીઓએ ઉચ્ચતમ સફળતા મેળવી હતી. રાજકોટનું સીબીએસઇ ધો.૧રનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે.

Advertisement

સીબીએસઇના જાહેર કરાયેલા આંકડા મુજબ ૨૦૧૯ના ૧૭૬૯૩ વિઘાર્થીઓની સરખામણીમાં આ વર્ષે ૨૦૨૦ પરિણામ ખબુ જ સારુ આવ્યું છે. ૨૦૨૦ના આ વર્ષે કોરોના મહામારીના માહોલમાં પરિક્ષાઓમાં ભારે વિરોધ આવ્યો હતો આ મહામારીના માહોલમાં સફળ વિઘાર્થીઓની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં બે ગણી ૩૮૬૮૬ સાથે વિઘાર્થીઓએ ૯૫ ટકાની સિઘ્ધી પ્રાપ્ત કરી છે.

સામાન્ય રીતે આ પરિસ્થિતિમાં ૯૦ ટકા થી વધુ માર્ક મેળવનાર વિઘાર્થીઓની સંખ્યામાં પણ ખુબ જ મોટો વધારો નોંધાયો છે. ૨૦૧૯માં આ સંખ્યા ૯૪૦૦૦ હતી ૨૦૨૦માં વધીને ૧.૬ લાખ થવા પામી છે. આ વખતે પરિક્ષામાં ૨૦૨૦ના વર્ષમાં ૧૧.૯૨ લાખ વિઘાર્થીઓ હાજર રહ્યા હતા. આ પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર થયું છે.

સીબીએસઇ પરિણામ- ૨૦૨૦ ને મૂલ્યાંકન યોજાના આ વર્ષે વિઘાર્થીઓને મુલ્યાંકન પઘ્ધતિની યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. કોરોના કટોકટીને પગલે બાકી પરિક્ષાઓ રદ કરી આ પઘ્ધતિને અમલ હાથ ધરવામાં આવ્યો હતો. ચાર માપદંડોના આધારે મુલ્યાંકન પઘ્ધતિનો અમલ કરવામાં આવ્યો હતો. વિઘાર્થીઓને પોતાના પસંદગીના ખુબ જ સારા ફાવતા વિષયોમાં મુલ્યાંકન પઘ્ધતિ મુજબ  આપવામાં આવ્યા હતા. મુલ્યાંકન પઘ્ધતિની યોજના વિઘાર્થીઓને ચાર અલગ અલગ વિભાગોમાં  વિભાજન કરવામાં આવ્યા હતા.

પ્રથમ શ્રેણીમાં જે વિઘાર્થીઓએ તમામ વિષયમાં પરીક્ષા આપી હતી. તેમનું પરિણામ તમામ વિષયો પરફોરમેન્સ મુજબ જાહેર કરાયું હતું.

બીજી શ્રેણીના મુલ્યાંકનમાં જે વિઘાર્થીઓએ ૩ થી વધુ વિષયની પરિક્ષા આપી હોય તેમણે જે વિષયોની પરીક્ષા અચાપી હોય તેમણે જે વિષયોની પરીક્ષા ન આપી હોય તે વિષયોમાં મુખ્ય ૩ વિષયોમાં પ્રાપ્ત માર્કની સરેરાશ ટકાવારી મુજબ ગુણાંકિત કરાયા હતા.

બોર્ડે જાહેર કરેલી ત્રીજી શ્રેણીના વિઘાર્થીઓમાં જે વિઘાર્થીઓએ માત્ર ત્રણ વિષયની પરીક્ષા આપી હોય આવા વિઘાર્થીઓનું પરિણામ મુખ્ય બે સારા પરફોરમેન્ટ વાળા બે વિષયોના પ્રાપ્ત ગુણના સરેરાશ માર્ક વિઘાર્થીઓએ જે વિષયની પરીક્ષા ન આપી હોય તેમાં અંકિત કરવામાં આવ્યા હતા.

ચોથી અને અંતિમ શ્રેણીમાં મુખ્યત્વે ઉત્તર-પૂર્વે દિલ્હીના હુલ્લડગ્રસ્ત વિસ્તારો કે જયાં પરીક્ષાઓ સઁપૂર્ણપણે રદ કરવામાં આવી હતી. આવા વિઘાર્થીઓને ઇન્ટરનલ પ્રેકટીકલ પ્રોજેકટ એસએસમેન્ટ અને વિષયવાર પરફોરમેન્ટના આધારે માર્ક આપવામાં આવ્યા હતા.

સીબીએસઇ બોર્ડે જે વિઘાર્થીઓને આ પરિણામમાં સંતોષ ન થયો હોય તેમના માટે પુન: પરિક્ષા આપવાનો અને પરિણામ સુધારવાની તક આપવાનો વિકલ્પ આપવાનું નકકી કરવામાં આવ્યું છે. ટેસ્ટમાં જે માર્ક આવે તેને અંતિમ પરિણામ માનવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.