Abtak Media Google News

15 થી 24 જુન સુધીની સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગમાં 11 મેચો ખેલાશે

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા સૌરાષ્ટ્ર પ્રીમીયર લીગ એસપીએલ 23ની જાહેરાત  કરવામાં આવી છે.એશો.ના પ્રમુખ જયદેવ શાહની આગેવાની માર્ગદર્શન હેઠળ એસપીએલ 23 15 થી 24 જૂન દરમ્યાન પાંચ ટીમો વચ્ચે ફાઈનલ  સહિત 11 મેચો રમાશે એસપીએલ 23માં સોરઠ લાયન્સ,  હાલાર હીરો, કચ્છ વોરીયર્સ, ગોહિલવાડ ગ્લેડીયેટર્સ અને ઝાલાવાડ રોયલ્સ  વચ્ચેના જંગમાં  24મી જૂનના ફાઈનલ સહિતની કુલ 11 મેચો રમાશે. સૌરાષ્ટ્ર પ્રીમીયર લીગની મેચો માટે દરેક ટીમમાં 18 ખેલાડીઓને સીલેકટ કરાયા છે.

એસો.ના પ્રમુખ જયદેવ શાહે  જણાવ્યું હતુ કે  સૌરાષ્ટ્ર પ્રીમીયર લીગ એસપીએલ  ટી.20 ફોર્મેટમાં દેશભરમાં  ભારે લોકપ્રિય છે. તેનાથી સ્થાનીક પ્રતીભાઓ ઉજાગર થાય છે. અને તેનાથી ધણા આઈપીએલમાં પહોચે છે ગઈસીઝનમાં એસપીએલના ખેલાડી આઈપીએલમાં રમ્યા હતા.

Screenshot 2 41

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના પ્રયાસોથી   રણજી ટ્રોફી , વિજય હજારે ટ્રોફી અને અંડર 24 ટ્રોફીના વિજયની સફળતા મળી રહી છે.બીસીસીઆઈના પૂર્વ સચિવ નિરંજનભાઈ શાહે સૌરાષ્ટ્ર એશો.ની  સ્થાનીક  રમતને પ્રોત્સાહીત  કરવાની પ્રતીબધ્ધતાની સરાહના કરી જણાવેલ છે કે સૌરાષ્ટ્ર પ્રીમીયર લીગ નવોદીતોને તક આપવાનું  મંચ બન્યું છે.

સહસચિવ  કરણ શાહે  તમામ ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે.મનનભાઈ વકીલની  નૌતમ વકીલ એન્ડ કંપની અમદાવાદ દ્વારા ખેલાડીઓની નોંધણી કરવામાં આવી હતી.એસપીએલ 23ની તમામ  મેચનું  સૌરાષ્ટ્ર  ક્રિકેટ એસો.ની  યુ.ટયુબ ચેનલ પર  જીવંત પ્રસારણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.