Abtak Media Google News

દારૂ ન પીનાર અને ખાદીને અપનાવનારને જ કોંગ્રેસના સભ્ય બનાવવાની રાહુલ ગાંધીની હિમાયત બાદ ભારે ચક્રવાત: નવજોતસિંઘ્ધુ જ આડા ફાટયા

રાજકારણ અને દારૂ એક બીજાના પર્યાય જો વ્યસન વિનાનાનેજ કોંગ્રેસમાં રાખવામાં આવે તો પક્ષમાં કોઇ ન બચે, કોંગ્રેસને વિખેરી નાંખવાની ગાંધીજીની હિમાયત સાચી ઠરે

એક સમયે દેશભરમા પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધી જેનું એકસક્રિય  શાસન હતુ એવી દેશની સૌથી જાુની રાજકીય પાર્ટી કોંગ્રેસ આજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા રીતસર ઝઝુમી રહી છે. દેશના અનેક રાજયોમાં કોંગ્રેસ વર્ષોથી સત્તા વિહોની છે. લોકસભામાં માન્ય વિરોધ પક્ષ બને તેટલી બેઠકો પણ કોંગ્રેસને છેલ્લી બે ચૂંટણીથી મળતી નથી. આવતા કોંગ્રેસને કોમામાંથી બહાર કરવા માટે હવે મહામંથન શરુ કરવામાં આવ્યું છે, આગામી સોમવારથી કોંગ્રેસ દ્વારા રાષ્ટ્ર વ્યાપી સદસ્યતા અભિયાન શરુ કરવામાં આવનાર છે.

Advertisement

આ ટાંકણે જ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધીએ ગઇકાલે એવું નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસના મૂળ બંધારણમાં ખાદી અપનાવનાર અને દારૂ ત્યાગનાર વ્યકિત જ પક્ષનો સભ્ય બની શકે છે. હવે આ નિયમની અમલવારી કરવાની તાતી જરુરીયાત છે. જેની સામે પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોતસિંહ સિંઘ્ધુએ વાંઘો ઉઠાવ્યો છે જો આ બંધારણનો અમલ કરવામાં આવે તો પંજાબમાં કોંગ્રેસનો એકપણ સભય બચે નહીં, ભારતમાં રાજકારણ અને દારૂ એકબીજાના  પર્યાપ બની ગયા છે.

બન્નેને એકબીજાથી અલગ કરવા મુશ્કેલ જ નહી પરંતુ લગભગ અશકય જેવા છે પક્ષના બંધારણની દ્રષ્ટિએ રાહુલનું આ નિવેદન યોગ્ય છે. પરંતુ પક્ષને મજબૂત કરવા માટે જો આ નિયમનોનું પાલન કરવામાં આવે તો દેશમાં કોંગ્રેસનું નામુ નખાય જાય. જયારે કોંગ્રેસની સ્થાપના કરવામાં આવી ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સમય આવ્યે કોંગ્રેસને વિખેરી નાખવાની હિમાયત કરી હતી. આ કામ પક્ષના ધુંરઘરોએ ન કર્યુૃ પરંતુ હવે જનતા કરી રહી છે.

લોકસભાની 2024ની ચૂંટણી પૂર્વે દેશભરમાં કોંગ્રેસને મજબૂત બનાવવા આગામી 1લી નવેમ્બરથી કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવાદી સદસ્યતા અભિયાન શરુ કરવામાં આવનાર છે.

દરમિયાન ગઇકાલે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, પક્ષનું બંધારણ છે જેમાં દારૂનું વ્યસન ન કરનાર અને ખાદી ગ્રહણ કરનારને જ કોંગ્રેસના સભ્ય બનાવવા આ નિયમનો પાલન કરવો જોઇએ, રાહુલના આ નિવેદન બાદ ભારે હંગામો સર્જાયો છે પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજોધ સિઘ્ધુએ એવી દલીલ કરી છે કે પંજારમાં દારૂ ન પીતા હોય તેવા વ્યકિતને શોધવા મૂશ્કેલ છે. આવામાં પક્ષનું સદસ્યતા અભિયાન કેમ શરુ કરવું, માત્ર પંજાબ જ નહીં દેશના મોટાભાગના રાજયોમાં કંઇક આવી જ સ્થિતિ છે. રાજકારણમાં આવવા થનગની રહેલા વ્યસનની દળ દળમાં ફસાયેલા છે જયારે જે લોકો વ્યસનથી દુર છે. તે પોતાની સાત પેઢીઓને રાજનીતિમાં લાવવા માંગતા નથી.

કોંગ્રેસનું બંધારણ જયારે નકકી કરવામાં આવ્યું ત્યારે સ્થિતિ કંઇક અલગ હતી. ત્યારે ખાદી રોજગારી સર્જનનું સાધન હતું અને દારૂના વ્યસનને મહાપાપ માનવામાં આવતું હતું. આજે સ્થિતિ સંંપૂર્ણપણે બદલાય ગઇ છે. ગુજરાત જેવા દારૂબંધી ધરાવતા રાજયમાં પણ ઘરે ઘરે વ્યસનીઓ જોવા મળે છે. તો બીજા રાજયો કે જયાં દારૂ પીવાની છુટ છે ત્યાંની તો વાત જ શું કરવી! આઝાદી સમયે રોજગારી સર્જનનું સાધન ગણાતી ખાદી આજે વી.આઇ.પી. સ્ટેટસ બની ગઇ છે. આવામાં દારૂનો ત્યાગ કરનાર અને ખાદીને અપનાવનાર વ્યકિતને જ કોંગ્રેસના કાર્યકર બનાવવાના નિયમનું ચૂસ્તપણે પાલન કરવામાં આવે તો દેશમાં કોંગ્રેસનું નામુ નંખાય જાય તે વાત ફાઇનલ છે.

કોંગ્રેસ હવે ભાજપના પગલે શિસ્ત તરફ વળવા માંગે છે પરંતુ હવે ઘણું મોડુ થઇ ગયું છે જયારે કોંગ્રેસ સતત તુટી રહી હતી ત્યારે નેતાઓ રાજાપાઠમાં હતા હવે જયારે અસ્તિત્વનો સવાલ સામે આવીને ઉભો છે ત્યારે બંધારણના નિયમો યાદ રહ્યા છે. પક્ષના મુળભૂત બંધારણનો ચૂસ્ત અમલ કરવામાં આવે તો કોંગ્રેસ કાયમી ધોરણે કબરમાં પોઢી જાય.

રાહુલ ગાંધી કોંગ્રેસને ઉભી કરવા માંગે છે કે કાયમી માટે સંકેલી લેવા માગે છે તે સમજણ પડતી નથી. નવેમ્બરથી શરુ થઇ રહેલા સદસ્યતા અભિયાનમાં જો પક્ષ દ્વારા ખાદી અપનાવનાર અને દારૂનો ત્યાગ કરનારને જ સભ્ય બનાવવાના નિયમની અમલવારી કરવામાં આવશે તો કોંગ્રેસ માટે નવી મુસિબત ઉભી થશે.

ગઇકાલે બેઠક દરમિયાન રાહુલે જયારે એવો સવાલ કર્યો  કે આ રૂમમાં બેઠેલા કેટલા લોકો દારૂ પીવે છે ત્યારે બે મહાસચિવે પણ પોતે પીતા હોવાની કબૂલાત કરી હતી. નવજોધસિંહ સિઘ્ધુએ તો ત્યાં સુધી કહ્યું હતું કે પંજાબમાં મોટાભાગના લોકો બંધાણી છે હવે વિચારો કે જો નેતાઓ જ બંધાણી હોય તો કાર્યકર નિવાર્સની કેવી રીતે મળી શકે, દેશના અનેક રાજયમાં ચૂંટણી જીતવા માટે દારૂને અમોધ શાસ્ત્ર માનવામાં આવે છે. આવામાં કોંગ્રેસ દારુના વ્યસની ન હોય તેવા અને ખાદી પહેરનારા કાર્યકરો કયાંથી શોધશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.