Abtak Media Google News

અનુસુચિત જાતિના લાકો માટે અનામત રાખવામાં આવતા પ્લોટો જ શા માટે વેચાય છે: ખીમસુરિયા

રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના નેતાઓ જ્યારે પણ કોઈને જમીન દેવાની થાય ત્યારે તેમને અનુ.જાતિ-જનજાતિના લોકો માટે અનામત રાખવામાં આવેલી જમીનો જ ભાજપને કેમ દેખાય છે શું અન્ય જમીનો સરકાર પાસે નથી. ટાઉન પ્લાનીંગ એકટમાં જે જોગવાઈઓ મુજબ પ્લોટો અનામત રખાય છે. જેવા કે ગાર્ડન માટે આરોગ્ય માટે કોમન પ્લોટ તેવી જ રીતે એસઈડબલ્યુએસ માટે અને ઈડબલ્યુએસ માટે પણ અનામત પ્લોટ રાખવામાં આવે છે. આજે બોર્ડમાં જે દરખાસ્ત આવી છે તે અમારા સમાજને લગતો પ્રશ્ન છે અને ટાઉન પ્લાનિંગ એકટની જોગવાઈ વિરુધ્ધ આ નિર્ણય માટે આવી છે. જો આ પ્લોટ પછાત વર્ગ માટે (અનુ. જાતિ-જનજાતિ) અનામત છે તે આપવામાં આવશે તો સમાજનાં લોકો નહીં સાખે અને જે કાંઈ પરિણામ આવે તે કમિશનરે ભોગવવા પડશે અને શાસકોને પણ સમાજ ચૂંટણી ટાઈમે જવાબ આપશે. જે જમીન જેને દેવાની છે તેની વિરુધ્ધ કોર્ટમાં કેસ પણ ચાલું છે તેમ છતાં કમિશનર અને ટાઉન પ્લાનીંગ કમીટીએ જે ઠરાવ મોકલ્યો છે તે કાયદાને સુસંગત ની તેનો અમો અનુ. જાતિના કોર્પોરેટર રવજીભાઈ ખીમસુરીયા, ગીતાબેન પુરબીયા સહિત અમારા નેતા તમામ વિરોધ કરીએ છીએ.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.