Abtak Media Google News

મારી કારકિર્દીની માઉન્ટ એવરેસ્ટ સમાનની સિદ્ધિ ૨૦૦૪માં હતી કે જ્યારે ઑસ્ટ્રલિયાની ટીમે ભારતને ભારતમાં હરાવ્યું હતું :લેન્ગર

નવો નિયુક્ત કરાયેલ કોચ જસ્ટીન લેન્ગર ઑસ્ટ્રેલિયાની વર્તમાન ક્રિકેટ ટીમને ત્યારે જ મહાન માનશે જો ત્રણ વર્ષના સમયમાં ભારતમાં તે ટેસ્ટ શ્રેણી-વિજય મેળવી શકશે, કે જે તેની હાજરી સાથે ૨૦૦૪ની ટીમે કરી દેખાડ્યું હતું.

Advertisement

“૨૦૧૯ અને ૨૦૨૧-૨૨માં વર્લ્ડ કપ, ટી-૨૦ વર્લ્ડ કપ, બે એશિશ સિરીઝ ઉપરાંત, અન્ય કેટલીક મોટી સ્પર્ધા રમાવાની છે, પણ મારા માટે ભારતો પ્રવાસ આવતા ત્રણ-ચાર વર્ષ (૨૦૨૧) માટે બહુ અગત્યનો છે અને અમે ભારતને જો ભારતમાં હરાવી શકીશું તો મહાન ટીમ તરીકે અમારી ગણના કરવા વિચારીશું, એમ ભૂતપૂર્વ ઓપનિંગ બેટ્સમેન લેન્ગરે કહ્યું હતું.

એડમ ગિલક્રિસ્ટના નેતૃત્વ હેઠળ ૨૦૦૪માં ઑસ્ટ્રેલિયાની ટીમે ભારતમાં ટેસ્ટ શ્રેણી ૨-૧થી જીતી હતી અને લેન્ગર માટે તે માઉન્ટ એવરેસ્ટનું શિખર પાર કરવા જેવી સિદ્ધિ હતી.

“મારી કારકિર્દીની માઉન્ટ એવરેસ્ટ સમાનની સિદ્ધિ ૨૦૦૪માં હતી કે જ્યારે ઑસ્ટ્રલિયાની ટીમે ભારતને ભારતમાં હરાવ્યું હતું, એમ લેન્ગરે કહેતા ઉમેયુર્ં હતું કે વિદેશની ભૂમિ પર જીતવામાં જ ટીમની મહાનતા છે.

લેન્ગરે કહ્યું હતું કે ઑસ્ટ્રેલિયામાં આ વર્ષે ઘણી ટીમ સામેની મેચોનું આયોજન થનાર છે અને તેણે કબૂલ્યું હતું કે ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અને માજી વાઈસ-કેપ્ટન ડેવિડ વોર્નરની ગેરહાજરી ટીમને ઘણી સાલશે જેઓને દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં કેપટાઉન ખાતેની છેલ્લી ટેસ્ટ મેચમાં બોલ ટેમ્પરિંગના કૌભાંંડમાં ભૂમિકા બદલ ઓપનિંગ બેટ્સમેન કેમેરોન બેનક્રોફ્ટ જોડે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

“તેઓના રન અને અનુભવની ટીમને ઘણી અછત સાલશે, એમ લેન્ગરે કહ્યું હતું. સ્મિથ-વોર્નરની જોડીએ ૨૦૧૪થી ઑસ્ટ્રેલિયાની ટીમે ટેસ્ટ મેચોમાં કરેલા રનોની ૩૭ ટકાની સંખ્યાના રન પોતે નોંધાવ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.