Abtak Media Google News

IPL ૨૦૧૮માં ઘણી રસપ્રદ મેચો જોવા મળી છે અને આવનારા સમયમાં રોમાંચક મેચોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે. આઈપીએલ ઈતિહાસમાં પિયૂષ ચાવલા જ એકમાત્ર એવો બોલર રહ્યો છે જેણે ૮ વર્ષ સુધી એકપણ નો બોલ ફેંક્યો નહોતો. તેણે ૨૦૧૬ની આઈપીએલમાં પ્રથમવાર નો-બોલ ફેંક્યો હતો. આ નો-બોલ ૩૮૬ ઓવર બાદ જોવા મળ્યો હતો.  ૮ વર્ષ સુધી એકપણ નો-બોલ ન ફેંકવાનો રેકોર્ડ ધરાવતા કોલકાતા નાઈટરાઈડર્સના લેગ સ્પિનરની ઓવરમાં જ સૌથી વધુ સિક્સ ફટકારવામાં આવી છે. તેણે ૨૦૧૫ સુધીમાં પોતાની ઓવરમાં ૧૦૦ સિક્સનો અણગમતો રેકોર્ડ બનાવી લીધો હતો. ચાવલા પહેલા આ રેકોર્ડ અમિત મિશ્રાના નામે હતો. ચાવલાએ આઈપીએલ કરિયરમાં ૧૨૯ વિકેટ ઝડપી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.