Abtak Media Google News

આઇપીએલ ફિવર વચ્ચે  એક એવા ક્રિકેટરની વાત અહીં છે કે જનો ફેન ખુદ બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન પણ છે. કિંગ ખાનની જેમ જ આ ક્રિકેટરે પણ જિંદગીની તમામ મુશ્કેલીઓનો સામનો કરીને સફળતાના શિખરે પહોંચ્યો છે. આઇપીએલના પહેલા બે મેચમાં તોફાની બેટિંગ કરીને આંદ્રે રસેલે ચૈન્નાઇ સામે ૧૦૫ મીટર સિક્સર લગાવી હતી. જેને શાહરુખ ખાન પણ જોતા જ રહ્યા.આઇપીએલનો આ કરોડપતિ ક્રિકેટર ખુબ જ ગરીબ પરિવારમાંથી આવ્યો છે. તે એકલી માતા ઉપર બોજો હતો. એટલા માટે તેઓ ઇચ્છે છે કે, રસેલ સારો અભ્યાસ કરીને જોબ કરે જેથી ઘરની જરૂરતો પૂરી થઇ શકે.

દુનિયાના ખતરાક બેટ્સમેનોમાં ગણવામાં આવતા કરેબિયન બેટ્સમેન આંદ્રે રસેલની માતા પાસેથી લીધા ઉધાર પૈસાએ એક વર્ષમાં જિંદગી બદલી નાખી હતી.લોક હીરો ક્રિકેટમાં શરૂઆતી તબક્કામાં ખાસ પ્રદર્શન ન કરી શકવાના કારણે નિરાશ થઇને પરત ફર્યો હતો. માને પોતના નિર્ણયની જાણકારી આપી હતી. પરંતુ માએ આંદ્રે રસેલને એક વર્ષ ફરી કિસ્મત અજમાવવાની તક આપી હતી.ઇંગ્લેન્ડની  એક લીગ મેચમાં જમૈકા ટીમ તરફથી રમતા તેમણે ખુબ જ સારું પ્રદર્શ કર્યું હતું. આ મેચ પછી તેને વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ બોર્ડ તરફથી ટીમમાં સામેલ થવા માટે ઓફર આવી હતી. ત્યારબાદ તેણે ક્યારે પાછું વળી જોયું ન્હોતું.૨૦૧૨માં આઈપીએલમાં આંદ્રે રસેલ માટે ભારે બોલી બોલાઇ. દિલ્હી ડેરડેવિલ્સે તેને ૨.૭૯ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેના દોસ્તોએ જણાવ્યું હતું કે, રસેલને વિશ્વાસ ન્હોતો થતો કે કોઇ તેના ઉપર આટલી મોટી બોલી લગાવી શકે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.