Abtak Media Google News

આપણામાંથી ઘણાં લોકોને મુસાફરી દરમિયાન વારંવાર ઉલ્ટી થવાની ફરિયાદ રહેતી હોય છે. આથી ગમે તેવી સારી જગ્યાએ ફરવા ગયા હોય આ સમસ્યાને કારણે મુસાફરીની બધી જ મજા બગડી જતી હોય છે. ઘણી વખત આ કારણે આપણાં મિત્રો કે સગા વહાલાઓ પણ ચિડાઇ જતા હોય છે. જેને કારણે પણ મુસાફરીમાં દરેકનો મૂડ બગડી જતો હોય છે.

આથી જો કોઇને મુસાફરી દરમિયાન ઉલ્ટી થવાની સમસ્યા રહેતી હોય તો અહીં જણાવેલા ઉપાયો દ્વારા તે બિમારીથી કાયમને માટે છૂટકારો મેળવીને પ્રવાસનો સરખી રીતે આનંદ માણી શકે છે.

– પ્રવાસ પર જતા પહેલાં, ઘરેથી શેકેલા લવિંગને ભુક્કો કરી તેને ડબ્બીમાં ભરી લેવી જોઇએ. અને જો ઉલ્ટી થશે એવું લાગે તો તરત એક ચપટી સંચળ સાથે ખાય લેવું.

– ઘણાં લોકોને પ્રવાસ દરમિયાન ચક્કર  આવતાં હોય છે. જેથી ઉલ્ટી જેવું લાગતુ રહે છે તેવા સમયે લીબું અને સંચળ સાથે થોડીવાર ચાવવું જોઇએ. આથી ઉલ્ટી થશે નહીં.

– તુલસીના પાંદડા પણ સાથે રાખી ચાવતા રહેવાથી ઉલ્ટી અટકી જાય છે.

– જો તમે એક બોટલમાં ફુદિનાનો રસ લઇ જઇ શકતા હોવ તો ઉલ્ટી જેવું લાગે તેવા વખતે સંચળ સાથે થોડું-થોડુ પી શકાય…

– ઘણી વખત કેટલા લોકો મુસાફરીમાં ડોક્ટર પાસેથી ઉલ્ટી ન થાય અથવા તેને અટકાવવા માટેની દવા પણ લઇને જતા હોય છે. જે પણ સફર દરમિયાન લઇ શકાય છે.

– ઘણાં લોકો પ્રવાસ પહેલાં એક ચમચી ડુંગળીના રસમાં આદુનો રસ ભેળવીને પીવાનું પસંદ કરતાં હોય છે. આનાથી પણ ઉલ્ટી થતી નથી. તથા જો પ્રવાસ લાંબો હોય તો તમે આ સાથે પણ લઇ જઇ શકો છો.

– મુસાફરી દરમિયાન મન ભારી લાગવા લાગે એવા વખતે આદુંવાળી ચા પીવાનું રાખવું જોઇએ. તમે ઇચ્છો તો આદું સાથે પણ લઇ જઇ શકો છો અને વચ્ચે-વચ્ચે થોડું ખાઇ શકો છો.

– પ્રવાસ પર જતા પહેલાં તમે અડધી ચમચી જીરુ પાઉડરને નવસેકાં પાણીમાં ઓગાળીને પી શકો છો. અથવા લાંબી મુસાફરીમાં સાથે જ લઇ જઇ શકો છો.

આવા ઉપાયો અપનાવાથી તમને મુસાફરીમાં થતી ઉલ્ટીની સમસ્યાની છૂટકારો મળી જશે. તથા તમે સરખી રીતે પ્રવાસની મજા માણી શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.