Abtak Media Google News

આમ તો કિડી નાનુ એવું જીવ છે પરંતુ ઘરમાં કિડિનો જમાવડો કોઇને ગમતો નથી જો ઘરમાં કોઇપણ ભોજન ખુલ્લુ રહી ગયું  હોય તો ત્યારે કીડીઓને ભરાવો થઇ જાય છે. ખાસ કરીને કિચનના ખૂણામાં કે કાઉન્ટર ટોપ્સમાં તો બસ પત્યું પછી તો ધીરે-ધીરે કીડીઓને ઉપદ્રવ વધતો જાય છે.

કીડીઓને ભગાડવા માટે વિનેગર પણ ઉપયોગી બને છે, કીડીઓને દૂર કરવા વાઇટ વિનેગર અને પાણીને સરખી માત્રામાં મિક્સ કરો અને પછી તે મિશ્રણ તમારા કિચનના કાઉન્ટર ટોપ, કબાટના ખૂણાં અથવા કિડી દેખાતી હોય ત્યાં બધે લગાવો કારણ કે કીડીઓને વિનેગરની સુગંધ ગમતી નથી માટે તે જતી રહેશે, તમે બોરેક્સ પાઉડર અને ખાંડને મિક્સ કરી કીડીઓના દર પાસે રાખી શકો છો, તેનાથી કીડી મરી જાય છે. કાકડીની છાલ અને અન્ય ખટાસ ધરાવતા ફૂડની છાલ રાખવાથી કીડીઓ ભાગી જાય છે. તમે ઓરેન્જ અથવા લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો. તમને જાણીને આશ્ર્ચર્ય થશે પરંતુ કીડી હંમેશા લોટથી દૂર રહે છે, માટે જે કીડી જોવા મળે તો ત્યાં થોડો લોટ ભભરાવો તો તે આપો-આપ ભાગી જાય છે. આમ તમે કીડીઓના ઉપદ્રવથી છૂટકારો મેળવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.